For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આ કારણોસર તમે લગ્ન કરી રહ્યા હોય, તો એ હશે તમારી સૌથી મોટી ભૂલ

આ લેખમાં જાણીએ એવા અમુક કારણો વિશે જેને આધાર બનાવીને કરવામાં આવેલ લગ્ન એક બહુ મોટી ભૂલ બની શકે છે.

|
Google Oneindia Gujarati News

'30નો આંકડો વટાવી દીધો છે, ક્યારે લગ્ન કરીશ? ઉંમર હાથમાંથી સરકી રહી છે.' જો તમે પણ લગ્નની ઉંમર સુધી પહોંચી ચૂક્યા છો તો તમે આ રીતની ઘણી વાતો સાંભળવી પડશે. ઘણી વાર લગ્ન કરવા માટે એટલુ વધુ પ્રેશર કરવામાં આવે છે કે વ્યક્તિ ખોટા કારણોને કારણે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. આ લેખમાં જાણીએ એવા અમુક કારણો વિશે જેને આધાર બનાવીને કરવામાં આવેલ લગ્ન એક બહુ મોટી ભૂલ બની શકે છે. લગ્ન માત્ર ઔપચારિકતા નહિ પરંતુ બે આત્માઓના એક થવાનું પ્રતીક છે.

તૂટેલા દિલના દર્દમાંથી ઉભરવા માટે

તૂટેલા દિલના દર્દમાંથી ઉભરવા માટે

હા, ઘણા લોકો એવા છે જે પોતાની જૂની રિલેશનશિપના દુઃખમાંથી બહાર નીકળવા માટે લગ્ન કરી લે છે. લગ્નને એક મલમ તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

તમે ભાઈ બહેનોમાં સૌથી મોટા છો

તમે ભાઈ બહેનોમાં સૌથી મોટા છો

એ જણાવવાની જરૂર નથી કે ભારતીય માતાપિતા પોતાના પહેલા બાળકના લગ્ન માટે કેટલા ઉત્સુક રહે છે અને ખાસ કરીને પોતાની દીકરીના લગ્ન માટે કારણકે જો તેના સમયસર અને પહેલા લગ્ન ન કર્યા તો સમાજ શું કહેશે. આમાં ચોંકવા જેવુ નથી કે ઘરના સૌથી મોટા બાળક પર લગ્ન માટે કેટલુ વધુ પ્રેશર કરવામાં આવે છે. ભલે તે આ જવાબદારી માટે તૈયાર હોય કે ના હોય.

આ પણ વાંચોઃ Fit India Movement: બોલિવુડ પણ જોડાયુ આ અભિયાન સાથે, શેર કર્યા આ Videoઆ પણ વાંચોઃ Fit India Movement: બોલિવુડ પણ જોડાયુ આ અભિયાન સાથે, શેર કર્યા આ Video

દોસ્તોનું પ્રેશર

દોસ્તોનું પ્રેશર

જો તમે એમ વિચારીને લગ્નની તૈયારી કરી રહ્યા છો કારણકે તમારા બધા દોસ્તોના લગ્ન થઈ ગયા છે અને એમાંથી ઘણા લોકોના બાળકો પણ છે તો તમારે તમારા દોસ્ત બદલવાની જરૂર છે મેરિટલ સ્ટેટસ નહિ.

હાથમાંથી સમય નીકળી રહ્યો છે

હાથમાંથી સમય નીકળી રહ્યો છે

એક નિશ્ચિત ઉંમરે આવીને લાગે છે કે હવે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ કારણકે સમય નીકળ્યા બાદ શરીર તમારો સાથે નહિ આપે. જો તમે આ વિચાર સાથે લગ્ન કરી રહ્યા હોય તો ફરીથી વિચારી લેજો. હાથમાંથી નીકળતા સમય માટે ઉતાવળ ન બતાવો અને એવા વ્યક્તિ સાથે લગ્ન કરો જે તમને સમજતુ હોય.

સોશિયલ સ્ટેટસ અને ફાઈનાન્સિયલ સિક્યોરિટી માટે

સોશિયલ સ્ટેટસ અને ફાઈનાન્સિયલ સિક્યોરિટી માટે

વિશ્વાસ નથી આવતો ને, પરંતુ આ સાચુ છે કે ઘણા લોકો માત્ર સોશિયલ સ્ટેટસને સારુ બનાવવા માટે લગ્ન કરે છે. જો તમે ભવિષ્યમાં પોતાની આર્થિક સુરક્ષાને મજબૂત કરવા માટે લગ્ન કરી રહ્યા હોય તો જલ્દી અનુભવ થઈ જશે કે પૈસાથી ખુશીઓ ખરીદી નથી શકાતી.

કારણકે આ એક પરંપરા છે

કારણકે આ એક પરંપરા છે

બહુ બધા લોકો એવા પણ છે જે માત્ર એટલા માટે લગ્ન કરી લે છે કારણકે આ ભારતની જૂની પરંપરા છે અને બધાએ આવુ કર્યુ છે. એવો કોઈ નિયમ નથી કે જેના માટે બધાએ લગ્ન કરવા જરૂરી છે. સમાજમાં એવા ઘણા લોકો છે સિંગલ રહીને ખુશીથી પોતાનુ જીવન વીતાવી રહ્યા છે. આ તમારુ મૂર્ખામીનું સૌથી મોટુ કારણ બની શકે છે.

English summary
Too many people have the wrong motivations to get married. Discover the top worst reasons to get married so you can avoid a mistake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X