• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું દિમાગમાં ચાલી રહી છે બ્રેકઅપની વાતો, જાણો આ પરિસ્થિતિમાં શું કરવુ

|

એક રિલેશનશિપમાં આવીને તમે અને તમારા પાર્ટનર એકબીજાને સમજવાની કોશિશ કરો છો. જ્યારે વ્યક્તિ ખૂબ નજીક આવી જાય છે તો તેની સારી વાતો સાથે તેની ખરાબ આદતો પણ જાણવા મળે છે.

સંબંધ ખતમ કરવા માટે પણ એટલો સમય લો

સંબંધ ખતમ કરવા માટે પણ એટલો સમય લો

એક સંબંધની શરૂઆતમાં વ્યક્તિ જેટલો સમય લે છે તેને ખતમ કરવા માટે પણ એટલો સમય લેવો જોઈએ. હકીકત જાણ્યા વિના કોઈપણ પરિણામ પર ન પહોંચવુ જોઈએ. જો તમે એ અસમંજસમાં છો કે સંબંધમાં પોતાના પાર્ટનરને ફરીથી મોકો આપવો જોઈએ કે નહિ તો અહીં તમને થોડી મદદ મળી શકે છે.

જ્યારે પાર્ટનર પોતે સ્વીકાર કરી લે ભૂલ

જ્યારે પાર્ટનર પોતે સ્વીકાર કરી લે ભૂલ

એવા બહુ ઓછા મોકા આવે છે જ્યારે ભૂલો પર કોઈનું ધ્યાન નથી જતુ પરંતુ જો તમારો પાર્ટનર પોતાની ભૂલોની જવાબદારી લે તો આ તેની નિષ્કપટતા દર્શાવે છે. પોતાની ભૂલનો અહેસાસ કરવો અને તેને સ્વીકાર કરવુ સરળ કામ નથી હોતુ. જો તમારા પાર્ટનર આવુ કરે તો તે બીજો મોકો મેળવવાને હકદાર છે.

આ પણ વાંચોઃ કોણે લખ્યા હતા એ 13 રજિસ્ટર, બુરાડી કેસમાં એક વર્ષ બાદ હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો મોટો ખુલાસો

જ્યારે વાત હોય વિશ્વાસ, સમ્માન અને વફાદારીની

જ્યારે વાત હોય વિશ્વાસ, સમ્માન અને વફાદારીની

એક સંબંધ માત્ર અને માત્ર પ્રેમ પર ટકી ન શકે. રિલેશનશિપમાં ભરોસો, સમ્માન અને નિષ્ઠા હોવી જરૂરી હોય છે. તમારા પાર્ટનરે જે કર્યુ તેનાથી તમારી નજરમાં તેનુ સમ્માન ઘટી ગયુ છે? કે ભરોસાની દોરી તૂટી જવા જેવુ અનુભવાયુ છે? આ બધા બિંદુઓ પર ધ્યાનપૂર્વક વિચારો. જો તમને લાગતુ હોય કે તમારા સંબંધનો પાયો હજુ પણ પહેલાની જેમ મજબૂત છે તો પાર્ટનરને બીજો મોકો આપવામાં કંઈ ખોટુ નથી.

શબ્દોના બદલે પાર્ટનરનુ વર્તન કહે છે ઘણુ બધુ

શબ્દોના બદલે પાર્ટનરનુ વર્તન કહે છે ઘણુ બધુ

ઉતાવળમાં આવીને સંબંધ ખતમ કરવાનો નિર્ણય ન લો. તેના બદલે થોડો સમય લો અને ઑબ્ઝર્વ કરો. જો તમારા પાર્ટનરે પોતાને બદલવાનું વચન આપ્યુ હોય અને તેના વર્તનમાં પરિવર્તન જોવા મળતુ હોય તો તે સારા સંકેત છે. માની લો કે તે પહેલા પૈસા અંગેની માહિતી તમારી સાથે શેર નહોતા કરતા પરંતુ હવે તે પોતાના આ આદતમાં સુધારો લાવી રહ્યા છે તો તેને માફ કરવા ખોટા નથી.

જ્યારે બંને સંબંધને આગળ વધારવા ઈચ્છતા હોય

જ્યારે બંને સંબંધને આગળ વધારવા ઈચ્છતા હોય

એ વ્યક્તિને બીજો મોકો મળવો જોઈએ જે હકીકતમાં પોતાની ભૂલ સ્વીકારે છે અને પોતાના સંબંધને આગળ વધારવા ઈચ્છે છે. જ્યારે તમે પોતાના પાર્ટનરને બીજો મોકો આપો છો તો તેનો અર્થ એ કે તમે પણ પોતાના સંબંધનું ભવિષ્ય જોઈ રહ્યા છો. જ્યારે પોતાના સંબંધ વિશે તમારા બંનેના વિચાર એક જેવા છે તો પોતાના પાર્ટનરને બીજો ચાન્સ આપવો જોઈએ.

પોતાના મનનો અવાજ સાંભળો

પોતાના મનનો અવાજ સાંભળો

જ્યારે આપણે કોઈ રિલેશનશિપમાં હોઈએ છીએ ત્યારે આપણે પોતાની ભાવનાઓ પર ભરોસો રાખવો જોઈએ. ઘણી વાર જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેની સામે આખી દુનિયા ઉભી થઈ જાય છે પરંતુ ત્યારે તમારે તમારા મનનો અવાજ સાંભળવો જોઈએ. બની શકે કે એક વાર માટે તમે પણ ખોટા હોઈ શકો પરંતુ પાર્ટનર પર તમારો વિશ્વાસ તેને બદલવા માટે પ્રેરિત કરી શકે છે.

કારણ નથી બહુ મોટુ

કારણ નથી બહુ મોટુ

ઘણી વાર એક ભૂલનુ પરિણા કોઈ ગુનાથી પણ વધુ મળી જાય છે. દર વખતે ભૂલનો અર્થ એ નથી હોતો કે સંબંધ જ ખતમ કરી દેવામાં આવે. તમે તમારો પૂરો સમય લો અને આ વિશે વિચારો. શું તમારા પાર્ટનર ઘટનાના શિકાર બન્યા છે? જે ઘટના બની શું એવુ પહેલી વાર થયુ છે? તમે સ્થિતિનુ વિશ્વેષણ કરો અને ઉતાવળ ના કરો. જો તમને લાગતુ હોય કે પાર્ટનકનો આ માત્ર ઝૂકાવ હતો અને આવુ ફરીવાર નહી થાય તો તમે તેને જરૂર માફ કરી શકો છો.

English summary
Here's a little help to understand the signs that say you need to forgive your erring partner and restore the lost trust and respect.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X