For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 સ્થળોએ લગ્ન માટે કરી શકો છો પ્રપોઝ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હકિકતમાં જ્યારે તમને એવું લાગે કે કોઇ તમારું જીવનસાથી બની શકે છે તો તમારે તમારા દ્રષ્ટિકોણમાં બે વાતોનું ગઠબંધન કરી દેવું જોઇએ. પહેલી વાત એ છે કે નિવેદન (લગ્નનો પ્રસ્તાવ મુકવા)ની પદ્ધતિ યોગ્ય હોવી જોઇએ અને બીજું પોતાની યોગ્ય રજૂઆત હોવી જોઇએ. જ્યારે તમે યોગ્ય રીતે લગ્નનો પ્રસ્તાવ મૂકો છો તો સ્વાભાવિક રીતે સામેવાળાના દિલને સ્પર્શી જાય છે. જો તમે તમારી રજૂઆત યોગ્ય રીતેક કરો છો તો તમારો પાર્ટનર સ્વાભાવિક રીતે આના પર ધ્યાન આપે છે.

કારણ કે લગ્ન એક મહત્વપૂર્ણ સંબંધ છે એટલા માટે તેને નિર્ધારિત કરતાં પહેલાં આપણે વાતાવરણનું મહત્વ સમજવું જરૂરી છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ તે સ્થળ છે જ્યાં તમે જીવનભર સાથે ચાલનાર એક સંબંધની શરૂઆત કરવા જઇ રહ્યાં છો.

આ વ્યક્તિની જરૂરિયાત પર નિર્ભર કરે છે કે તે પોતાની આત્મ પ્રસ્તુતીકરણના માધ્યમથી પ્રેમ પ્રસંગના નિમંત્રણનું વિસ્તાર ક્યાં સુધી કરવા માંગે છે. કોઇ નાજુક પરિસ્થિતીમાં લગ્નનો પ્રસ્તાવ રાખવાથી સાથીની સહમતિ તાત્કાલિક મળી ન શકે. લગ્નના પ્રસ્તાવ માટે જગ્યા નક્કી કરતાં પહેલાં ખૂબ યોજના અને વિચારવાની જરૂરિયાત હોય છે.

10 કેન્ડલ લાઇટ ડિનર

10 કેન્ડલ લાઇટ ડિનર

આ એ વાત પર નિર્ભર કરે છે કે તમારો જીવનસાથી કયા પ્રકારનો છે. જો તેને કેટલાક લોકો સાથે સમય વિતાવવો પસંદ છે તો તમે તેને કેન્ડલ લાઇટ ડિનર પર બોલાવી શકો છો. તમે કોઇ સારી રેસ્ટોરન્ટમાં તમે બંને માટે જગ્યા બુક કરાવી શકો છો તથા સાથે સમય વિતાવવા માટે તેને આમંત્રિત કરી શકો છો.

9 ઓફિસ

9 ઓફિસ

જો તે તમારી સહકર્મી છે તો ઓફિસ એક આદર્શ સ્થાન હોય શકે છે. બની શકે કે તમે એકબીજાને પ્રેમ કરતાં હોવ. તમારા સહકર્મી આ વિશે જાણે છે પરંતુ હકિકતમાં તે આ અત્યાર સુધીનું ખુલ્લુ રહસ્ય બનેલું છે.

સમુદ્ર કિનારો

સમુદ્ર કિનારો

સમુદ્ર કિનારો એક સુંદર સ્થળ છે. અહી તમે ભીડની સાથે અંગતપળો વિતાવી શકો છો. તે હકિકતમાં સમજી જશે કે તે એક નદીની માફક છે અને તેને પોતાના સમુદ્રમાં મળવું જ પડશે. તેને એક અદભૂત સમય બનાવો જેને તમે જિંદગીભર યાદ રાખી શકો.

લોન્ગ ડ્રાઇવ

લોન્ગ ડ્રાઇવ

જો તમે બંને લાંબા સમયથી એકબીજાને ઓળખો છો અને હવે જો તમે અનુભવો છો કે તેની સમક્ષ પ્રસ્તાવ મુકવાનો યોગ્ય સમય આવી ગયો છે તો તેની સમક્ષ લોન્ગ ડ્રાઇવ પર જવાનો પ્રસ્તાવ મુકી શકો છો. જ્યારે તમે ડ્રાઇવ કરી રહ્યાં હોવ તો તેનો હાથ તમારા હાથ લો અને તેને ધીમેથી ચુમો. ધીરેથી પ્રશ્ન પૂછો- ''ડાર્લિંગ શું હું તારો હાથ હંમેશા માટે પકડી શકું છું'?

