અચ્છે દિન આને વાલે હૈ: જાણો મોદી કેવી રીતે લાવી શકે છે સારા દિવસો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 મે: એક્ઝિટ પોલનું માનીએ તો યુપીએ સરકારના કુશાસનથી ત્રસ્ત જનતાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને દેશની કમાન સોંપી છે. વિગત 10 વર્ષોમાં ગોટાળા, ભ્રષ્ટાચાર અને મોંઘવારીએ જનતાનું જીવવું મુશ્કેલ કરી દિધું છે. તેનાથી પરેશાન થઇને લોકો કોંગ્રેસ અને યુપીએ સરકારના વિકલ્પની શોધ કરી રહી હતી કે તે સમયે નરેન્દ્ર મોદીએ પોતાના સારા કામના લીધે ગુજરાતમાં ભાજપને સતત ત્રણવાર સત્તા અપાવી.

ત્યારબાદ તેના વિકાસના કાર્યોની ચર્ચા દેશભરમાં થવા લાગી. ભાજપે તકનો ફાયદો ઉઠાવ્યો અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદન ઉમેદવાર જાહેર કરી દિધા. નરેન્દ્ર મોદીએ દેશભરમાં સેમિનાર અને સભાઓ કરીને ગુજરાતના વિકાસ મોડલને જનતા સમક્ષ રાખ્યું. લોકોએ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ મુક્યો, ફળસ્વરૂપે કેન્દ્રમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે.

હવે સવાલ એ ઉદભવે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન મંત્રી બન્યા બાદ શું ખરેખર સારા દિવસો આવી જશે? શું આપણે દિવસ-રાત જે સમસ્યાઓ સામે ઝઝૂમીએ છીએ તે નરેન્દ્ર મોદીના આવવાથી બદલાઇ જશે? દેશનો આમ આદમી ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે.

આર્થિક અસમાનતાના લીધે કેટલાક લોકો પાસે ધનનો સૌથી મોટો હિસ્સો જમા થઇ ચૂક્યો છે. મોટાભાગના લોકો તંગીમાં જીવી રહ્યાં છે. એટલા માટે આજે પણ દેશની 26 ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન પસાર કરી રહી છે. આ ખીણને કેવી રીતે ભરશે નરેન્દ્ર મોદી?

મેડિકલ સેવા

મેડિકલ સેવા

શિક્ષણ બાદ લોકોની જીંદગીમાં મેડિકલ સેવાનું મુખ્ય સ્થાન છે. સ્વસ્થ ભારત પાસે જ શ્રેષ્ઠ ભારતની કલ્પના કરી શકાય. શહેરોમાં એમ્સ જેવી હોસ્પિટલ ખોલવા પર ભાર મુકવો જોઇએ, પરંતુ ગામડાઓમાં ડિસ્પેંસરીનો કોઇ ઉલ્લેખ થઇ રહ્યો નથી. જ્યારે દેશની મોટાભાગની વસ્તી ગામડાંઓ રહે છે.

સમસ્યાનું મૂળ ભ્રષ્ટાચાર

સમસ્યાનું મૂળ ભ્રષ્ટાચાર

માનવામાં આવે છે કે બધી સમસ્યાઓનું મૂળ ભ્રષ્ટાચાર છે. આઝાદી બાદથી જીપ ગોટાળાથી માંડીને ચારા ગોટાળો, શેર ગોટાળો, 2જી ગોટાળો, કોમનવેલ્થ ગોટાળો, કોલસા કૌભાંડ જેવા ઘણા કૌભાંડે દેશની આર્થિક કમરને તોડી નાખી છે. જેના લીધે ભારત હજુ સુધી વિકસિત દેશ ન બનતાં વિકાસશિલ દેશ બનીને જ રહી ગયો છે.

કાળું નાણુ મોટો પડકાર

કાળું નાણુ મોટો પડકાર

આ ઉપરાંત દેશમાં જાતિવાદ, ક્ષેત્રવાદ, ઉગ્રવાદ, આતંકવાદ જેવા તમામ મુદ્દાઓ પર દેશના નવા વડાપ્રધાને સમાધાન કરવું પડશે. સાથે જ વિદેશોમાં જમા કરવામાં આવેલા કાળા ધનને પરત લાવવાનો મોટો પડકાર હશે.

મહાન સ્વપ્નદ્રષ્ટા

મહાન સ્વપ્નદ્રષ્ટા

કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી એક મહાન સ્વપ્નદ્રષ્ટા છે. સપનાઓને હકિકતમાં ફેરવવાની ઉત્કુષ્ટ ક્ષમતા છે. તેમણે ગુજરાતનું સ્થાન અને કાયાપલટ કરી રાષ્ટ્રીય પરિદ્રશ્ય પર સૌથી આગળ લાવીને ઉભું રાખી દિધું છે.

સમાજમાંથી અંધકાર દૂર કરશે

સમાજમાંથી અંધકાર દૂર કરશે

આશા છે કે ભારત માટે પણ તેમનું સપનું સાચું સાબિત થશે. તે સમાજમાંથી અંધકાર, ઉદાસી અને ગરીબીને બહાર કાઢશે. સંપૂર્ણ સમાજના વિકાસ અને પ્રગતિના માર્ગ પર તીવ્ર ગતિથી આગળ વધી રહ્યાં છે.

સૌથી મોટી સમસ્યા મોંઘવારી

સૌથી મોટી સમસ્યા મોંઘવારી

જનતા સમક્ષ સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. મૂળભૂત જરૂરિયાતોની વસ્તુઓના ભાવ દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધવાથી સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ક્યારેક પેટ્રોલ, ક્યારેક ડિઝલ તો ક્યારેક રસોઇ ગેસના ભાવ વધતા રહે છે. જેમાં અન્ય વસ્તુઓના ભાવ સ્વત: વધી જાય છે, પરંતુ તે હિસાબે સામાન્ય પ્રજાની આવક વધતી નથી.

મોંઘવારી બાદ રોજગારી મોટી સમસ્યા

મોંઘવારી બાદ રોજગારી મોટી સમસ્યા

મોંઘવારી બાદ બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. રોજગારની શોધમાં યુવાનોને પોતાના રાજ્યોમાંથી સ્થળાંતર કરવા માટે મજબૂર થવું પડે છે. જેથી બીજા રાજ્ય અને દેશોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શિક્ષણ

શિક્ષણ

દેશભરમાં બધી સ્કૂલો અને કોલેજોમાં બધા માટે શિક્ષણના સમાન અવસર ઉપલબ્ધ થવા જોઇએ જેથી બધાને શિક્ષણ મળી શકે. શિક્ષણના ખાનગીકરણના લીધે શિક્ષણ મોંઘુ થઇ ગયું છે. પૈસાના અભાવે સામાન્ય વ્યક્તિ ઇચ્છતો હોવાછતાં પણ શિક્ષણ પુરૂ કરી શકતો નથી. એટલા માટે ખાનગીકરણ પર અંકુશ લાદવો જરૂરી છે જેથી બધાને સમાન શિક્ષણની તક મળી શકે.

English summary
Every success story teaches us a few lessons. Narendra Modi’s rise in national politics is no different. From the moment he was anointed the Bharatiya Janata Party’s (BJP) man for the prime minister’s chair, Modi has done many things that should be remembered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X