• search

ઐતિહાસિક દિવસ: આ ગરવા ગુજરાતીઓને મોદી પર છે ગુમાન!

By Gajendra

ગાંધીનગર, 26 મે: આજે એ ઐતિહાસિક દિવસ આવી ગયો છે જેની રાહ ઘણા દિવસોથી જોવાઇ રહી હતી. આજે સાંજે 6 વાગ્યે જ્યારે ગુજરાતના પૂર્વ અને લોકપ્રિય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે, ત્યારે એ વાત ચોક્કસ છે કે ગુજ્જુ ભાઇ-બહેનોની છાતી ગજ-ગજ ફૂલશે. દેશનો મોટાભાગનો યુવા વર્ગ હાલમાં મોદીની પડખે છે. માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશના તમામ લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે કાર્ય કરતા જોવા માગે છે, તેમણે સાંભળેલા મોદીના ગુજરાત વિકાસ મોડલને દેશભરમાં અમલ થતુ જોવા માગે છે, ગુજરાત સહિત આખા દેશને મોદી પાસે ખૂબ જ બધી આશાઓ છે.

નરેન્દ્ર મોદી ત્રીજા ગુજરાતી છે જે દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક વિજય મેળવીને પોતાની એક ઐતિહાસિક સરકાર બનાવવા જઇ રહ્યા છે. મોદીએ સાર્ક દેશોને આપેલા આમંત્રણમાં પણ છવાયેલા રહ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આપેલા નિમંત્રણના નિર્ણય બદલ તેમની ભારોભાર સરાહના થઇ. એ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે દેશ-દુનિયામાં કોઇ વ્યક્તિની આટલી બધી પ્રશંસા થતી હોય, લોકોને તેમની પાસે અઢળક આશાઓ હોય, ત્યારે એવું વિચારીને આપણે ફૂલ્યા ના જ સમાઇએ કે એ વ્યક્તિ આપણા ઘરનો છે.

નરેન્દ્ર મોદી મહેસાણાના વડનગરના વતની છે. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં જ પોતાનું ઘર છોડી દીધું. તેમણે તપસ્યા માટે હિમાલય પણ જતા રહ્યા. પાછા આવ્યા. ચાની કિટલી ખોલી. આરએસએસ સાથે જોડાયા. કચરા-પોતા, સાફ-સફાઇ, કપડા ધોવા જેવા કામો પણ કર્યા. અને સંગઠનમાં ધીરે ધીરે પોતાનું કામ કરતા ગયા. આરએસએસમાં પગ જમાવ્યો બાદમાં ભાજપ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. મોદીએ પોતાના જીવનમાં આવેલા અનેક ઉતાર-ચડાવને પાર કરીને આજે આ મુકામ સુધી પહોંચ્યા છે ત્યારે ગરવા ગુજરાતીઓને તેમની પર શા માટે ગુમાન ના હોય.. આવો જોઇએ શું કહે છે આ ગુજ્જુઓ...

આજે એક ગુજરાતી દેશનો વડાપ્રધાન બનવા જઇ રહ્યો છે ત્યારે આવો જાણીએ ગુજરાતીઓની પ્રતિક્રિયા...

નીતેશ વાઘાણી

નીતેશ વાઘાણી

હું ખૂબ જ ખુશ છું કે એક સામાન્ય ગુજરાતી દેશનો વડાપ્રધાન બની રહ્યો છે. મોદીએ જે રીતે ગુજરાતમાં કામ કર્યું છે તેને જોઇને હું આશા રાખીશ કે તેઓ નેશનલ લેવલે પણ ઉમદા કાર્ય કરશે, તથા ભારતને મહાસત્તા બનાવવાનું જે અટલજીનું સપનું હતું તેને તેઓ સાકાર કરશે.

દીપેન પટેલ

દીપેન પટેલ

ગુજરાતે દેશને એક સુપર હીરો આપ્યો છે. દેશના લોકોની મોદી પાસે ઘણી બધી આશાઓ છે. એક ગુજરાતી તરીકે હું પ્રાર્થના કરીશ કે મોદી લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ રહે અને લોકોને સુરક્ષીત અને પ્રગતિશીલતાનો અનુભવ કરાવે.

મિલાપ

મિલાપ

આજે મને ગુજરાતી હોવાનો ગર્વ થઇ રહ્યો છે અને મને સંપૂર્ણ ખાતરી છે કે નરેન્દ્ર મોદી આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કરશે.

ભાવેશ રૂપારેલીયા

ભાવેશ રૂપારેલીયા

સોમનાથ દાદાની કૃપા એવી છે કે આજે સોમનાથ ટ્રસ્ટના બીજા ટ્રસ્ટી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. આની પહેલા મોરારજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા. માટે હું સોમનાથનો વતની હોવાથી મને વિશેષ ગર્વ થાય છે કે એક ગુજરાતી દેશનો વડાપ્રધાન બની રહ્યો છે.

આશિષ ગોહીલ

આશિષ ગોહીલ

એક ગુજરાતી દેશનો વડાપ્રધાન બને ત્યારે સ્વભાવિક આનંદ અને ઉત્સાહની લાગણી થાય છે. જોકે વધારે આનંદ ત્યારે થસે જ્યારે નરેન્દ્ર મોદી પોતાના વચનો સાર્થક કરી બતાવશે. જ્યારે ભારતમાં અચ્છે દિન આયેગે ત્યારે એક ગુજરાતી તરીકે વધારે ગર્વ થશે.

યશ ઠક્કર

યશ ઠક્કર

ચોક્કસથી એક ગુજરાતી જ્યારે જ્યારે પણ ટોચના સ્થાને પહોંચે ત્યારે ગૌરવ અચૂક થાય છે. સતત 12 વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ જ્યારે હવે નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી દેશની કમાન સંભાળશે ત્યારે ચોક્કસથી અપેક્ષાઓ તો વધવાની જ છે અને સાથે સાથે તેમની ઉપરનો એક ગુજરાતી તરીકેનો ભરોસો પણ વધ્યો છે. નરેન્દ્રભાઈ મોદીને ઓલ ધ વેરી બેસ્ટ...

વિપુલભાઇ ભટ્ટ

વિપુલભાઇ ભટ્ટ

ગર્વથી કહીશું કે અમારા નરુભાઇ વડાપ્રધાન છે...

મનોજ સુતરીયા

મનોજ સુતરીયા

આનંદની લાગણી થઇ રહી છે. આશા છે કે આ ગુજરાતી ભારતને એક ઉજ્વળ ભવિષ્ય તરફ લઇ જશે.

જતન કામાણી

જતન કામાણી

હું પ્રામાણીકતાથી કહું છું કે હું નરેન્દ્ર મોદીનો ફેન નથી. હું આશા રાખું છું કે તે મારા તેમના વિશેના વિચારો કરતા વિપરીત સાબિત થાય અને દેશના દરેક લોકોના સપના સાકાર કરે.

પ્રકાશ તેજાની

પ્રકાશ તેજાની

આજે જ્યારે એક ગુજરાતી નેતા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે એક ગુજરાતી તરીકે હું ગર્વ અનુભવું છું. આ પહેલા પણ ગુજરાતે સારા નેતા દેશને આપ્યા છે, અને નરેન્દ્ર મોદી પણ સારુ નેતૃત્વ કરી દેશને વિકાસના પથ પર લઇ જઇ સૌ ગુજરાતી ભાઇ-બહેનોનું ગૌરવ વધારશે એવી આશા સાથે નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન....

English summary
Gujarati people proud on Narendra Modi, Read people's reactions on a gujarati becoming PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more