For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 કાર એક્સેસરીઝ જે આપશે ઉનાળામાં ઠંડક

|
Google Oneindia Gujarati News

દુનિયાના કેટલાક દેશોમાં ગરમી કે ઉનાળાને ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. લોકો વધુમાં વધુ સમય બહાર ખુલ્લામાં અથવા સમુદ્રના કિનારે વીતાવે છે. તેઓ ગ્રુપ પીકનિકનો આનંદ ઉઠાવે છે. તેઓ એવા પ્રકારના કામ કરે છે કે જેથી તેમને વધારેમાં વધારે સૂર્યપ્રકાશમાં રહેવાની તક મળી રહે.

જો કે ભારતમાં સ્થિતિ અલગ છે. ભારતમાં ગરબી ખૂબ પડે છે આથી લોકો ગરમીથી અને સૂરજથી દૂર ભાગે છે. આવી સ્થિતિમાં ગરમીમાં કાર લઇને ફરવું પણ ગરમીની વધારે નજીક જવું એવી સ્થિતિ છે. આથી આપ પોતાની કાર એવી રીતે તૈયાર કરો કે ગરમીમાં આપને રાહત મળે.

આજકાલ માર્કેટમાં એવી અનેક કાર એક્સેસરીઝ ઉપલબ્ધ છે જે આપને ગરમીમાં રાહત રાખે અને ઠંડક આપે. આવી કેટલીક બેસ્ટ એક્સેસરીઝ આપના માટે લાવ્યા છીએ જે આપની કાર રાઇડને ઇઝી બનીવી શકે છે.

કાર કવર

કાર કવર


કારને જરૂર ના હોય ત્યારે તેને કવર ઢાંકી રાખવું જેથી કાર તાપમાં તપી ના જાય.

સનગ્લાસ હોલ્ડર

સનગ્લાસ હોલ્ડર


જો આપ સનગ્લાસ ક્યાં મુકવા તે વિચારીને થાકી ગયા હોવ તો આપ કારમાં સનગ્લાસ હોલ્ડર લગાવી શકો છો. આ હોલ્ડરથી તે પડીને તૂટી જવાનો ભય રહેતો નથી જેથી આપનું ધ્યાન કાર ચલાવવામાં જ રહે છે. તે અંદાજે રૂપિયા 350માં મળી રહે છે.

એસી કપ હોલ્ડર

એસી કપ હોલ્ડર


આ એક્સેસરી વધારે લોકપ્રિય થતી જાય છે. કારણ કે તે આપના કોલ્ડડ્રિંકને લાંબા સમય સુધી ઠંડુ રાખે છે. તેની બજાર કિંમત રૂપિયા 200થી શરૂ થાય છે.

ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ

ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ


જો આપની કારમાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ નથી તો આપ કૃષટેક નામની કંપનીનું ક્લાઇમેટ કન્ટ્રોલ ડિવાઇસ ઇન્સ્ટોલ કરી શકો છો. તે અંદાજે રૂપિયા 4000 અને તેથી વધુમાં આવે છે.

એર ફ્રેશનર

એર ફ્રેશનર


કાર એર ફ્રેશનર કારમાં રહેલી પરસેવા, માટીની દુર્ગંધને દુર કરે છે.

ડેશબોર્ડ કવર

ડેશબોર્ડ કવર


દર વખતે આપ આપની કારને છાયડામાં પાર્ક કરી શકતા નથી. જેના કારણે સૂર્યના કિરણ ડેશબોર્ડ પર પડે છે. જે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. ડેશબોર્ડ કવર સૂર્યકિરણોને શોષીને કારને ગરમ થતા અટકાવે છે.

સન શેડ્સ

સન શેડ્સ


સન શેડ્સ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે સૂર્ય પ્રકાશને કારમાં પ્રવેશ કરતા રોકે છે. જેથી કારમાં ઠંડક રહે છે.

કૂલર

કૂલર


કારની અંદર કોલ્ડ ડ્રિંક રાખવું અને તમે ઇચ્છો તેટલું ઠંડુ રાખવું હવે અઘરું નથી. વિવિધ આકારમાં મળતા કાર કૂલર 12 વોટના સોકેટમાં લાગી જાય છે. આ ઉપરાંત કાર ફ્રીઝર પણ મળે છે. કાર કૂલરની કિંમત રૂપિયા 4500થી શરૂ થાય છે.

સન સ્ક્રીન

સન સ્ક્રીન


સન સ્ક્રીન હવે માત્ર લક્ઝરી કાર્સમાં નહીં પણ સામાન્ય કાર્સમાં પણ ઉપલબ્ધ છે. તે મોટરાઇઝ્ડ અને મેન્યુઅલી ઓપરેટેડ એમ બે પ્રકારમાં આવે છે. તે કારમાં તાજી હવા આવવા દે છે. તેની કિંમત રૂપિયા 4000થી શરૂ થાય છે.

સીટ કવર

સીટ કવર


જો આપની કારમાં લેધર સીટ હોય તો ઉનાળામાં અને ચોમાસામાં તે ખરાબ થવાની શક્યતા રહે છે. આ કારણે સીટ કવર હોય તો તેનું આયુષ્ય વધવાની સાથે સીટ ઠંડી પણ રહે છે.

લોંગ ડ્રાઇવ

લોંગ ડ્રાઇવ


આશા છે કે આ બેસ્ટ એક્સેસરીઝને લોડ કરીને આપ ગરમીઓમાં પણ લોંગ ડ્રાઇવનો આનંદ માણી શકો છો.

English summary
Our Top 10 car accessories for summer will help you to beat the heat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X