પુરૂ ગામ ખાલી થઈ ગયુ પણ એકલો રહે છે એક બાળક, જાણો શું છે કારણ?
ગામડાના લોકો પર્યાવરણ વચ્ચે શાંતિથી રહેવા માટે જાણીતા છે. ગામડાના લોકોને પોતાની જગ્યા સાથે ખાસ લગાવ હોય છે અને તે કોઈપણ ભોગે ગામ છોડવા તૈયાર નથી થતા. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે.
સુંદર બીચ અને પહાડોની વાદીઓ હોવા છત્તા પણ આ ગામના લોકો ગામ ખાલી કરીને જતા રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં 90 ઘર છે અને માત્ર એક બાળક રહે છે. તે કોઈપણ ભોગે ગામ છોડવા તૈયાર નથી.

આ સાંભળીને તમને લાગતુ હશે કે આ ગામમાં કોઈ ભુત-પ્રેત હશે. જો કે એવુ નથી. પોર્ટલો નામનું આ જાણીતું ગામ ઈંગ્લેન્ડમાં આવેલુ છે. તે એક સુંદર જગ્યાએ સ્થિત છે અને પુરી સુવિધાઓ ધરાવે છે.
અહીં પ્રાકૃતિક ખીણ પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના રનસાઇસના ફોટો લેવા માટે ફોટોગ્રાફરો દૂર-દૂરથી આવે છે. આ પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં રજાઓ ગાળવા આવે છે. જો કે આમ છત્તા સ્થાનિકો જગ્યા છોડીને ભાગી રહ્યા છે.
અહેવાલો અનુસાર, અહીં મકાનના રેન્ટ ઘણા વધારે છે.જે લોકોના નામે આ મકાનો છે તે લોકો પહેલાથી જ ગામ છોડીને શહેરમાં છોડીને સ્થાયી થયા છે. આ મકાનો ભાડે આપવામાં આવી રહ્યા છે. પરંતુ ભાડુ ખૂબ મોંઘુ હોવાથી કોઇ લેવા તૈયાર નથી.
મોટાભાગના ઘરોમાં પ્રવાસીઓ આવે છે અને રોકાય છે અને મોટા પૈસા ચૂકવે છે. તાજેતરમાં પેરિશ કાઉન્સિલના અધ્યક્ષ લ્યુક ડનસ્ટોને આ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આપણે તેના પર ધ્યાન આપવું પડશેસ કારણ કે આ ગામ સ્વર્ગ જેવું લાગે છે અને તેને સાચવવું પડશે. અમે નથી ઈચ્છતા કે તે હાથમાંથી નીકળી જાય.
અહીં ઘર ખરીદવુ આસાન નથી. અહીં 2 બેડરૂમના કોટેજની કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધુ છે. જો તમે ત્રણ બેડરૂમનું ઘર ખરીદવા માંગો તો તેની કિંમત લગભગ 8.5 કરોડ રૂપિયા આસપાસ છે. આ કિંમતે લોકોને શહેરમાં બંગ્લો મળી જાય.
લ્યુક ડનસ્ટોને કહ્યું કે, આપણે લોકોની કમાણી કરવાની રીત બદલવી પડશે અને આ મકાનોની કિંમત ઘટાડવાનું પણ વિચારવું પડશે, જેથી લોકો ફરીથી આ મકાનોમાં પાછા ફરે. સ્વર્ગ જેવું લાગતું આ ગામ નરક ન બને.












Click it and Unblock the Notifications
