For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીથી માંડીને ઓબામા સુધી દુનિયાભરના નેતાઓને લાગ્યો સેલ્ફીનો ચસ્કો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ફેસબુક હોય કે પછે ટ્વિટર, આજ સેલ્ફીના વધતા જતા ક્રેજથી કોઇ બચી શક્યું નથી. રસપ્રદ વાત એ છે કે ફક્ત યુવા વર્ગ કે ફિલ્મી સ્ટાર જ નહી, પરંતુ આ ક્રેજથી મોટા-મોટા રાજનેતાઓ પણ બચી શક્યા નથી. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ટોપ ટ્રેડિંગ ટોપિક્સ પર નજર રાખનાર ઓર્ગેનાઇઝેશન ટ્વિપ્લોમેસી દ્વારા એક સ્ટડીમાં આ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સેલ્ફીનો ક્રેજ આજે ઘણા દેશોના વડાપ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના માથે ચઢીને બોલી રહ્યો છે. ત્યારે તો ટ્વિટર પર ક્યારેક બરાક ઓબામા અને ડેવિડ કેમરૂનની સેલ્ફી જોવા મળી જાય છે. ક્યારેક ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટરની સેલ્ફી બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. તો બીજી તરફ ફિનલેંડના વડાપ્રધાનમંત્રી પણ પોતાના મજેદાર સેલ્ફીઝ અપલોડ કરવામાં પાછળ નથી. આગળની સ્લાઇડ્સમાં રજૂ કર્યા છે એવા રાષ્ટ્ર પ્રમુખોના નામ, જે સેલ્ફીના ક્રેજમાં ડૂબેલા છે.

સેલ્ફીની લાગી લત

ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સેલ્ફીની લતથી બચી શક્યા નથી. તેમની આ સેલ્ફી ત્યારે પણ ચર્ચામાં આવી હતી, જ્યારે તેમને 30 એપ્રિલના રોજ એક ચૂંટણી બૂથની પાસે પોતાની એક સેલ્ફી ટ્વિટર પર અપલોડ કરી અને ત્યારબાદ એક નવો વિવાદ શરૂ થઇ ગયો

ઓબામાના સંગ કૈમરૂન

ઓબામાના સંગ કૈમરૂન

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ સેલ્ફીજને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. નેલ્સન મંડેલાના મૃત્યું બાદ આયોજિત એક શોક સભા દરમિયાન ઓબામા, ડેવિન કેમરૂન ડેનમાર્કની વડાપ્રધાન હેલે થોરનિંગની સેલ્ફી જેવી વાઇરલ થઇ, ઓબામાની ટીકા પણ શરૂ થઇ ગઇ.

નસીબ રજાકની સેલ્ફી

તો બીજી તરફ, મલેશિયાના વડાપ્રધાનમંત્રી નજીબ રજાકે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક સેલ્ફી અપલોડ કરી હતી. આ સેલ્ફીમાં તેમની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હતા.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સાથે નજીબ

નજીબ રજાકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એસ બી યુદ્ધોયોનોની સાથે પણ એક સેલ્ફીને ટ્વિટર પર નાખી છે, જેમાં તે બંને ગોલ્ફ કાર્ટમાં બેઠેલા જોવા મળે છે.

જિંદાદિલ છે એલેક્ઝેંડર

તો બીજી તરફ વડાપ્રધાન એલેક્ઝેંડર સ્ટબ પણ પોતાની જિંદાદિલી પોતાની સેલ્ફીજના માધ્યમથી દુનિયાની સામે જાહેર કરે છે. તેમણે પોતાના સાથીઓની સાથે પોતાના ઘણા સેલ્ફી ટ્વિટર પર અપલોડ કર્યા છે.

કાર્લ પણ પાછળ નથી

સ્વીડનના વિદેશમંત્રી કાર્લ બિલ્ડટ પણ સેલ્ફીના મુદ્દે પાછળ નથી. કેટલાક મહિનાઓ પહેલં કાર્લે પોતાના સાથીઓની સાથે ખેંચવામાં આવેલી એક સેલ્ફી ટ્વિટર પર અપલોડ કરી હતી.

જોન કૈરીની ગ્રુપ સેલ્ફી

અમેરિકાના રાષ્ટ્ર સચિવ જોન કૈરીએ પણ પોતાની કેટલીક સેલ્ફીજ ટ્વિટર પર અપલોડ કરી છે અને મોટાભાગની સેલ્ફીમાં તે ગ્રુપમાં જોવા મળી રહ્યાં છે.

English summary
From Indian Prime Minister Narendra Modi to US President Barack Obama, Twiplomacy study shows how the selfie craze is rising among world leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X