Summer Tips : 9 રાજ્યોમાં હીટવેવ એલર્ટ, લૂ અને હીટ સ્ટોકથી બચવા કરો આ ઉપાય
Summer Tips : ભારતમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. આવામાં હવામાન વિભાગે 9 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં આવનારા દિવસો 50 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ તાપમાનમાં વધારો ક્લાઇમેટ ચેન્જને આભારી છે.
આવામાં તમારે ઉનાળામાં ગરમીથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળામાં લૂ એટલે કે હીટ સ્ટ્રોકનો શિકાર બની શકે છે. આવામાં તમારે લૂથી બચવા માટે આ ટીપ્સ અપનાવવી જોઇએ.

હંમેશા તમારી સાથે પાણી રાખો - હીટ સ્ટ્રોકથી બચવા માટે હંમેશા તમારી સાથે પાણી રાખો. એટલું જ નહીં, પાણી પીધા પછી જ ઘરની બહાર નીકળો, જેથી કરીને તમારા શરીર પર ગરમીની વધારે અસર ન થાય.
આ સાથે તમે હીટ સ્ટ્રોકથી બચવા માટે કેટલાક ઈલેક્ટ્રોલાઈટ પીણાં પી શકો છો. ફુદીનાનું પીણું, લીંબુનું શરબત અને ખસખસનું જ્યુસ બને તેટલું વધારે પીવો. આ જ્યુસ શરીરને સતત ડિહાઈડ્રેટ રાખે છે.
ખોરાકમાં આ વસ્તુનો ઉપયોગ વધારો - તમારા રોજિંદા ખોરાકમાં કાચી ડુંગળી, સત્તુ, ફુદીનો, વરિયાળી અને સાકરનું પ્રમાણ વધારવું. આ તમામ વસ્તુઓ તમારા પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સિવાય આ વસ્તુઓની ખાસ વાત એ છે કે, તેનું સતત સેવન શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે.
બેગમાં હંમેશા રાખો આ વસ્તુઓ - બેગમાં ટુવાલ, કેપ અને સનગ્લાસ રાખો. આ વસ્તુઓ તમારા શરીરમાં ઠંડક લાવવાનું કામ કરે છે. આ વસ્તુઓ હીટવેવથી બચાવે છે. તેમની મદદ સાથે, તમે તમારા માથા પર સનબર્ન થવાનું ટાળી શકો છો. તેની સાથે આંખો પર તેની અસર પણ ઓછી કરી શકાય છે.
ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો - ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા એ તડકા અને ગરમીથી બચવાનો સરળ ઉપાય છે. તેથી હળવા રંગના કોટન અને આરામદાયક કપડાં પહેરવાનો આગ્રહ રાખો. આ બાબતોનું ધ્યાન રાખો અને આ ઉનાળામાં પોતાને બીમાર પડવાથી બચાવો. આ સિવાય કોઈપણ લક્ષણો દેખાય કે, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
