For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેલેન્ટાઈન વિશેષઃ સાત જન્મના બંધન નહિ પરંતુ જમાનો છે એક જન્મમાં સાત સમુંદર પાર કરવાનો!

આજે આપણે વાત કરીશુ વર્તમાન સમયના કપલ્સના સંબંધોની જેમનામાં પ્રેમ-ઈશ્ક-મોહબ્બત અને વાયદા-વચન-વફાદારી મહેક ઉડન છૂ થતી જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

ઝડપથી બદલાતા સમયે રહેણી કરણી અને સંસ્કૃતિને જ નહિ પરંતુ તેણે લોકોના વિચારો અને દ્રષ્ટિકોણ પર પણ જોરદાર હુમલો કર્યો છે. કાલે વેલેન્ટાઈન ડે છે અને આજે આપણે વાત કરીશુ વર્તમાન સમયના કપલ્સના સંબંધોની જેમનામાં પ્રેમ-ઈશ્ક-મોહબ્બત અને વાયદા-વચન-વફાદારી મહેક ઉડન છૂ થતી જઈ રહી છે.

કાલે વેલેન્ટાઈન ડે

કાલે વેલેન્ટાઈન ડે

કાલે 14 ફેબ્રુઆરી છે એટલે કે વેલેન્ટાઈન ડે, ખાસ કરીને યુવાન છોકરા અને છોકરીઓ આ દિવસને પ્રપોઝલ ડે તરીકે જુએ છે. પ્રપોઝલ ડે એટલા માટે કારણકે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેથી 7 દિવસ પહેલા જ આ દિવસને પ્રપોઝલ ડે બનાવવાની પટકથા લખાઈ ચૂકી છે જેની શરૂઆત રોઝ ડેથી થાય છે અને અંત વેલેન્ટાઈન (પ્રપોઝલ)થી થાય છે.

વાયદા-વચનોની જગ્યા નહિવત

વાયદા-વચનોની જગ્યા નહિવત

રસપ્રદ વાત એ છે કે વેલન્ટાઈન ડેના દિવસે લગ્ન, મેરેજ અને વાયદા-વચનોની જગ્યા નહિવત હોય છે. કપલ્સ એકબીજાને પ્રપોઝ કરે છે પરંતુ આવી પ્રપોઝલ લગ્નના માંડવા સુધી ક્યારે પહોંચશે અથવા પહોંચશે એની કોઈ ગેરેન્ટી નથી હોતી. આ નવા સમયનો પ્રેમ છે જેમાં કોઈ શરત નથી હોતી અને ગેરેન્ટીની ઈચ્છા તો બેઈમાની ગણાય છે.

'હોઠો સે છૂ લો તુમ, મેરા પ્યાર અમર કર દો'

'હોઠો સે છૂ લો તુમ, મેરા પ્યાર અમર કર દો'

પ્રેમમાં ગેરેન્ટી ના છોકરાઓ ઈચ્છે છે અને ના તે છોકરીઓની યાદીમાં હોય છે. આજના સમયમાં યુવક અને યુવતી 'હોઠો સે છૂ લો તુમ, મેરા પ્યાર અમર કર દો' ટાઈપ પ્રેમમાં વિશ્વાસ રાખે છે કારણકે યુવક-યુવતીઓ હવે એક પાર્ટનર સાથે સાત જન્મ નહિ પરંતુ એક જન્મમાં સાત સમંદર પાર કરવાનુ પસંદ કરે છે.

જાન, સ્વીટુ, બેબી, બાબૂ

જાન, સ્વીટુ, બેબી, બાબૂ

આ બદલાતા સમયનુ સત્ય છે એટલા માટે બદલાતા સમયમાં કપલ્સ એકબીજાને વિશેષણાત્મક નામો જેવા કે દેવી-દેવતા, પ્રાણેશ્વરી-પ્રાણનાથ અને પ્રિયતમ-પ્રિયતમના બદલે જાન, સ્વીટુ, બેબી, બાબૂ અને શોના તરફ આગળ વધી ગયા છે જેમાં ભાવિ પતિઓવાળા સંસ્કારની બિલકુલ સુવાસ નથી આવતી.

