For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ દેશમાં ક્યારે-ક્યારે થયા આતંકી હુમલા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જુલાઇ: પંજાબમાં થયેલા આતંકવાદી હુમલાએ એકવાર ફરી દેશને હચમચાવીને રાખી દીધો છે. આતંકવાદીઓએ એકવાર ફરીથી મુંબઇ હુમલાની યાદો તાજી કરી દીધી છે. મોત લઇને આવેલા આતંકીઓ નથી નાના ફૂલકાઓ પર રહેમ ખાતા કે લાચાર લોકોને પણ નથી છોડતા. તેમનો ધ્યેય માત્ર લોકોમાં આતંક પેદા કરવાનો હોય છે.

આ પહેલીવાર નથી થઇ રહ્યું કે જ્યારે ભારત આતંકના આ મંજરમાંથી પસાર થઇ રહ્યું હોય. આવો આપને એ 10 મોટા આતંકી હુમલાઓ વિશે જણાવીએ જેણે દેશમાં આતંકનો માહોલ પેદા કર્યો, હજારોના જીવ લીધા અને ક્યારેય નહીં ભૂલાય તેવું દુ:ખ આપ્યું.

આવો તસવીરોમાં જોઇએ દેશના 10 મોટા આતંકવાદી હુમલાઓ...

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મુંબઇમાં જુલાઇ 2006માં ટ્રેનોમાં 7 બોમ્બ વિસ્ફોટ થયા. આતંકવાદીઓએ ટ્રેનમાં ધમાકો કરીને 200થી વધારે લોકોને પોતાનો શિકાર બનાવ્યા. આ હુમલામાં 200થી વધારે લોકોના મોત થઇ ગયા જ્યારે 700 લોકો ગંભીર રીતે ગવાયા હતા.

મુંબઇ

મુંબઇ

મુંબઇ હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહી છે. નવેમ્બર 2008માં આતંકવાદીઓએ 3 દિવસો સુધી દહેશત મચાવી હતી. હોટલ તાજ અને છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન પર આતંકવાદીઓએ તાબડતોડ ગોળીબાર કર્યો. આ હુમલામાં 166 લોકોના મોત થઇ ગયા.

માલેગાવ

માલેગાવ

વર્ષ 2006માં માલેગાવમાં એક મસ્જીદમાં વિસ્ફોટ કરીને 30 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, જ્યારે 100થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

1993 મુંબઇ એટેક

1993 મુંબઇ એટેક

દેશના સૌથી મોટા આતંકી હુમલા તરીકે ઓળખાતા 1993ના મુંબઇ એટેક દ્વારા આતંકીઓએ 250થી વધારે લોકોના જીવ લીધા. આ હુમલામાં ઘણા હાઇ પ્રોફાઇલ લોગોના નામ સંડોવાયા હતા.

ઝાવેરી બજાર

ઝાવેરી બજાર

25 ઓગસ્ટ 2003માં આતંકવાદીઓએ એક સાથે ઝવેરી બજાર અને ગેટેવે ઓફ ઇન્ડિયાની પાસે કારોમાં વિસ્ફોટક રાખીને ધમાકો કર્યો. જેમાં 50 લોકોના મોત થઇ ગયો.

ટ્રેનોમાં સીરિયલ બ્લાસ્ટ

ટ્રેનોમાં સીરિયલ બ્લાસ્ટ

11 જુલાઇ 2006ના રોજ આંતકવાદીઓએ ટ્રેનોમાં વિસ્ફોટક રાખીને સતત 7 સીરિયલ બ્લાસ્ટ કર્યા, જેમાં લગભગ 209 લોકોના મોત થઇ ગયા.

અસમ

અસમ

30 ઓક્ટોબર 2008માં અસમમાં 18 આતંકવાદી હુમલાઓમાં ઓછામાં ઓછામાં 77 લોકો માર્યા ગયા.

નવી દિલ્હી

નવી દિલ્હી

13 સપ્ટેમ્બર 2008ના દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં આતંકવાદીઓએ બોમ્બ ધડાકા કર્યા. આ વિસ્ફોટોમાં 26 લોકોના મોત થયા હતા.

દિવાળી પર વિસ્ફોટ

દિવાળી પર વિસ્ફોટ

ઓક્ટોબર 2005માં દિલ્હીમાં દીવાળીથી એક દિવસ પહેલા આતંકવાદીઓએ બજારોમાં 3 વિસ્ફોટ કરીને 62 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

સંસદ પર હુમલો

સંસદ પર હુમલો

13 ડિસેમ્બર 2001માં આતંકવાદીઓએ દેશની સંસદને નિશાન બનાવી. આ હુમલામાં 9 પોલીસ કર્મીઓ અને સંસદ કર્મચારી માર્યા ગયા.

English summary
Four attackers dressed in Army uniform opened fire at a police station in Dinanagar in Punjab's. Here We show you the Top 10 biggest terror attack in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X