મજેદાર પાર્ટી

મજેદાર પાર્ટી

જો તમારો પાર્ટનર ફન લવિંગ (જીંદાદિલ) હોય તો શું કરશો? તમારા બધા મિત્રોને પાર્ટીમાં સામેલ થવા માટે કહો. તમે બધાની હાજરીમાં તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકી શકો છો.

પિકનિકના સ્થળ પર

પિકનિકના સ્થળ પર

ઘણા એવા સ્થળ હોય છે જ્યાં તમે પિકનિક માટે જઇ શકો છો. કોઇ જંગલ અથવા પહાડવાળી જગ્યા યોગ્ય રહેશે. તમે બંને તમારા સંબંધીઓ સાથે પિકનિક પર જઇ શકો છો. લગ્નના પ્રસ્તાવ માટે તમે કેમ કવિતા લખો અને તેને બધાની સમક્ષ ગાવ. આ ગીતમાં તેના પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત થવો જોઇએ. પ્રત્યેક વ્યક્તિ તેને સાંભળી અને તેનો આનંદ ઉઠાવશે. જ્યારે તે તમારો જીવનસાથી બનવા માટે હાકારો પુરાશે તો તેની આંખોમાં આંસૂ આવી જશે.

સુંદર પાર્ક અથવા ઉદ્યાન

સુંદર પાર્ક અથવા ઉદ્યાન

શું તમે કોઇ પાર્ક અથવા ઉદ્યાનની બેંચ પર બેઠેલા જોડાને જોયું છે? તે એક બીજાથી થોડા અંતરે બેઠ્યા હોય છે. કલ્પના કરો કે તમે અને તમારો સાથે તે બેંચ પર બેઠ્યા છો અને તમે પ્રસ્તાવ મુકવા જઇ રહ્યાં છો. જ્યારે તમે પ્રસ્તાવ મુકો છો તો તે શરમાઇ જશે અને પોતાનો ચહેરો છુપાવવા લાગશે. એક પળમાં જ તમારા સાથી અને તમારા વચ્ચેની દૂરી ગાયબ થઇ જશે અને તે તમારી બાહોમાં આવી જશો. આ પ્રકારે થશે જાણે બે પ્રેમીઓના આત્માનું સ્વર્ગમાં મિલન થઇ રહ્યું હોય.

પવિત્ર સ્થાન

પવિત્ર સ્થાન

જો તમે ધર્મપારાયણ વ્યક્તિ છો, તો તમે પોતાના વિશ્વાસના સ્થળે પ્રેમનો પ્રસ્તાવ મુકી શકો છો. આ મંદિર, ચર્ચ અથવા અન્ય કોઇ સ્થાન હોય શકે છે. તમે તેને ત્યાં લઇ જઇ શકો છો તથા ભગવાનની હાજરીમાં એક વિંટી પહેરાવીને પ્રસ્તાવ મુકી શકો છો. આ પ્રકારે તમારા સાથીને તમારા પર પૂર્ણ વિશ્વાસ થઇ જશે.

ખુલ્લા આકાશ નીચે

ખુલ્લા આકાશ નીચે

ધુંટણે બેસીને તમે તમારા હાથને છાતી પર મુકીને પ્રસ્તાવ મુકી શકો છો. કહો 'પ્રિય શું તું મારી સાથે લગ્ન કરીશ? તે સહિષ્ણુ અને પ્રેમ કરનાર ધરતીની જેમ હસશે અને તમને પ્રેમની વર્ષા કરનાર આકાશના રૂપમાં સ્વિકાર કરી લેશે.

ફેમિલી ફંક્શનમાં

ફેમિલી ફંક્શનમાં

કેમ ના તમે તમારી મહિલા મિત્રને તમારા કોઇ પરિવારના ફંકશનમાં આમંત્રિત કરો. જો તમારા માતા પિતા સ્વતંત્ર વિચારસણી વાળા છે તો આ સારું રહેશે કે તેમની હાજરીમાં તમે તમારા સંબંધને વિધિસંગત બનાવી દો. આનાથી તમારા પરિવારના સભ્યોને તે વ્યક્તિને જોવાનો અવસર મળશે જેને તમે તમારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે.

English summary
Here are list of top places to propose marriage to your love. These romantic destinations are the right place for proposing marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X