For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભ્યાસઃ ચોખા બરાબર ન રાંધવાથી થાય છે કેન્સર, જાણો ભાત બનાવવાની સાચી રીત

હાલમાં જ થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોખાને બરાબર ન રાંધવાથી તમને કેન્સર જેવો ખતરનાક રોગ પણ થઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આપણા દેશમાં ચોખા મુખ્ય ભોજન છે જેને સામાન્ય રીતે ભાત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓછી માત્રામાં તેનુ સેવન કરવામાં આવે તો ચોખાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે રાંધવામાં પણ સરળ છે માટે જે લોકો પાસે રસોઈ બનાવવાનો વધુ સમય નથી તે લોકો માટે આ મનગમતો વિકલ્પ છે પરંતુ ચોખાને જો યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તબિયત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોખાને બરાબર ન રાંધવાથી તમને કેન્સર જેવો ખતરનાક રોગ પણ થઈ શકે છે.

બજારમાં મળતા ઘણા ચોખા કેમિકલયુક્ત

બજારમાં મળતા ઘણા ચોખા કેમિકલયુક્ત

આજકાલ આપણે જે ખાઈએ છીએ તે કેમિકલયુક્ત હોય છે. આપણે જાણતા પણ નથી હોતા કે રોજ આપણે કેટલા રસાણયોનુ સેવન કરીએ છીએ જે ભવિષ્યમાં આપણા માટે મુશ્કેલીનુ કારણ બની શકે છે. બજારમાં મળતા ઘણા ચોખા કેમિકલયુક્ત હોય છે. જે ભવિષ્યમાં આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. ઈંગ્લેન્ડમાં ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના એક લેટેસ્ટ અધ્યયન અનુસાર માટીમાં ઔદ્યોગિક રસાયણયુક્ત પદાર્થો અને કીટાણુનાશકોમાંથી નીકળતા રસાયણ ચોખાને ખતરનાક બનાવી શકેછે. આ ઘણી વાર આર્સેનિક ઝેરનુ કારણ પણ બની શકે છે.

અભ્યાસ શું કહે છે

અભ્યાસ શું કહે છે

એક નહિ પરંતુ ઘણા અભ્યાસ છે જે દાવો કરે છે કે ચોખા એક કાર્સિનોજેન છે અને કેન્સરના રચનાને પ્રોત્સાહન આપે છે. એક અન્ય અધ્યયનમાં મહિલાઓએ કેલિફૉર્નિયા ટીચર્સ સ્ટડીમાં ભાગ લીધો હતો જેને 90ના દશકના મધ્યમાં સ્તન અને અન્ય કેન્સરના જોખમની ઓળખ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. ફૉલો-અપ દરમિયાન જાણવા મળ્યુ કે કુલ 9400 લોકોમાં કેન્સરના લક્ષણ મળ્યા જેમાં સ્તન અને ફેફસાના કેન્સના કેસ સૌથી વધુ હતા.

શું છે આર્સેનિક, શું છે ભાત બનાવવાની સાચી રીત

શું છે આર્સેનિક, શું છે ભાત બનાવવાની સાચી રીત

આર્સેનિક વિવિધ ખનીજોમાં રહેલુ એક રસાયણ છે. તેનો ઉપયોગ ઔદ્યોગિક કીટાણુનાશક અને કીટાણુનાશક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. અમુક એવા દેશો છે જેના ભૂજળમાં આર્સેનિકનુ ઉચ્ચ સ્તર છે પરંતુ જો આપણે લાંબા સમય સુધી ભોજન કે પાણીના માધ્યમથી આ રસાયણના સંપર્કમાં રહીએ તો તેનાથી આર્સેનિક ઝેર થઈ શકે છે. પરિણામે ઉલટી, પેટમાં દુઃખાવો અને ઝાડા તેમજ કેન્સર જેવો રોગો પણ થઈ શકે છે. અધ્યયન અનુસાર ચોખામાં ઉચ્ચ સ્તરનુ આર્સેનિક હોય છે અને જો તેને સરખી રીતે રાંધવામાં ન આવે તો તે ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનુ કારણ બની શકે છે. તમારે ભાત છોડી દેવાની જરૂર નથી. ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના અધ્યયન અનુસાર ચોખામાં રહેલા આર્સેનિકથી છૂટકારો મેળવવાની સૌથી સારી રીત એ છે કે તેને રાંધતા પહેલા આખી રાત પાણીમાં પલાળી દો. જ્યારે આ પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યુ તો ચોખામાંથી ઝેરી પદાર્થોનુ સ્તર 80 ટકા સુધી ઘટી ગયુ હતુ.

English summary
Rice which is not properly cooked can give you cancer: Study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X