• search

ઉત્તર પ્રદેશમાં શાહ સાબિત થયા શહેંનશાહ

By Kumar Dushyant

ગાંધીનગર, 16 મે: આજે સવારથી જેમ-જેમ વોટોની ગણતરી શરૂ થઇ, ત્યારપછી ચિત્ર સ્પષ્ટ થતું ગયું છે. એક્ઝિટ પોલના અનુસાર મતદારોએ આ વખતે મોદી સરકારના પક્ષમાં મતદાન કર્યું છે અને ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનવવા જઇ રહી છે. ત્યારે તેના પાછળ નરેન્દ્ર મોદીની છબિ અને તેમના પ્રભાવને નકારી ન શકાય. પરંતુ આ ઉપરાંત જ્યારે સપા-બસપાનો ગઢ ગણવામાં આવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા અમિત શાહ ખરા અર્થમાં શહેનશાહ સાબિત થયા છે.

નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચારની કમાન પોતાના ખાસ અમિત શાહને સોંપી હતી. અને અમિત શાહે આ જવાબદારી બખૂબી નિભાવી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપાનો ખરા અર્થમાં ભાજપે સફાયો કરી દિધો છે. જેમાં અમિત શાહની મહેનત રંગ લાવી છે. તે ખરા અર્થમાં બાજીગર સાબિત થયા છે. અમિત શાહ પર શોહરાબુદ્દીન એન્કાઉટર કેસને લઇને વિરોધીઓ હુમલો કરી રહ્યાં છે પરંતુ તેમણે જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં કોઇ કસર છોડી નહી.

નરેન્દ્ર મોદી સારી પેઠે જાણતા હતા કે જો દિલ્હી સુધી પહોંચવું છે તો તેનો માર્ગ ઉત્તર પ્રદેશ થઇને જાય છે. માટે ઉત્તર પ્રદેશમાં વધુમાં સીટ પર વિજય મેળવવો જરૂરી હતો. અને જવાબદારી કોણ સારી પેઠે નિભાવી શકશે તે અંગે પણ મોદીને ખબર હતી માટે તેમણે પોતાના અંગત એવા અમિત શાહ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. બસ પછી તો અમિત શાહે આ જવાબદારી ઉપાડતા ઉત્તર પ્રદેશમાં ધામા નાખી દિધા. તેમણે જમીની સ્તર પર પોતાનું પ્રચાર અભિયાન શરૂ કરી દિધું અને ઘરે ઘરે જઇને લોકો સાથે મુલાકાત કરી.

ઉત્તર પ્રદેશના સ્થાનિક વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓમાં જુસ્સો ભરવાથી માંડીને રેલીઓનું આયોજન કરી મોદીને જીતાડવા માટે વાતાવરણ ઉભું કરી દિધું. મુસ્લિમ સમુદાયને વિશ્વાસ અપાવ્યો કે ભાજપ સરકાર ધર્મ, જાતિના રાજકારણમાં નહી પરંતુ વિકાસના એજંડા પર કામ કરશે. ઉત્તર પ્રદેશને ગુજરાતની માફક વિકાસશીલ બનાવવામાં આવશે. અને ભાજપના વિકાસ એજંડા પર મોહર લગાવતાં ઉત્તર પ્રદેશની જનતાએ ભગવો લહેરાવી દિધો. ઉત્તર પ્રદેશમાં 70થી વધુ સીટો પર ભાજપને જીત અપાવીને સાબિત કરી દિધું કે જનતા નાત, જાત, ધર્મ છોડીને વિકાસમાં રસ ધરાવે છે.

શાહ ખરા અર્થમાં સાબિત થયા શહેંનશાહ

શાહ ખરા અર્થમાં સાબિત થયા શહેંનશાહ

ચૂંટણીની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારની કમાન અમિત શાહને સોંપવામાં આવી અને તેમણે આ જવાબદારીને દિલથી નિભાવી. ઉત્તર પ્રદેશમાં ભાજપના કાર્યકર્તાઓ જુસ્સો આત્મવિશ્વાસ ભરીને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જીવ પુરી દિધો. અને તેમની આ મહેનતના પરિણામે આજે ભાજપે ઉત્તર પ્રદેશમાં 70 જેટલી વધુ સીટો પર વિજય અપાવી ખરા અર્થમાં શહેંનશાહ સાબિત થયા.

ઉત્તર પ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો

ઉત્તર પ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો

ઉત્તર પ્રદેશમાં અમિત શાહે કરેલા ચૂંટણી પ્રચારના આયોજનના લીધે ભાજપે સપા અને બસપાના ગઢ માનવામાં ઉત્તર પ્રદેશમાં 70 જેટલી સીટો પર ભગવો લહેરાવવામાં સફળતા મેળવી છે.

અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા

અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં માત્ર પાંચ થી છ સીટોથી સંતોષ માનવો પડ્યો હતો કારણ કે ઉત્તર પ્રદેશને સપા-બસપાનો ગઢ માનવામાં આવે છે. પરંતુ અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળ્યા બાદ ઉત્તર પ્રદેશની જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો અને ભાજપને 70 જેટલી સીટો અપાવી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વિકાસ અને માત્ર વિકાસ

વિકાસ અને માત્ર વિકાસ

ઉત્તર પ્રદેશમાં સપા-બસપા જાતિ અને ધર્મના નામે રાજકારણ રમી વોટ મેળવતી હતી. પરંતુ ભાજપ સરકારે ઉત્તર પ્રદેશમાં આ પરંપરાને તોડીને વિકાસના એજંડા પર ચૂંટણી અભિયાન શરૂ કર્યું અને લોકોને વિશ્વાસ અપાવ્યો કે ઉત્તર પ્રદેશનો પણ વિકાસ ગુજરાતની માફક કરવામાં આવશે. અને જનતાએ ભાજપમાં વિશ્વાસ મુકતાં સાબિત કરી બતાવ્યું કે ઉત્તર પ્રદેશની જનતા વિકાસ અને માત્ર વિકાસ ઝંખે છે.

મુલાયમ સિંહની પાર્ટીના માઠા પરિણામો

મુલાયમ સિંહની પાર્ટીના માઠા પરિણામો

ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીનું ખાસ્સું એવું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ઉત્તર પ્રદેશની જનતાએ તેમનો સાથ ન આપતાં સમાજવાદી પાર્ટીને માત્ર 4 થી 5 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. સમાજવાદી પાર્ટી માટે આ પરિણામો માઠાં સાબિત થયા છે.

English summary
Narendra modi election campaign give responsibility to Amit Shah and Amit Shah taken the responsibility to abide. bjp really eliminated to Congress and SP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more