ભલ-ભલા કરાવે છે આ ‘રોડસાઇડ’ ડોક્ટર પાસે સારવાર
(રાજીવ ઓઝા), સર... જો તેરા ચકરાએ, દિલ ડૂબા જાયે.... તો આજા પ્યારે પાસ હમારે....કાહે ગભરાય... તેલ માલિશ.... યાદ આવી ગયાને જોની વોકર? આ ગીત તો વિતેલા સમયની ફિલ્મ બૂટ પાલિશમાં જોની વોકરે મુંબઇના રસ્તા પર ગાયું હતું, પરંતુ મુંબઇ, દિલ્હી, લખનઉ જેવા શહેરોના રસ્તાઓ પર તમને તેલ માલિશ અને કાનની સફાઇ કરનારા દરેક પાર્કમાં સહેલાયથી મળી જશે. સાચું કહીએ તો આ પણ એક ડોક્ટર છે. રોડસાઇડ ડોક્ટર.

કારણ કે ફૂટપાથ પર ચાલનારી આ ક્લીનિક્સમાં રિક્ષા અને ઓટોચાલકોથી લઇને અધિકારી અને નેતાઓ પણ આવે છે. એટલું જ નહીં આ યુવાનોને તમે કૂલ ડૂડ કહીને પણ બોલાવી શકો છો, તે પણ ક્યારેક તેમના દર્દી બની જાય છે. દિલ્હીના કનોટ પ્લેસની જેમ લખનઉના પોશ માર્કેટ હજરતગંજની તસવીર તમે ઉપર જોઇ શકો છો. ઝોલા છાપ ડોક્ટર નહીં પરંતુ દર્દીના ઇકોનોમિક સ્ટેટ્સ તમે તેમની વેશભુષાને જોઇને સહેલાયથી સમજી શકો છો.

કાન સાફ કરવાનું હુનર હોવા છાત તમામ લોકો એવા હોય છે જે તેમની પાસે કાન સાફ કરાવતા ડરે છે, આ જ કારણ છે કે તેમની કમાણી પ્રતિ દિન 150 રૂપિયા સુધી સિમિત રહી જાય છે. જરા વિચારો અગર સરકાર તેમને ચિન્હિત કરીને સર્ટિફાઇડ ટ્રેનિંગ આપે અને તેમને લોન કરે તો તેમની સેવાનો લાભ લોકોને વધુ સારી રીતે મળી શકે છે, એટલું જ નહીં આજે તેઓ મહિને પાંચ હજાર કમાય છે તે વધીને 15 હજાર રૂપિયા પ્રતિ માસ કમાઇ શકે છે, જરૂર છે માત્ર પહેલની.












Click it and Unblock the Notifications
