For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગમે તેટલી તૂ-તૂ મે-મે વધી જાય, પાર્ટનરને આવુ ક્યારેય ન કહેશો

આ લેખના માધ્યમથી જાણીએ કે પાર્ટનર સાથે જો ઝઘડો થઈ જાય તો પણ કઈ વાતો ગુસ્સામાં ન કહેવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

લગ્ન બાદ પતિ પત્ની જીવનભરના સફરમાં પાર્ટનર બની જાય છે. ભવિષ્યની આ યાત્રામાં ઘણી ખાટીમીઠી પળો આવે છે. આ દરમિયાન ક્યારેક મજાક, તો ક્યારેક રોમાન્સ અને ઘણી વાર નાની મોટી તકરાર પણ થાય છે. પરંતુ જ્યારે સામેવાળાની ઉણપો ગણાવવાની આદત બની જાય ત્યારે લગ્નની ગાડી ડગમગાવા લાગે છે. ઘણી વાર નાની વાત પર શરૂ થયેલી ચર્ચા મોટા ઝઘડાનુ રૂપ લઈ લે છે. ઝઘડા દરમિયાન વ્યક્તિ ઘણી વાર એવુ કહી દે છે જે દામ્પત્ય જીવનના પાયા પર જ સવાલ ઉભા કરી દે છે. આ લેખના માધ્યમથી જાણીએ કે પાર્ટનર સાથે જો ઝઘડો થઈ જાય તો પણ કઈ વાતો ગુસ્સામાં ન કહેવી જોઈએ.

બધી ભૂલ તારી જ છે

બધી ભૂલ તારી જ છે

તમે કોઈ પણ ભૂલ માટે માત્ર પોતાના પાર્ટનરે જ એકલા જવાબદાર ના ગણાવશો. તમે ચર્ચા દરમિયાન પોતાની પતિ કે પત્નીને ગુનેગાર ન માનો. પોતાનુ દિમાગ શાંત રાખીને સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો.

અલગ થઈ જવુ જ સારુ છે

અલગ થઈ જવુ જ સારુ છે

તમે કોઈ વ્યક્તિને પોતાનો પાર્ટનર માનો છો તો એનો અર્થ છે કે તમે તેની સાથે તમારી આવનારી આખી જિંદગી વિતાવવા ઈચ્છો છો. એક નાના ઝઘડા બાદ અલગ થવાની વાત કહીને તમે પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છો. તમે ભલે ગુસ્સામાં અલગ થવાની વાત કહી હોય પરંતુ તમારા પાર્ટનરને આ વાત ખરાબ લાગી શકે છે.

આ પણ વાંચોઃ અર્જૂન રામપાલ અને પત્ની મેહર જેસિયાના છૂટાછેડા, 21 વર્ષના સંબંધ બાદ તૂટ્યુ ઘરઆ પણ વાંચોઃ અર્જૂન રામપાલ અને પત્ની મેહર જેસિયાના છૂટાછેડા, 21 વર્ષના સંબંધ બાદ તૂટ્યુ ઘર

તુ ચૂપ રહે, મારી વાત સાંભળ

તુ ચૂપ રહે, મારી વાત સાંભળ

એવુ જરૂરી નથી કે તમે દરેક વખતે સાચા જ હોય અને તમારો પાર્ટનર દરેક વખતે ખોટો. તમે માત્ર પોતાનો પક્ષ જ ના રાખશો. પોતાના પાર્ટનરને પણ બોલવાનો મોકો આપો અને તેની વાત પણ સાંભળો. એક સંબંધ જાળવી રાખવામાં તમારા બંનેનુ સમાન યોગદાન જરૂરી છે. તમારા બંનેનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે પરંતુ સંબંધને હસીખુશીથી જીવવુ જ મહત્વનો હેતુ છે.

ગઈ વખતે પણ તારી જ ભૂલ હતી

ગઈ વખતે પણ તારી જ ભૂલ હતી

તમારો પારો ભલે ગમે તેટલો ચડી જાય પરંતુ તેમછતાં તમે તમારા પાર્ટનરની જૂની ભૂલોને વચમાં ન લાવશો. તમારા પાર્ટનર માટે આ ઘણુ દુઃખદ હોઈ શકે છે. તમારા બંનેનો ઝઘડો ખતમ થવાના બદલે વધતો જશે અને તમારો સંબંધ પણ નબળો પડી જશે.

તુ બદલાઈ ગયો છે, હવે પહેલા જેવો નથી રહ્યો

તુ બદલાઈ ગયો છે, હવે પહેલા જેવો નથી રહ્યો

એક રિલેશનશિપમાં તમે બંને પોતાની મરજીથી આવ્યા છો. એકબીજાને જાણ્યા સમજ્યા બાદ જ પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો માટે પોતાના પાર્ટનર પર શંકા કરવી તમારી ભૂલ હોઈ શકે છે. તુ બદલાઈ ગયો છે, તારુ વર્તન પહેલા જેવુ નથી રહ્યુ - આ રીતની વાતો તમારા પાર્ટનરને નિરાશ કરી શકે છે. લડતી ઝઘડતી વખતે આ રીતની વાત કરવાથી બચો જેથી તમારા પાર્ટનરની ભાવનાઓને ઠેસ ના પહોંચે.

English summary
some important Things You Should Never Say During A Fight With Your Partner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X