For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પુરુષોની નજરમાં કેવી હોય છે આદર્શ ગર્લફ્રેન્ડની છબી

ઘણા અભ્યાસે આ વાતની પુષ્ટિ કરી છે કે અમુક એવી ખાસિયત અને આદતો હોય છે જે કોઈ છોકરીને રિલેશનશિપમાં વધુ સારી બનાવે છે. જો તમે આ વિશે જાણવા ઈચ્છતા હોય તો વાંચો આ આર્ટિકલ.

|
Google Oneindia Gujarati News

આ બહુ જ સામાન્ય વાત છે કે તમે પોતાના પાર્ટનરની નજરમા બેસ્ટ ગર્લફ્રેન્ડ બનવા ઈચ્છો છો. તમે આ વિશે વધુ માહિતી મેળવવા માટે ઘણી વાર પોતાની મિત્રોને પણ વાત કરો છે અને તેમની સલાહ લો છે. તેમની સાથે આ રીતની વાત કરવી ઘણી કમ્ફર્ટેબલ લાગે છે.

પાર્ટનર સાથે ઈમાનદાર રહેવુ

પાર્ટનર સાથે ઈમાનદાર રહેવુ

બધા પુરુષોને એક ત્રાજવે તોલવા યોગ્ય નથી અને આ વાત મહિલાઓ પર પણ લાગુ થાય છે. બધી વ્યક્તિની પોતાની અલગ ઓળખ અને ખાસિયત છે અને તે હંમેશા એક જેવી વસ્તુઓ પસંદ કરે એ જરૂરી નથી. જો કે અમુક વાતો એવી હોય છે જેના પર બધાનો મત એક થઈ જાય છે. ઘણા અભ્યાસે આ વાતની પુષ્ટિ કરી છે કે અમુક એવી ખાસિયત અને આદતો હોય છે જે કોઈ છોકરીને રિલેશનશિપમાં વધુ સારી બનાવે છે. જો તમે આ વિશે જાણવા ઈચ્છતા હોય તો વાંચો આ આર્ટિકલ. તમે એ વાતનુ ધ્યાન રાખો કે તમને અહીં બતાવવામાં આવેલી બધી વાતોને ફોલો કરવાની જરૂર નથી. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે પોતાના પાર્ટનર સાથે ઈમાનદાર રહેવુ.

આત્મ સમ્માન અને ગરિમાને જાળવી રાખો

આત્મ સમ્માન અને ગરિમાને જાળવી રાખો

તમે હંમેશા પોતાના આત્મ સમ્માન અને ગરિમાને જાળવી રાખો. સંબંધમાં પોતાને નીચા પાડી દેવાની જરૂર નથી. એક પુરુષ હંમેશા એ મહિલાના સંપર્કમાં રહેવા ઈચ્છે છે જે પોતાની મર્યાદા અને આત્મસમ્માન સાથે જીવતી હોય. રિલેશનશઇપમાં હોવા છતાં તમારે મજબૂતી અને આઝાદી ન ગુમાવવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે આ વસ્તુઓ સાથે સમજૂતી કરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચોઃ આ છે 2019નો સૌથી સેક્સી ફોટો, ડ્રીમ ગર્લ ફેમ નુસરત ભરુચાના હૉટ ફોટા વાયરલ

સામર્થ્ય અનુસાર તેની મદદ કરવા માટે રાજી

સામર્થ્ય અનુસાર તેની મદદ કરવા માટે રાજી

નિયંત્રણ કરવા અને સહાયક બનવા વચ્ચેના અંતરને જાણો. એક સંબંધ એક પાર્ટનરશિપની જેમ છે. તમે એ જાણો છો કે તમે જો કોઈ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં આવવાનો નિર્ણય કરો છો તો દરેક પ્રકારની સ્થિતિમાં પોતાના સામર્થ્ય અનુસાર તેની મદદ કરવા માટે તમે રાજી છો. તમે તેને સારુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. પરંતુ આ દરમિયાન એ વાતનુ ધ્યાન રાખો કે તમે એનુ મનોબળ વધારી રહ્યા છો નહિ કે તને નિયંત્રિત કરી રહ્યા છો.

તેમને પોતાના માટે સમય આપો

તેમને પોતાના માટે સમય આપો

જ્યારે તમે કોઈ વ્યક્તિ સાતે પોતાના સંબંધની શરૂઆત કરો છો ત્યારે તમે એ વ્યક્ત સાથે પોતાની જિંદગી વિતાવવાનો નિર્ણય લો છો. પરંતુ આનો એ અર્થ નથી કે તમે ખુદને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ખતમ કરી લો. તમારી ખુદની પ્રાઈવસી અને પર્સનલ લાઈફ છે. તમારે આ જ વાત પોતાના પાર્ટનર માટે પણ વિચારવી જોઈએ. તેના વ્યક્તિગત જીવન અને પર્સનલ સ્પેસ વિશે પણ વિચારવુ જોઈએ.

કોઈ પણ ચર્ચા અને ઝઘડાને એક વયસ્કની જેમ નિપટાવવાની કોશિશ કરો. તમે અને તમારો બૉયફ્રેન્ડ દરેક મુદ્દાને એક જેવા દ્રષ્ટિકોણથી ન જોઈ શકો અને એમાં કંઈ ખોટુ પણ નથી. તમે તેમની દરેક વાતથી સંમત ન હોઈ શકો. પરંતુ જ્યારે પણ તમારા બંને વચ્ચે કોઈ લડાઈ ઝઘડો થાય તો બહેતર રહેશે કે તેને તમે એક સમજદાર વ્યક્તિની જેમ ઉકેલશો, નહિ કે બાલીશતા બતાવીને પોતાના પાર્ટનરને દુઃખી કરો.

પોતાના ઈન્ટરેસ્ટ અને પેશનનો અંત ના કરો

પોતાના ઈન્ટરેસ્ટ અને પેશનનો અંત ના કરો

તમે એક રિલેશનશિપમાં આવી ચૂક્યા છો તો એનો અર્થ એ નહિ કે તમે પોતાની ઓળખ ગુમાવી દો. તમે અંદરથી શું છો એ તમને ખબર હોવી જોઈએ. તમે એક એવી મહિલા તરીકે ઓળખાવી જોઈએ જેનુ ખુદનુ કોઈ પેશન હોય. તમે પોતાના સંબંધને દોષ આપીને પોતાના સપનાઓને છોડી ન શકો. તમને જેમાં ખુશી મળતી હોય તેને ચાલુ રાખો.

English summary
some specific traits and habits that make for a great girlfriend in relationships.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X