બંધનથી તો અંતર જાળવીને જ રાખે છે

બંધનથી તો અંતર જાળવીને જ રાખે છે

આજનો યુવાન જરૂરિયાતોની ગુલામી કરે છે અને જવાબદારીઓથી એટલો જ દૂર ભાગે છે. વેલેન્ટાઈન ડે તેમને મોકો આપે છે ત્યારબાદ આવા કપલ્સ ફ્લેટ શેર કરે છે, ખર્ચ શેર કરે છે પરંતુ બંધનથી તો અંતર જાળવીને જ રાખે છે, જે આજના સમયમાં ક્રાઈમ ગ્રાફ વધારવા માટે સૌથી વધુ જવાબદાર છે. બળાત્કાર, મર્ડર જેવા ગુના આ શ્રેણી અંતર્ગત આવે છે.

દે દે પ્યાર દે, પ્યાર દે - પ્યાર દેની ખતમ થઈ જરૂરિયાત

દે દે પ્યાર દે, પ્યાર દે - પ્યાર દેની ખતમ થઈ જરૂરિયાત

વર્તમાન સમયમાં દે દે પ્યાર દે, પ્યાર દે-પ્યાર દેની જરૂરિયાત ખતમ થઈ ચૂકી છે. પ્રેમ અને રોમાન્સ હવે લોકોની મુઠ્ઠીમાં કેદ થઈ ચૂક્યો છે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા દ્વારા હજારો માઈલ દૂર બેઠેલ આશિક પલક ઝપકતા જ માશૂક કે માશૂકા સુધી પહોંચી જાય છે. એ સમય ગયો જ્યારે પ્રેમનો દરિયો હતો કારણકે હવે પ્રેમ હાથની હથેળીમાં સમેટાઈ ગયો છે.

હુક અપ અને બ્રેક અપનુ ટર્મિનલ બની ચૂક્યા છે સ્માર્ટ ફોન્સ

હુક અપ અને બ્રેક અપનુ ટર્મિનલ બની ચૂક્યા છે સ્માર્ટ ફોન્સ

સ્માર્ટફોન આજે યુવાનોના પ્રેમ, તકરાર, હુક અપ અને બ્રેક અપનુ ટર્મિનલ બની ચૂક્યા છે જ્યાં આવીને લોકો મળે છે, હેન્ડશેક કરે છે, ગળે મળે છે અને ગળે તો બિલકુલ નથી પડતા. આ જ કારણ છે કે આજના સમયમાં પ્રેમ સ્વૈચ્છિક બની ગયો છે જેના શ્રીગણેશ કરવા અને ધ એન્ડ કરવો બસ એક ક્લિકમાં થઈ જાય છે.

સુવિધાજનક થયો પ્રેમ જ્યાં ન કોઈ પ્રતિસ્પર્ધી છે ના કોઈ રકીબ?

સુવિધાજનક થયો પ્રેમ જ્યાં ન કોઈ પ્રતિસ્પર્ધી છે ના કોઈ રકીબ?

એ જમાનો યાદ કરો જ્યારે આખો જમાનો પ્રેમ અને પ્રેમીઓનો જાની દુશ્મન હતો. લૈલા-મજનૂ અને હીર-રાંઝા જેવા દેસી પ્રેમીઓ તો મળ્યા વિના જ દુનિયામાંથી વિદાય થઈ ગયા. વર્તમાન સમયમાં પ્રેમીઓ મુસાફરોની જેમ ખાલી મળતા નથી, પછી એક છત નીચે રહે છે અને મોકો મળતા જ ઉડન છૂ થઈ જાય છે. આજના સમયમાં પ્રેમ ખૂબ જ સુવિધાજનક છે જ્યાં કપલ્સના પ્રતિસ્પર્ધી કે રકીબ કોઈ નથી હોતુ. ત્યાં સુધી કે ક્યારેય જન્મજાત દુશ્મન રહેલા તેમના પેરેન્ટ્સ પણ બદલાતા સમયમાં એડજસ્ટ કરવાનુ શીખી ચૂક્યા છે. આમાં સૌથી મોટી ભૂમિકા યુવક અને યુવતીની આત્મનિર્ભરતા છે.

