For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ મૉનસૂનના 20 અલગ-અલગ અંદાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક ઉકળાટ ભરેલી સાંજ દ્વારા રાહત અપાવતા રિમઝિમ ફૂવારા, ભાગતી જીંદગી તથા રંગીન છત્રીઓની લાઇન. એવા જ કેટલાક મનભાવન દ્રશ્ય શ્રાવણનો મહિનો લોકોને વધુ નજીક લાવે છે. વરસાદથી બચતાં, ઝાડ અથવા સ્ટેન્ડનો સહારો લેતાં યુગલ હોય કે રંગીન રેઇનકોટ પહેરીને સ્કુલથી ઘરે પરત ફરતા બાળકો, રસ્તાના કિનારે જમા પાણીમાં છપ-છપ કરતાં તોફાની પગલાં હોય કે પછી બાલ્કનીમાં ટપકતી બૂંદો સાથે રમતી હથેળીઓ, આ બધુ જાદુઇ પરિદ્રશ્ય વાતાવરણમાં પેદા કરે છે.

ભારતમાં આ વખતે મૉનસૂને મોડી એન્ટ્રી મારી છે. પરંતુ ઝમાઝમ વરસાદે બધાના દિલોને ખુશ કરી દિધા છે. ક્યાંક લોકો આ વરસાદની મનમૂકીને મજા માણી રહ્યાં છે, તો કેટલાક લોકોની રોજિંદી જીંદગીમાં વિધ્ન પેદા થઇ રહ્યાં છે. જોઇએ વરસાદ સાથે જોડાયેલી આવી જ 20 તસવીરો.

રસ્તાઓ પર ભરાયું પાણી

રસ્તાઓ પર ભરાયું પાણી

વરસાદના લીધે રોડ પર પાણી ભરાઇ ગયું છે. જલંધરમાં પાણીથી ભરેલા રોડ પર એક પોલીસ ઓફિસર બાઇક પર સવાર.

પાણીમાં મસ્તી

પાણીમાં મસ્તી

મુંબઇમાં રસ્તા પર ભરેલા પાણીમાં મસ્તી કરતાં બાઇક સવાર.

ઝમાઝમ વરસાદ

ઝમાઝમ વરસાદ

મુંબઇમાં મુશળાધાર વરસાદમાં રસ્તા પર ચાલતા લોકો.

ગરમીથી રાહત

ગરમીથી રાહત

નવી દિલ્હીને અંતે ગરમીમાંથી રાહત મળી ગઇ છે. વરસાદની મજા માણતાં યુવાનો.

રસ્તા પર ભરાયું પાણી

રસ્તા પર ભરાયું પાણી

કલકત્તામાં મુશળાધાર વરસાદે રસ્તા પર પાણી ભરાઇ ગયું. જેથી ટ્રાફિક સમસ્યામાં ઘણી મુશ્કેલી થઇ રહી છે.

મૉનસુનની મજા

મૉનસુનની મજા

મુંબઇમાં પણ મૉનસુને મારી એન્ટ્રી. સમુદ્ર કિનારે વરસાદની મજા માણતી છોકરીઓ.

દિલ્હી પાણી-પાણે

દિલ્હી પાણી-પાણે

દિલ્હીના માર્ગોનું એક દ્રશ્ય. જ્યાં વાતાવરણ બદલાતા મિજાજની સાથે ઝમાઝમ વરસાદે ગરમીમાંથી આપ્યો છુટકારો.

વાતાવરણનો બદલાતો મિજાજ

વાતાવરણનો બદલાતો મિજાજ

દિલ્હીના માર્ગો પર દોડતી રિક્શા. મુશળાધાર વરસાદથી દિલ્હીમાં માર્ગો પર ઘણા સ્થળ પર પાણી ભરાઇ ગયું છે.

પૂરથી પરેશાન

પૂરથી પરેશાન

ગુવાહાટીમાં વરસાદે પૂરનું રૂપ લઇ લીધું છે. જેથી લોકોને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલતો યુવક અને રિક્શા.

હવામાનનો જાદૂ

હવામાનનો જાદૂ

આકરો તડકો હોય કે પછી ઝમાઝમ વરસાદ, મુંબઇ ક્યારેય શાંત હોતી નથી. જોરદાર વરસાદમાં રસ્તા પર પસાર થતા લોકો.

ખુશનુમા થયું વાતાવરણ

ખુશનુમા થયું વાતાવરણ

શિમલામાં વરસાદ બાદ હવામાન ખુશનુમા થઇ ગયું છે. હવામાનના મિજાજની મજા માણતા લોકો

વાતાવરણનો બદલાયો મિજાજ

વાતાવરણનો બદલાયો મિજાજ

કલકત્તામાં હવામાન બદલાતાં મિજાજની સાથે આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે.

વરસાદમાં મસ્તી

વરસાદમાં મસ્તી

કેરળમાં જોરદાર વરસાદમાં રમતા બાળકો. સાચું છે, વરસાદની મજા કંઇઅક આ પ્રકારે માણીને જુઓ.

લહેરોનો સાથ

લહેરોનો સાથ

પણજીમાં વરસાદ બાદ ઉંચી ઉઠતી લહેરોની પર્યટકોએ જોરદાર મજા માણી.

મુશળાધાર વરસાદ

મુશળાધાર વરસાદ

ગુડગાંવમાં થતી મુશળાધાર વરસાદમાં રાતનું દ્રશ્ય. ગાડીઓની લાઇટથી દેખાતી આ બૂંદો ખૂબ જ સુંદર લાગે છે.

મુંબઇના માર્ગો પર પાણી જ પાણી

મુંબઇના માર્ગો પર પાણી જ પાણી

મુંબઇમાં વરસાદ શું થયો, ચારેય તરફ રસ્તા પર પાણી જ પાણી ભરાઇ ગયું. લોકો હવે આ પાણી વચ્ચે અવર-જવર કરી રહ્યાં છે.

વરસાદમાં ફરવું

વરસાદમાં ફરવું

વરસાદથી પોતાને બચાવતાં કે એમ કહીએ કે પલળતા લોકો. આમ તો વરસાદમાં પલળવું બધાને સારું લાગે છે.

દિલ્હીનું વાતાવરણ

દિલ્હીનું વાતાવરણ

વરસાદમાં રમણીય બન્યું દિલ્હીનું વાતાવરણ. કાળા વાદળો અને ઝમાઝમ વરસાદ વચ્ચે દિલ્હી.

વરસાદ ફસાયેલા લોકો

વરસાદ ફસાયેલા લોકો

અલ્હાબાદના કેટલાક વિસ્તારોમાં વરસાદના લીધે ખરાબ સ્થિતી થઇ છે. એટલી હદે કે લોકોને પોતાનું ઘર છોડવું પડી રહ્યું છે.

રસ્તાઓ પર પાણી

રસ્તાઓ પર પાણી

મુશળાધાર વરસાદથી કલકત્તાના માર્ગો પર ચારેય તરફ પાણી ભરાઇ ગયું છે. જેના લીધે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે.

English summary
monsoon is one of the most loved season but at same time creates problems for many. So, let's see 20 different shades of monsoon in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X