For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાળા-ગાળી અને અપમાન કરતા પતિ પાસે કેમ પાછી જાય છે મહિલાઓ?

મહિલાઓ શોષણનો શિકાર થવા છતાં અપમાન કરનારા પતિ સાથે રહેવાનુ ચાલુ રાખે છે. જાણો કારણ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણીવાર આપણે જોઈએ છીએ કે મહિલાઓ શોષણનો શિકાર થવા છતાં અપમાન કરનારા પતિ સાથે રહેવાનુ ચાલુ રાખે છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર થવા છતાં એક અપમાનિત લગ્નનો હિસ્સો બની રહે છે. ભારતમાં તો પોતાના પતિને છોડવાનુ લેબલ મહિલાઓ પર હોવાને હિંસાથી પણ મોટુ અપમાન માનવામાં આવે છે અને આ સામાજિક દબાણના કારણે ન ઈચ્છતા હોવા છતાં પણ ઘણી વાર પોતાના પતિ સાથે રહેવા માટે મહિલા મજબૂર થાય છે.

લાંબા સમય સુધી આવા પાર્ટનર સાથે રહેવુ જે તમારુ અપમાન અથવા શોષણ કરી રહ્યો હોય તો ઘણી વાર તમને એવુ લાગવા લાગે છે કે બધુ સામાન્ય જ છે પરંતુ એવા શું કારણ હોય છે જેના કારણે મહિલાઓ અપમાન સહન કરવા છતાં તેના શોષણકારી પતિ પાસે રહેવા જતી રહે છે. આવો, જાણીએ આવા અમુક કારણો વિશે.

ખુદને દોષ દેવો

ખુદને દોષ દેવો

મોટાભાગની મહિલાઓ ખુદને જ બધી સમસ્યાઓનુ કારણ માનવા લાગે છે. આવુ તેમને સમાજ દ્વારા બતાવવામાં આવે છે અથવા તે ખુદ જ વિચારવા લાગે છે. અપમાનજનક લગ્ન જીવનમાં તેમના આત્મવિશ્વાસને વારંવાર તોડવામાં આવે છે જેના કારણે તે ખુદને જ પોતાની સાથે થઈ રહેલ અપમાનનુ કારણ માનવા લાગે છે અને પતિને દોષી નથી સમજતી.

આદત પડી જવી

આદત પડી જવી

આવી સ્થિતિમાં જ્યાં પતિ વધુ નિયંત્રણકારી સ્વભાવના હોય, મહિલાઓ તેના નિયંત્રણને જ સામાન્ય માનવા લાગે છે. ગુસ્સો કે અપમાનને સામાન્ય માની લેવાથી ખોટી વસ્તુઓ પણ સાચી લાગવા લાગે છે. માટે તે શોષણ છતાં પોતાના પતિ સાથે રહેવાનુ ચાલુ રાખે છે અથવા થોડા દિવસ અલગ થયા બાદ પાછી તેની પાસે જતી રહે છે.

પોતાના પતિને બદલવાની આશા રાખવી

પોતાના પતિને બદલવાની આશા રાખવી

ઘણી મહિલાઓને એ આશા હોય છે કે તેનો પતિ થોડા સમયમાં બદલાઈ જશે અથવા તેના વ્યવહારમાં સુધારો આવી જશે. આવુ તે તેને પ્રેમ અથવા પોતાના વિશ્વાસના કારણે વિચારે છે માટે તે પોતાના પતિ વિરુદ્ધ જવા કે કંઈ બોલવાના બદલે તેની દેખરેખ અને ધ્યાનમાં જ ખુદને લગાવી દે છે એવી આશાએ કે કોઈ દિવસ તે બદલાઈ જશે.

ભવિષ્ય વિશે ચિંતા

ભવિષ્ય વિશે ચિંતા

મહિલાઓ એક હિંસક કે અપમાનજનક લગ્નમાં રહેવાનુ સૌથી મોટુ કારણ તેમની ભવિષ્ય વિશેની ચિંતા હોય છે. તે એ ઘરમાંથી નીકળીને એકલી જીવવા, જો બાળકો હોય તો તેમનુ પાલનપોષણ, ખુદની આર્થિક સ્થિતિ અને સામાજિક સુરક્ષા પ્રત્યે ઘણી ચિંતિત રહે છે. સમાજ શું કહેશે, તે કેવી રીતે બધુ જાતે સંભાળશે અને કોણ તેની સુરક્ષા કરશે એવા સવાલો તેને એક એવા સંબંધમાં જીવનભર જકડી રાખે છે જ્યાં તે રોજ અપમાનિત થાય છે.

English summary
These can be the reason behind women going back to their abusive husbands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X