રોજ સવારે ઉઠતાં જ લો પ્રભુનું નામ અને દિવસ બનાવો આસાન

Posted By:
Subscribe to Oneindia News

આદ્યાત્મિક જાગૃતિ હંમેશા પોતાના શરીર, મન અને આત્માને યોગ્ય રીતે સમજવાનો એક માર્ગ હોય છે. અત્યારે નહી તો કાલે આપણે બધા આદ્યાત્મિક માર્ગે ચાલવાનું જરૂર શરૂ કરી દઇશું. વડિલો હંમેશા કહેતા આવ્યા છે, કે આપણે બધાને સવારે ઉઠીને ભગવાનું નામ લેવું જોઇએ જેથી આપણા દિવસની શરૂઆત સારી થાય અને આપણું બગડેલું કામ પણ સરળ બની જાય.

જ્યારે તમે તમારા વડિલોને સવારે પૂજા કરતાં જુઓ છો તો તમારા મનમાં પણ આ પ્રશ્ન જરૂર ઉદભવતો હશે કે આટલી સવાર સવારમાં શા માટે પૂજા કરે છે? સવારે ઉઠીને તમે કયું કામ સૌથી પહેલાં કરો છો, તે વધુ મહત્વનું નથી. "ॐ" ના જાયથી શારિરીક લાભ થાય છે.

કેટલાક લોકો સવારે ખરાબ સપનું જોઇને અથવા પછી પોતાના પાર્ટનર સાથે લડાઇ ઝઘડો કરતાં ઉઠે છે, જેથી તેમનો આખો દિવસ ખરાબ પસાર થાય છે. દરરોજ સવારે મનની શાંતિ માટે કેટલીક વસ્તુઓ જરૂરી છે, જે આ લેખમાં આપવામાં આવી છે. તો ધ્યાનથી વાંચો.

પોતાની હથેળીને ચૂમો

પોતાની હથેળીને ચૂમો

સવારે ઉઠતાં જ પોતાની હથેળીને જરૂર ચૂમો કારણે આમ કરવાથી તમારું દિલ સારં બનશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે. દિવસભરની જે પણ પરેશાનીઓ અને વિધ્નો તમારા માર્ગમાં આવવાના હશે તે બધા ખતમ થઇ જશે.

ગણેશજીના નામનું રટણ

ગણેશજીના નામનું રટણ

કહેવામાં આવે છે કે જો સવાર-સવાર ગણેશ ભગવાનું નામ મનમાં બોલવામાં આવે તો તમે જે પણ કાર્ય કરવા જઇ રહ્યાં છો તે સારી રીતે પુરૂ થઇ જશે. દિવસ સારી રીતે પસાર થાય તે માટે ગણેશનું નામ જરૂર લો.

યોગા

યોગા

યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. યોગ ફક્ત શરીરને લચીલું બનાવે છે એટલું જ નહી યોગ મન તથા આત્માને પણ આલોકિત કરે છે. આ કરવાથી શરીરની અંદર ચક્ર ઉત્તેજિત થઇ જાય છે. શરીરને સ્ટ્રેચિંગ અને લાંબા શ્વાસ લેવાથી તમારું મિલન બ્રહ્માંડ સાથે થવા લાગે છે.

"ॐ"નો જાપ કરો

સવારે "ॐ" નો જાપ કરવાથી તન-મન સંપૂર્ણ રીતે તણાવમુક્ત થઇને શાંત થઇ જાય છે. જો તમને ગભરામણ અથવા બેચેની લાગે તો "ॐ" નો જાપ કરવાથી લાભ થશે.

English summary
It is said that you must do some spiritual things in the morning so as to have a good day ahead. Doing good things will help have a good day ahead. Here are a few spiritual things that you must do very morning.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.