For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Relationship Tips : આજે જ બદલી લો તમારી આ આદતો, નહીંતર તૂટી શકે છે તમારો સંબંધ

સંબંધોમાં બેદરકારી અને ધ્યાનનો અભાવ ઘણીવાર સંબંધોમાં નબળાઇ લાવે છે. એટલા માટે તમારે એવી ભૂલો કરવાનું ટાળવું જોઈએ, જે તમારા સંબંધોને નબળા બનાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

Relationship Tips : સંબંધ બનાવ્યા પછી તેને સારી રીતે નિભાવવો ખૂબ જ જરૂરી છે, તો જ સંબંધ મજબૂત અને સાચો રહે છે. આવા સમયે સંબંધોમાં બેદરકારી અને ધ્યાનનો અભાવ ઘણીવાર સંબંધોમાં નબળાઇ લાવે છે. એટલા માટે તમારે એવી ભૂલો કરવાનું ટાળવું જોઈએ, જે તમારા સંબંધોને નબળા બનાવી શકે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને જણાવીશું કે, તમારે કઈ આદતો પર ધ્યાન આપવું જોઈએ? જેનાથી તમારા સંબંધને તૂટતાં અટકાવી શકો છો.

આ આદતો તમારા પાર્ટનરને પરેશાન કરે છે

આ આદતો તમારા પાર્ટનરને પરેશાન કરે છે

સતત કોલિંગ અને મેસેજિંગ

જો તમે કોઈને પ્રેમ કરો છો, તો એનો અર્થ એ નથી કે તમે હંમેશા તેને ફોન કે મેસેજ કરતા રહો. તમારી આ આદત તમારા પાર્ટનરનેપરેશાન કરી શકે છે. આટલું જ નહીં, તમારા આમ કરવાથી તમારા વચ્ચે ઝઘડા વધી શકે છે. કારણ કે, દરેકને તેમને પર્શનલ સ્પેસનીજરૂર હોય છે. તેથી દરરોજ વાત કરવાની આદત ન બનાવો. આ આદત કેટલાક દિવસો માટે સારી લાગે છે, પરંતુ આ આદત તમારાપાર્ટનરને પરેશાન કરી શકે છે.

ભૂતકાળ વિશે પ્રશ્નો પૂછવાની ટેવ

ભૂતકાળ વિશે પ્રશ્નો પૂછવાની ટેવ

તમારા વર્તમાન જીવનસાથી સાથે ભૂતકાળ વિશે વાત કરવી હંમેશા ખોટું હોઈ શકે છે. ભૂતકાળના પાના ખોલવાનો પ્રયાસ તમારાજીવનસાથીને નારાજ કરી શકે છે. તેથી, તમારા જીવનસાથી સાથે તેના ભૂતકાળ વિશે વાત ન કરો.

હંમેશા પૈસાની વાત કરવી

હંમેશા પૈસાની વાત કરવી

પૈસા તેની જગ્યા એ છે અને પ્રેમ તેની જગ્યા એ છે, તે બંનેને મિક્સ ન કરો. જો તમે દરેક બાબતમાં પૈસાની વાત લાવશો, તો આ બાબતતમારા સંબંધ માટે ખરાબ સાબિત થઈ શકે છે. કારણ કે, પૈસા દરેક સંબંધને બગાડે છે. તેથી તમારા જીવનસાથી સાથે પૈસા વિશે વાત નકરવાનો પ્રયાસ કરો.

ટોણો મારવો -

ટોણો મારવો -

મોટાભાગના યુગલોમાં ટોણા મારવાની ટેવ હોય છે, પરંતુ તમારે હંમેશા ટોણા મારવાની આ આદતથી બચવાની કોશિશ કરવી જોઈએ.કારણ કે, આ આદત તમારા પાર્ટનરને ખરાબ લાગી શકે છે, તેથી આવું કરવાનું ટાળવું જોઈએ.

English summary
Relationship tips : Change these habits today, otherwise your relationship may break
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X