For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના વિભિન્ન ભાગોમાં કેવી રીતે મનાવવામાં આવે છે નવરાત્રિ, જાણો

તહેવાર નાનો હોય કે મોટો લોકો પૂરા ઉત્સાહ અને જોશથી તેને મનાવે છે. જો કે આ તહેવારોને મનાવવાની તેમની રીત અલગ અલગ હોય છે.

|
Google Oneindia Gujarati News

દર વર્ષની જેમ આ વખતે પણ ઓક્ટોબર મહિનામાં શારદીય નવરાત્રિભારત પોતાના તહેવારો માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. અહીં દર મહિને કોઈને કોઈ તહેવાર જરૂરથી મનાવવામાં આવે છે. ભલે તે તહેવાર નાનો હોય કે મોટો લોકો પૂરા ઉત્સાહ અને જોશથી તેને મનાવે છે. જો કે આ તહેવારોને મનાવવાની તેમની રીત અલગ અલગ હોય છે પરંતુ ચારે તરફ તેની ધૂમ જોવાલાયક હોય છે.નો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. એક વાર માતા રાની પોતાના ભક્તોને દર્શન આપવા અને તેમના બધા કષ્ટોનું નિવારણ કરવા આવ્યા છે. દરેક જણ પોતાના શ્રદ્ધા ભાવથી માતાની ભક્તિમાં મગ્ન છે. નવ દિવસનો આ પર્વ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેમાં મા દૂર્ગાના નવ રૂપોની ઉપાસના કરવામાં આવે છે. બધા પોતાની રીતે માતાનું સ્વાગત કરે છે.

આ પણ વાંચોઃ Navratri 2018: જાણો, કઈ રીતે થયો મા દુર્ગાનો ઉદ્ભવઆ પણ વાંચોઃ Navratri 2018: જાણો, કઈ રીતે થયો મા દુર્ગાનો ઉદ્ભવ

નવ દિવસ સુધી ધામધૂમ

નવ દિવસ સુધી ધામધૂમ

ગુજરાતમાં લોકો નવ દિવસો સુધી ગરબા રમે છે તો પશ્ચિમ બંગાળમાં તે દુર્ગા પૂજા રૂપે પ્રસિદ્ધ છે તેમછતાં બધાનો ઉદ્દેશ્ય એક જ હોય છે અને તે છે દેવી માને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા. શારદીય નવરાત્રિ દર વર્ષે ઓક્ટોબર મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. (આને દેવી પક્ષ પણ કહેવામાં આવે છે) આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 10 ઓક્ટોબરે થઈ છે જે 18 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે. 19 ઓક્ટોબરે લોકો વિજયાદશમીનો તહેવાર મનાવશે. આ પર્વ મનાવવાની સૌની રીત અલગ હોય છે પરંતુ દરેક જગ્યાએ આની ધૂમ પૂરા નવ દિવસ સુધી રહે છે.

વિજ્યાદશમી

વિજ્યાદશમી

નવ દિવસો બાદ દશમી પર દશેરા કે વિજ્યાદશમી મનાવવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પ્રતિમાને નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. નવરાત્રિને દરેક દિવસનું એક અલગ જ મહત્વ હોય છે. આવો જાણીએ દેશના ખૂણે ખૂણે કેવી રીતે મનાવાય છે નવરાત્રિ.

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા

પશ્ચિમ બંગાળ અને બીજા પૂર્વી રાજ્યોમાં નવરાત્રિને દુર્ગા પૂજા રૂપે મનાવવામાં આવે છે. અહીં આ પર્વ છઠના દિવસે બોધન (માતાના આહવાન) થી શરૂ થાય છે અને દસમાં દિવસ સુધી ચાલે છે. આ જગ્યાએ દેવી દુર્ગાને દીકરી તરીકે પૂજવામાં આવે છે જે પોતાના સાસરિયેથી પિયર આવે છે.

ગુજરાતમાં ગરબા

ગુજરાતમાં ગરબા

ગુજરાતમાં માટીના ઘડાને ગરબાના પ્રતીક રૂપે રાખવામાં આવે છે જેની ચારે તરફ ગરબા રમવામાં આવે છે. આ એક પ્રકારનું પરંપરાગત નૃત્ય છે. ગરબા ઉપરાંત નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ડાંડિયા રાસ પણ ખૂબ લોકપ્રિય છે.

તમિલનાડુના બોમઈ ગોલુ

તમિલનાડુના બોમઈ ગોલુ

નવરાત્રિ આરંભ થતા જ અહીં પરંપરાગત ઢિંગલી જોવા મળે છે. આ ઢિંગલીઓને 7, 9 કે 11 ઑડ નંબરમાં લગાવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આ ઢિંગલીઓની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના ઘરોમાં દીવા કરે છે અને ભજન પણ ગાય છે.

બતુકમ્મા ઉત્સવ આંધ્રપ્રદેશ

બતુકમ્મા ઉત્સવ આંધ્રપ્રદેશ

જ્યાં પશ્ચિમ અને ઉત્તર રાજ્યોમાં આ તહેવારને લોકો ધૂમધામથી મનાવે છે ત્યાં દક્ષિણ રાજ્યોમાં આ પર્વને ખૂબ સામાન્ય રીતે મનાવવામાં આવે છે. ફૂલોના સાત પડથી ગોપુરમ મંદિરની આકૃતિ બનાવવામાં આવે છે. બતુકમ્માને મહાગૌરી રૂપે પૂજવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં નવરાત્રિ

મહારાષ્ટ્રમાં નવરાત્રિ

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ દરમિયાન અહીં એક અનોખી પરંપરા હોય છે જેમાં વિવાહિત મહિલાઓ એકબીજાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને સુહાગની વસ્તુઓ જેવી કે સિંદૂર, ચાંદલો, કુમકુમ વગેરેથી સજાવે છે.

કેરળમાં નવરાત્રિ

કેરળમાં નવરાત્રિ

કેરળમાં નવરાત્રિ માત્ર છેલ્લા ત્રણ દિવસોમાં મનાવવામાં આવે છે. અહીં લોકો પોતાના પુસ્તકો મા સરસ્વતીના ચરણોમાં મૂકીને જ્ઞાન અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરે છે. અહીંના લોકો આને ખૂબ જ શુભ માને છે.

આ પણ વાંચોઃ નવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિતઆ પણ વાંચોઃ નવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિત

English summary
Take a look at the Different Ways Of Celebrating Navratri in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X