For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટનર સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા હોય તો આ અફવાઓ પર ધ્યાન ન આપો

દરેક કપલ પોતાના ઈન્ટીમેટ રિલેશનને સારા બનાવવા માંગે છે પરંતુ તેને આના વિશે પૂરી માહિતી નથી. ચાલો જાણીએ સેક્સ સાથે જોડાયેલા અલગ અલગ પાસાંઓ અને દ્રષ્ટિકોણ વિશે -

By Desk
|
Google Oneindia Gujarati News

એક રિલેશનશિપમાં ઈમોશન્સ સાથે ફિઝિકલ સંબંધ પણ સ્વસ્થ હોવો ખૂબ જરૂરી છે. રિલેશનશિપમાં આવ્યા બાદ દરેક વ્યક્તિ પોતાના સંબંધને ખુશ અને મજબૂત બનાવવા વિશે વિચારે છે. આના માટે વ્યક્તિની સેક્સ લાઈફ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. વર્તમાન સમયમાં દરેક પ્રકારની માહિતી ઈન્ટરનેટ પર હાજર છે પરંતુ માહિતી સાથે ઘણા પ્રકારના ભ્રમ પણ ફેલાયેલા છે. દરેક કપલ પોતાના ઈન્ટીમેટ રિલેશનને સારા બનાવવા માંગે છે પરંતુ તેને આ વિશે પૂરી માહિતી નથી. અમુક લોકોના જણાવ્યા મુજબ સારી સેક્સ લાઈફનો અર્થ છે તમે કેટલી વાર ફિઝિકલ થાવ છો. વળી, અમુક લોકોની માનીએ તો એક કે તેથી વધુ વાર ઑર્ગેઝમનુ આવવુ જ હેલ્ધી સેક્સ લાઈફ દર્શાવે છે. ચાલો જાણીએ સેક્સ સાથે જોડાયેલા અલગ અલગ પાસાંઓ અને દ્રષ્ટિકોણ વિશે -

1. ઑર્ગેઝમ અંગે મૂંઝવણ

1. ઑર્ગેઝમ અંગે મૂંઝવણ

ઘણા કપલ્સમાં એ વાત અંગે મનમોટાવ રહે છે કે તેમને ઑર્ગેઝમ નથી મળી રહ્યુ. તેમના મનમાં એ પણ સવાલ રહે છે કે બંને એક સાથે ક્લાઈમેક્સ પર કેમ નથી પહોંચતા. સામાન્ય રીતે આવુ કપલ્સ સાથે થતુ હોય છે માટે આના માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે મહિલાઓ એકથી વધુ વાર ઑર્ગેઝમનો અનુભવ કરે છે.

2. જાહેરાતો કરે છે ભ્રમિત

2. જાહેરાતો કરે છે ભ્રમિત

ઘણી વાર સેક્સના પુસ્તકો, બ્લુ ફિલ્મોમાં એ રીતની જાહેરાતો બતાવવામાં આવે છે જેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટની લંબાઈને એક સમસ્યા તરીકે દર્શાવવામાં આવે છે. આ રીતની જાહેરાતો યુવા વર્ગને ભ્રમિત કરી દે છે અને જેનાથી તે માહિતી વિનાના ઉપાયો અપનાવવા લાગે છે. આ રીતની ધારણા ખૂબ ખોટી છે. પુરુષોના પ્રાઈવેટ પાર્ટનો આકાર નાનો હોવા છતાં તે પોતાની મહિલા પાર્ટનરેને ઑર્ગેઝમ અપાવવામાં સફળ રહે છે.

3. ઈંટીમેટ કલ્પના

3. ઈંટીમેટ કલ્પના

શારીરિક સંબંધ બનાવવા દરમિયાન કલ્પના કરવી તમારા સેશનને મજેદાર બનાવી શકે છે. દિમાગમાં ચાલી રહેલ ઈંટિમેટ કલ્પનાથી તમારા સેશનમાં આનંદ વધી જાય છે. પ્રાઈવેટ પળો દરમિયાન તમે સ્વયંને શાંત રાખો અને માત્ર આ પળને એન્જૉય કરો.

4. ફોરપ્લે

4. ફોરપ્લે

સમય પસાર થવા સાથે સંબંધમાં નીરસતા આવી જ જાય છે. તમારે આનાથી ગભરાવાની જરૂર નથી. તમે ફોરપ્લે પર વધુ સમય આપો. એકબીજાને કડલ કરો અને સ્પેશિયલ ફીલ કરાવો.

5. સેક્સ માટે પહેલ

5. સેક્સ માટે પહેલ

સામાન્ય રીતે મહિલાઓ રિલેશનશિપમાં લાંબો સમય પસાર થયા બાદ પણ સેક્સ માટે પહેલ કરવાથી ખચકાય છે. જો બાળકો થઈ ગયા હોય અને તે નાના હોય તો ઈંટિમેટ પળો માટે સમય કાઢવો તેમના માટે વધુ મુશ્કેલ બની જાય છે. તે રિલેક્સ થવા અને વધુ ખુલીને આ તરફ ધ્યાન નથી આપી શકતી. આવી સ્થિતિમાં બંનેને જ્યારે મોકો મળે ત્યારે પોતાની રોમેન્ટીક લાઈફ પર ધ્યાન આપવુ.

ઈન્ટીમેટ થયા વિના પણ તમે પોતાની પાર્ટનરને કરી શકો છો ટર્ન ઑન, જાણો કેવી રીતે

English summary
Try these tips to enhance the quality of your intimate relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X