સચિને સંન્યાસ લઇ લીધો પરંતુ અડવાણીએ કેમ નહી?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં સતત થયેલા સંઘર્ષ બાદ અંતે લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર માટે ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. લાલકૃષ્ણ અડવાણીની નારાજગી પર મીડિયામાં પણ સતત સમાચારો ચાલ્યા, પરંતુ જ્યારે જનતાને પૂછ્યું તો જવાબ મળ્યો- ''લાલકૃષ્ણને અડવાણીને રાજકારણમાંથી સંન્યાસ લેવો જોઇએ, જ્યારે સચિન તેંડુલકરે યોગ્ય સમય પર ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો તો લાલકૃષ્ણ અડવાણી કેમ સંન્યાસ લેતા નથી!''

અમે અમારા વાચકોને પ્રશ્ન કર્યો હતો કે લાલકૃષ્ણ અડવાણીએ શું કરવું જોઇએ? બે વિકલ્પ હતા- રાજકારણમાંથી રિયાયરમેન્ટ અથવા રાજકારણમાં રહીને નરેન્દ્ર મોદી માટે પરેશાની બની રહેવું જોઇએ. સમાચાર લખવામાં આવી રહ્યાં છે ત્યાં સુધી 17,812 વોટ પડી ચૂક્યાં હતા. જેમાંથી 76 ટકા (13,525) લોકોએ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીએ સંન્યાસ લેવો જોઇએ. તો 4,289 (24 ટકા)એ બીજા વિકલ્પ પર બટન દબાવ્યું હતું. પોલ હજુ ખુલ્લો છે.

જનતાના આ મતથી સ્પષ્ટ થાય છે કે હવે તે લાલકૃષ્ણ અડવાણીને ભાજપની કોર ટીમમાં જોવા માંગતા નથી. આનાથી ક્યાંક ને ક્યાંક સંદેશ જાય છે કે લાલકૃષ્ણ અડવાણી આ વખતે લોકસભાની ચૂંટણીમાં હાર પણ શકે છે, કારણ કે કોંગ્રેસ અથવા અન્ય કોઇ પાર્ટીએ મજબૂત યૂવા નેતા તેમના વિરૂદ્ધ ઉભો કરી દિધો તો લાલકૃષ્ણ અડવાણીને આકરી હાર મળી શકે છે.

કેમ ઓફર કરી ભોપાલની સીટ

કેમ ઓફર કરી ભોપાલની સીટ

ભાજપે લાલકૃષ્ણ અડવાણીને ભોપાલની સીટ ઓફર કરી હતી, પરંતુ તેમણે ગાંધીનગરથી લડવાનો નિર્ણય કર્યો. તેની પાછળ મોટું કારણ હતું મધ્ય પ્રદેશમાં ભાજપના જનાધરને વધુ મજબૂત કરવાનો. જો લાલકૃષ્ણ અડવાણી ભોપાલથી ચૂંટણી લડતાં તો મધ્ય પ્રદેશમાં ભાજપનો જનાધાર વધુ મજબૂત બની જતો. હકિકતમાં નરેન્દ્ર મોદીને વરાણસીથી ચૂંટણી લડાવવાનો આ જ હેતુ હતો. નરેન્દ્ર મોદીને કાશીથી ચૂંટણી લડાવવાથી આખા ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂતી મળશે.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

2009માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના સુરેશ પટેલને 1,21,747 વોટોથી હરાવ્યા હતા. તેમને 55% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

2004માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના જીએમ ઠાકોરને 2,17,138 વોટોથી હરાવ્યા હતા. તેમને 61% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1999માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના ટીએન સેશનને 1,88,944 વોટોથી હરાવ્યા હતા. તેમને 61% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1998માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના પીકે દત્તાને 2,76,701 વોટોથી હરાવ્યા હતા. તેમને 58% ટકા મત મળ્યા હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1996માં લાલકૃષ્ણ અડવાણી મેદાનમાં ઉતર્યા ન હતા.

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

ગાંધીનગરના ચેમ્પિયન છે અડવાણી

1991માં લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસના જીઆઇ પટેલને 1,25,679 વોટોથી હરાવ્યા હતા. તેમને 57% ટકા મત મળ્યા હતા.

English summary
Cricketer Sachin Tendulkar took retirement at right age, why not BJP's senior most leader LK Advani is thinking about.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X