For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે આ સંબંધમાં યુઝ તો નથી થઈ રહ્યાને? આ ઈશારાથી સમજો

જ્યારે તમે સંબંધના નામે યુઝ થઈ રહ્યા હોય ત્યારે આવા સંબંધોથી ખુદને બચાવવા માટે અહીં અમુક સંકેત બતાવ્યા છે જે તમારે જરુર વાંચવા જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ક્યારેક-ક્યારેક સંબંધોને ઉંડાણપૂર્વક અનુભવતા તમે જાણતા હોય કે તમારી સાથે કંઈક ખોટુ થઈ રહ્યુ છે કે તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ભાવના તમને અસુરક્ષિત બનાવવા સાથે જ તમને કમજોર પણ બનાવી શકે છે કારણકે કોઈ પણ વ્યક્તિ માત્ર બીજાના ફાયદા માટે ઉપયોગ થવાનુ પસંદ નથી કરતા. જ્યારે તમને લાગતુ હોય કે બીજાની જરુરિયાત તમને લઈને પૂરી થઈ ગઈ છે ત્યારે તમને લાગે છે કે તે તમારો ગમે ત્યારે ત્યાગ કરી શકે છે. તો આ રીતના સંબંધોથી ખુદને બચાવવા માટે અહીં અમુક સંકેત બતાવ્યા છે જે તમારે જરુર વાંચવા જોઈએ.

તમે જ દર વખતે ચૂકવણી કરો છો

તમે જ દર વખતે ચૂકવણી કરો છો

લંચ, ડિનર,, હાઈ ટી, શૉપિંગ વગેરેના અંતમાં બિલોની ચૂકવણી તમે જ કરો છો. એ નાની રકમ ચૂકવે છે પરંતુ તમારે મોટી રકમ ચૂકવવી પડશે. જો તમે પહેલેથી જ આના પર ચર્ચા ન કરી હોય ત્યાં સુધી એ એક મુખ્ય સંકેત છે કે તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બસ એક વાર એ કહેવાનો પ્રયત્ન કરો કે તમે બિલની ચૂકવણી નહિ કરી શકો અને તેની પ્રતિક્રિયા જુઓ. એ તમને જણાવી દેશે કે તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એ સ્થિતિમાં પૈસા વિશે નહિ પરંતુ આ વ્યક્તિના પાલનપોષણ અને વ્યક્તિગત મૂલ્યોને પણ દર્શાવે છે.

એકતરફી વાતચીત

એકતરફી વાતચીત

એકાલાપ ક્યારેક-ક્યારેક બરાબર છે, કોઈ તેના વિશે વાત કરે કે અમુક વાર કરવામાં આવે તો તે ઠીક છે. જો કે જો મોટાભાગની વાતચીત તેમનાથી શરુ થાય અને તેમની સાથે જ સમાપ્ત થાય અને તમારે જે કહેવુ હોય એ વાતચીતનો હિસ્સો ન હોય કે સરળતાથી એક તરફ બ્રશ કરવામાં આવે તો તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તમે અંતમાં બચાવકર્તા બની જાવ છો

તમે અંતમાં બચાવકર્તા બની જાવ છો

એક કે બે વાર નહિ પરંતુ દર વખતે તમે બીજાના બચાવમાં આવી રહ્યા છો અને અને બીજો આવુ કરવાનુ બહાનુ બનાવી રહ્યો છે. તે એ વાતના સંકેત છે કે તમે આ એકતરફી રિલેશનમાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારી પરવા કોઈને છે એવુ તમને અનુભવાવુ જોઈએ, કોઈ તમારા માટે પણ ચિંતા બતાવી રહ્યુ છે તેવુ તમને પણ લાગવુ જોઈએ.

થેંક્યુ શબ્દનુ અસ્તિત્વ જ ન હોય

થેંક્યુ શબ્દનુ અસ્તિત્વ જ ન હોય

તમે ભલે ગમે તે કરો, જમવાનુ બનાવો, સફાઈ કરો, બાળકોને કોઈ જગ્યાએ લઈ જાવ, તેમના માતાપિતાની સારસંભાળ લો, તમને ક્યારેય કોઈ પ્રશંસા મળતી નથી. આ કોઈ પણ સંબંધ માટે બહુ ઝેરી હોય છે. બંને વ્યક્તિ તરફથી થોડો-ઘણો આભાર ખૂબ મહત્વપૂર્ણ છે. કોઈને બીજાનુ કામ કરવાનો અધિકાર નથી. દર બીજા દિવસે આભાર માનવાથી ખૂબ ફરક પડે છે.

તમારી ભાવનાત્મક જરુરિયાતો ક્યારેય પૂરી નથી થતી

તમારી ભાવનાત્મક જરુરિયાતો ક્યારેય પૂરી નથી થતી

એક રિલેશનમાં બે વ્યક્તિ સ્વચાલિત રીતે એકબીજાની ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપવા માટે હોય છે. જો કે આવુ ન થાય અને માત્ર કોઈની સાથે વાત કરવા માટે માત્ર તમે જ આમ કરી રહ્યા હોય તો તમારો સંબંધ યોગ્ય નથી.

English summary
Signs you are being used in a relationship in Gujarati, read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X