For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day: રાજપથ પર વર્ષ 1955માં થઈ પહેલી પરેડ, પાકના ગવર્નર હતા સમારંભના પહેલા અતિથિ, જુઓ Video

અમે તમારા માટે લાવ્યા છે રાજપથ પર ભારતની પહેલી ગણતંત્ર પરેડનો વીડિયો. જેને જોઈને તમે આ દિવસના મહત્વનો અંદાજ લગાવી શકો છો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બુધવારે ભારત પોતાનો 73મો ગણતંત્ર દિવસ મનાવશે. આ દિવસ માત્ર એક પર્વ નહિ પરંતુ આપણા માટે આપણી ઓળખનુ પ્રતીક છે. 26 જાન્યુઆરીની તો દરેક વાત નિરાળી હોય છે પરંતુ આ દિવસે થતી પરેડની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ગણતંત્ર દિવસની પરેડ દર વર્ષે રાજપથમાં થાય છે જ્યાં ભારત પોતાનુ શક્તિ પ્રદર્શન કરે છે જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. જો કે, આ વખતે કોવિડના કારણે કોઈ પણ વિદેશી મહેમાન આ પરેડમાં દર્શક કે વિશેષ અતિથિ તરીકે શામેલ નથી થઈ રહ્યા.

ઈરવિન સ્ટેડિયમ(નેશનલ સ્ટેડિયમ)

ઈરવિન સ્ટેડિયમ(નેશનલ સ્ટેડિયમ)

તમને જણાવી દઈએ કે દેશના સૌથી પહેલા ગણતંત્ર દિવસનુ આયોજન વર્ષ 1951માં ઈરવિન સ્ટેડિયમ(નેશનલ સ્ટેડિયમ)માં કરવામાં આવ્યુ હતુ. જ્યાં ઈન્ડોનેશિયાના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. સુકર્ણો સમારંભના મુખ્ય અતિથિ હતા.

રાજપથ પર વર્ષ 1955માં થઈ હતી પહેલી પરેડ

રાજપથ પર વર્ષ 1955માં થઈ હતી પહેલી પરેડ

ત્યારબાદ વર્ષ 1955થી આ પરેડ દર વર્ષે રાજપથ પર થવા લાગી અને એક રીતે આ પરેડ અને રાજપથ બંને એકબીજાના પર્યાય બની ગયા. એ વખતે રાજપથને કિંગ્સવે કહેવામાં આવતુ હતુ. એ સમારંભમાં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ મુખ્ય અતિથિ હતા. અહીં અમે તમારા માટે લાવ્યા છે રાજપથ પર ભારતની પહેલી ગણતંત્ર પરેડનો વીડિયો. જેને જોઈને તમે આ દિવસના મહત્વનો અંદાજ લગાવી શકો છો.

8 કિમી સુધી થાય છે પરેડ

8 કિમી સુધી થાય છે પરેડ

ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પરેડ 26 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાજપથ પર શરુ થાય છે પરંતુ આ વખતે કોવિડ અને ભીષણ ઠંડીના કારણે આ પરેડ 10.30 વાગે શરુ થશે. તમને જણાવી દઈએ કે આ પરેડ રાયસીના હિલથી શરુ થઈને રાજપથ, ઈન્ડિયા ગેટથી થઈને લાલ કિલ્લા પર ખતમ થાય છે અને તે 8 કિમી સુધી હોય છે.

આ પણ જાણો

આ પણ જાણો

તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરી, 1950ના રોજ સવારે 10.18 મિનિટે ભારતનુ લિખિત બંધારણ લાગુ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ ભારતને પૂર્ણ સ્વરાજનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ 10.24 મિનિટે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા અને શપથ લીધા બાદ જ તેમણે 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય રજા ઘોષિત કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણ બનવાાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.

English summary
Republic Day 2022: First Republic Day parade of India at Rajpath, read important facts, see video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X