શિવાજીના જીવનના આ સવાલોનું રહસ્ય આજે પણ અકબંધ!

Written By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્ર સરકાર તરફથી 19 ફેબ્રુઆરીના રોજ વીર પુત્ર શિવાજીની જન્મજયંતિ ઉજવાય છે. છત્રપતિ શિવાજીની ગૌરવ ગાથા ઇતિહાસ ના અનેક પુસ્તકોમાં આલેખાઇ છે, આમ છતાં આજે પણ હજુ કેટલાક સવાલો એવા છે, જેના જવાબ આજે પણ સમાજના બુદ્ધિમાન વર્ગ અને ઇતિહાસકારો શોધી રહ્યાં છે.

એ કયા સવાલો છે, જેની પાછળનું રહસ્ય આજે પણ યથાવત છે, આવો જાણીએ..

શિવાજીની તલવાર આજે ક્યાં છે?

શિવાજીની તલવાર આજે ક્યાં છે?

શિવાજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં તલવાર જોવા મળે છે, કહેવાય છે કે, આ તલવાર પર 10 હીરા જડેલા હતા, જે અત્યારે લંડનમાં છે. કહેવાય છે કે, આ તલવાર પ્રિંસ ઓફ વેલ્સ એડવર્ડ સપ્તમને નવેમ્બરમાં તેમની ભારત યાત્રા દરમિયાન મળી હતી. કોલ્હાપુરના મહારાજે તેમને ઉપહાર તરીકે આ તલવાર આપી હતી. એ પછી ક્યારેય આ તલવારને પાછી લાવવાનો પ્રયાસ નથી થયો.

શિવાજીનો જન્મ ક્યારે થયો હતો?

શિવાજીનો જન્મ ક્યારે થયો હતો?

ઇતિહાસમાં શિવાજીનો જન્મદિવસ હજુ સુધી સ્પષ્ટ નથી. કહેવાય છે કે, તેમની જન્મતિથિ 6 જૂન 1674 છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે 19 ફેબ્રુઆરીનો દિવસ શિવાજીના જન્મદિવસ તરીકે ઉજવે છે. મહારાષ્ટ્ર સરકાર અનુસાર, શિવાજીનો જન્મ વર્ષ 1630માં 19 ફેબ્રુઆરીના રોજ થયો હતો.

શિવાજીના ઘોડાનું નામ શું હતું?

શિવાજીના ઘોડાનું નામ શું હતું?

શિવાજીની છબી હોય કે મૂર્તિ, તેઓ હંમેશા એક ઘોડા પર સવાર થયેલા જોવા મળે છે. ઇતિહાસમાં પણ તેમના ઘોડાનું વર્ણન છે, પરંતુ તેમના ઘોડાના નામ અંગે ઘણા મતભેદો છે. કેટલાક કહે છે કે, તેમના ઘોડાનું નામ વિશ્વાસ હતું તો કેટલાક કહે છે કે તેમના ઘોડાનું નામ કૃષ્ણા હતું.

શિવાજીનું નિધન ક્યારે થયું હતું?

શિવાજીનું નિધન ક્યારે થયું હતું?

કહેવાય છે કે, ત્રણ સપ્તાહ બીમાર રહ્યાં બાદ વર્ષ 1680ના એપ્રિલ માસમાં શિવાજીનું નિધન થયું હતું. પરંતુ ઇતિહાસકારોમાં આ અંગે પણ ઘણા મતભેદો છે.

શિવાજીના નિધન બાદ તેમની પત્ની સાથે શું થયું?

શિવાજીના નિધન બાદ તેમની પત્ની સાથે શું થયું?

શિવાજીની બે પત્નીઓ હતી, સોયરાબાઇ(મોહિતે) અને પુતલાબાઇ(પાલકર). કેહવાય છે કે, શિવાજીની બીજી પત્નીને તેમના નિધન બાદ જેલમાં કેદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને ફાંસીની સજા કરવામાં આવી.

English summary
Shivaji Jayanti, the birth anniversary of Chhatrapati Shivaji Maharaj, is being celebrated on 19 February. Here are unkown facts about the ruler.
Please Wait while comments are loading...