For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે શું છે સમાનતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે આજે જનતાના દિલમાં રાજ કરી રહ્યાં છે અને તેમની સાથે જોડાયેલી પ્રજાની આશાઓ. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની વિરાટતા કોઇનાથી છુપાયેલી નથી. સરદાર પટેલ અને વિવેકાનંદને પોતાની પ્રેરણા સ્ત્રોત માનનાર નરેન્દ્ર મોદી હાલના સમયમાં અતુલનીય ભલે હોય પરંતુ ધ્યાનપૂર્વક જોઇએ તો થોડા દાયકા પહેલાં ભારતને એક એવી જ વિરાટ વ્યક્તિત્વને જોયું હતું, જેમાં આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પનો જુસ્સો ભરેલો હતો તે વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ ગાંધી પરિવારની મજબૂત કડી, કોંગ્રેસની શક્તિ અને ભારતની ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતી.

કંઇક તો હતું તેમનામાં જે સ્વંય નરેન્દ્ર મોદીએ પણ ક્યારેય તેમની ટીકા કરી નહી. આજે નરેન્દ્ર મોદી આકરા શબ્દોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ટીકા કરે છે, પરંતુ ઇન્દિરા ગાંધી તેમના આકરા શબ્દોના શિકાર બન્યા નથી. આપણે એમ ન કહી શકીએ કે નરેન્દ્ર મોદીની પ્રેરણા ઇન્દિરા ગાંધી છે પરંતુ એ ચોક્કસ કહી શકીએ કે ભલે નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ સ્તર પર નહી પરંતુ ઘણા પ્રકારે ઇન્દિરા ગાંધી મેળ ખાય છે.

નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર 2014 ઇન્દિરા ગાંધીના ચૂંટણી પ્રચાર 1971થી કેટલીક હદે સમાનતા ધરાવે છે. સૌથી મોટી સમાનતા જોવા મળે છે જે એ છે કે જેમ કે ઇન્દિરા ગાંધીએ સત્તાનો પાવર મેળવવા માટે જનશક્તિ પર વિશ્વાસ કર્યો. તે જનતા વચ્ચે ઉતર્યા, જનતાના સાર્વજનિક જીવન સાથે જોડાયા તે જ પ્રમાણે જનપક્ષધરતાની ચેતના આપણને નરેન્દ્ર મોદીમાં જોવા મળે છે. આજે નરેન્દ્ર મોદી પોતાની રેલીઓ કરતાં વધુ જનતા સાથે જોડાતા જોવા મળી રહ્યાં છે. તે જનસમર્થન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે, તેમના માટે પણ સત્તાને જીતવા માટે જનતાના દિલને જીતવા સૌથી મહત્વપૂર્ણ છે.

નરેન્દ્ર મોદીની જન લહેર ક્યાંક ને ક્યાંક 1971ની ઇન્દિરા ગાંધીની જન લહેર સાથે મેળ ખાય છે. જે આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીએ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને તે જનતાનો વિશ્વાસ, તેમની આશાઓના મસીહા બની ગયા છે ઇન્દિરાજી જનતા પાસેથી આ જ વિશ્વાસની હકદાર બની અને સત્તા પર વિજયી થઇ.

પાર્ટીના નારા

પાર્ટીના નારા

થોડું ધ્યાન આપજો ચૂંટણીના નારા પર, આજનો નારો છે કોંગ્રેસ હટાવો, મોદી લાવો, દેશ બચાવો. અને 1971નો નારો હતો ગરીબી હટાવો, ઇન્દિરા લાવો, દેશ બચાવો.

બંનેની વિચારસણી

બંનેની વિચારસણી

આજે નરેન્દ્ર મોદીએ સ્વયંને ફક્ત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નહી પરંતુ ભાજપની વિચારસણીના પ્રતિનિધી તરીકે વ્યાપક-દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કર્યો છે. ઠીક તે જ પ્રમાણે ઇન્દિરા ગાંધીએ પણ કોંગ્રેસની વિચારની વિચારસણીનું વ્યાપક સ્તર પર પ્રતિનિધિત્વ કર્યું.

નવી ચેતના

નવી ચેતના

ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસને નવી દિશ આપી એવામાં નરેન્દ્ર મોદીએ પણ ભાજપને નવી દિશા, નવી ચેતના આપી.

પાર્ટીની શક્તિ

પાર્ટીની શક્તિ

ઇન્દિરા ગાંધી કોંગ્રેસની શક્તિ હતા, નરેન્દ્ર મોદી ભાજપની શક્તિ છે.

યુગ-યુગનો ફરક

યુગ-યુગનો ફરક

જેમ નરેન્દ્ર મોદીએ પોતાના મિશન 272 અને પોતાની જનચેતના રેલી દ્વારા ફક્ત 6 મહિનામાં આખા દેશ પર પ્રભુત્વ જમાવી લીધું છે તે જ પ્રમાણે 1971માં ઇન્દિરા ગાંધી પૂર્વ ટેલિવિઝન યુગમાં પણ પોતાની રેલીઓથી આખા ભારતમાં છવાઇ ગયા હતા અને એક નવું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

જાદુઇ આંકડાની ઇચ્છા

જાદુઇ આંકડાની ઇચ્છા

આજે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે નરેન્દ્ર મોદી પણ 2014ની ચૂંટણીમાં તે પ્રમાણે પૂર્વ બહુમતથી આંકડા સાથે જીતશે જેવી રીતે 1971માં ઇન્દિરા ગાંધીએ જીતી હતી.

પક્ષ ખાસ મહત્વ ધરાવતો નથી

પક્ષ ખાસ મહત્વ ધરાવતો નથી

નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી બંને જ પોતાના પક્ષની ભૌગોલિક સીમાથી ઉપર ઉઠીને પોતાના પ્રભુત્વનો વિસ્તાર તે ક્ષેત્રો સુધી કર્યો જે તેમના પકને વિજય માટે ખાસ મહત્વ ધરાવતો નથી.

પડકારો પસંદ

પડકારો પસંદ

નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું મહત્વ છે પડકારોનો સામનો કરવો ત્યારે તે ગુજરાતથી ઉપર ઉઠીને આખા ભારતની બાગડોર સંભાળવાની હિંમત ધરાવે છે આ જ પ્રમાણે ઇન્દિરા ગાંધીને પણ પડકારો પસંદ હતા.

લોકનાયક

લોકનાયક

જેવી રીતે નરેન્દ્ર મોદી આજે લોકનાયક છે પ્રજાના માનીતા છે એ જ પ્રકારે ઇન્દિરા ગાંધીની છબિ પણ લોકપ્રિય હતી.

યૂથ આઇકોન

યૂથ આઇકોન

આજે નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક સ્તર પણ અલગ-અલગ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે તે ભારતની સાંસ્ક્તિક આઇકોન બની રહ્યાં છે આ જ ખાસિયત આપણને ઇન્દિરા ગાંધીમાં જોવા મળતી હતી. તેમણે પણ અખિલ ભારતીય સ્તર પર ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું.

English summary
If you study the lives of Narendra Modi and Indira Gandhi, you will find many similarities between both of them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X