For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલિયનને પકડવા માટે બનાવાઇ રહ્યું છે અનોખું ટેલિસ્કોપ

|
Google Oneindia Gujarati News

એસ્ટ્રોનટ 250 ફૂટનું એક એવું ટેલિસ્કોપ બનાવી રહ્યાં છે જે એલિયનના તાપમાન અને તેમની સંખ્યા વધાની સાથે એલિયન સાથે જોડાયેલા બીજા રહસ્યો અંગે માહિતી મેળવશે. કોલોસસ નામના આ ટેલિસ્કોપમાં 77 મિટરના લેન્સ લાગેલા હશે, આ ટેલિસ્કોપની કિંમત અંદાજે 1 બિલિયન ડોલર હશે.

આ ટેલિસ્કોપ ધરતીથી 60થી 70 લાઇટ ઇયરના અંતર પર સ્થિત એલિયનના નિશાનો અથવા બીજી અન્ય વસ્તુઓ શોધી શકશે. ટેલિસ્કોપને બનાવનારી ટીમના સભ્ય અને યુનિવર્સિટી ઓફ હવાઇ ઇન્સ્ટીટ્યૂટ ફોર એસ્ટ્રોનોમીના વૈજ્ઞાનિક જેફ કૂન અનુસાર અમે આ ટેલિસ્કોપનું કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરી લઇશું.

સ્પેસ ડોટ કોમ અનુસાર એસ્ટ્રોનોમર છેલ્લા ચાર દસકાઓથી એલિયનના બીમ સિગ્નલ પર કામ કરી રહ્યાં છે, જેનાથી તે સંપર્ક કરે છે પરંતુ હજુ સુધી તેમાં તેમને કોઇ સફળતા મળી નથી. બની શકે કે એલિયન આપણી સાથે સંપર્ક કરવા માટે કોઇ અન્ય ચેનલનો પ્રયોગ કરે. જે અંગે આપણે વિચારી પણ નથી શકતા.

એલિયનને પકડવા માટે બનાવવામાં આવી રહ્યું છે કોલોસસ ટેલિસ્કોપ

એલિયનને પકડવા માટે બનાવવામાં આવી રહ્યું છે કોલોસસ ટેલિસ્કોપ

250 ફૂટનું કોલોસસ ટેલિસ્કોપ જે એલિયનની ગતિવિધિઓ અંગે જાણકારી મેળવશે. તેને બનાવવામાં અંદાજે 5 વર્ષનો સમય લાગી શકે છે.

એલિયનની બોડી હીટને ડિટેક્ટ કરી શકશે ટેલિસ્કોપ

એલિયનની બોડી હીટને ડિટેક્ટ કરી શકશે ટેલિસ્કોપ

કોલોસસ ટેલિસ્કોપ એલિયનના તાપમાન અને તેમની વધી સંખ્યાની સાથે તેમની સાથે જોડાયેલા અન્ય કેટલાક રહસ્યો અંગે પણ માહિતી મેળવશે.

ધરતીથી દૂર બીજા ગ્રહો પર પણ નજર રાખશે આ ટેલિસ્કોપ

ધરતીથી દૂર બીજા ગ્રહો પર પણ નજર રાખશે આ ટેલિસ્કોપ

ટેલિસ્કોપ ધરતીથી 60થી 70 લાઇટ ઇયરના અંતર પર સ્થિત એલિયનના નિશાનો અથવા અન્ય બીજી વસ્તુઓની શોધ કરશે.

English summary
scientists develop alien hunting telescope
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X