ડિજિટલ યુગમાં યુવાનો માટે વૈશ્વિક થઈ ગયો પ્રેમ

ડિજિટલ યુગમાં યુવાનો માટે વૈશ્વિક થઈ ગયો પ્રેમ

ઈતિહાસ ઉઠાવીને જોઈ લો, પ્રેમમાં નિષ્ફળ રહેલા પ્રેમીઓની મા-બાપ પર નિર્ભરતા જ તેમના રસ્તાના સૌથી મોટા કાંકરા હતા જેમને પહાડ બનવામાં વિલંબ નહોતો થતો કારણકે પહાડ પાર કરીને ગયેલ કપલ્સ ઈજ્જત અને દોલત માટે ઘરવાપસી માટે છટપટાતા રહે છે. આવા જ કપલ્સના કારણે લવ મેરેજ ક્યારેય સફળ નથી થતા જેવા ટેગનો જન્મ થયો. બદલાતા સમયમાં જ્યારથી ડિજિટલ યુગ શરૂ થયો છે, પ્રેમના નખરા વૈશ્વિક થઈ ગયા છે. ઈન્ટરનેટ પર બેઠા બેઠા આશિક આખી દુનિયામાં પાર્ટનર શોધી રહ્યો છે અને આધુનિક લૈલા-મજનૂ તો માઈલોની યાત્રા કરીને એકબીજા પાસે પહોંચી રહ્યા છે.

આધુનિક યુગનો પ્રેમ પરંપરાગત પ્રેમની તુલનામાં છીછરો થતો ગયો

આધુનિક યુગનો પ્રેમ પરંપરાગત પ્રેમની તુલનામાં છીછરો થતો ગયો

પ્રેમ દરેક સમયે પરિવર્તિત થતો રહ્યો છે કારણકે આજના સમયમાં શીરી ફરહાદવાળા પ્રેમની કલ્પના ન કરી શકાય. આજે લોકોના સંબંધ પર ટેકનનોલોજીએ મોટી અસર કરી છે. કહેવાય છે કે ટેકનોલોજીવાળો સંબંધ જેટલો ગાઢ હશે એટલો જ પ્રેમ પતલો થતો જશે. આ જ કારણ છે કે આધુનિક યુગનો પ્રેમ પરંપરાગત પ્રેમની તુલનામાં છીછરો જ નહિ પરંતુ કામચલાઉ થઈ ગયો, જેમાં જરૂરિયાત હાવી થઈ ગઈ અને જવાબદારી છૂ થઈ ગઈ. પ્રેમ જ્યારે જવાબદારી બની જાય ત્યારે પ્રેમ નામની ચકલી સૌથી પહેલા ઉડીને ભાગી જાય છે અને પછી બચે છે બે શરીર, જે લગ્નના બંધનમાં બંધાયેલ હોય તો ઢસડાતા જાય છે અને લિવ ઈનમાં હોય તો એક ઝટકામાં વિખેરાઈ જાય છે.

ઈન્ટરનેટ પર મફતમાં હાજર છે લવગુરુ, લવ ડૉક્ટર તેમજ રિલેશનશિપ મેનેજર

ઈન્ટરનેટ પર મફતમાં હાજર છે લવગુરુ, લવ ડૉક્ટર તેમજ રિલેશનશિપ મેનેજર

આજના સમયમાં આવા વિખેરાયેલા અને ઢસડાઈ રહેલા કપલ્સ માટે તમામ કંપનીઓએ ઈન્ટરનેટ પર ડેટિંગ સાઈટ્સ ખોલીને રાખી છે, જ્યાં મિત્રતા કરવા, ખાનગી ચેટ બૉક્સ પર વાત કરવાની સુવિધા છે. થોડા પૈસા ચૂકવવા પર વૉટ્સએપ નંબર પર એકબીજાનો નંબર મેળવી લો અને પ્રાઈવેટમાં મળીને ગુટરગૂ કરી શકાય છે. એટલુ જ નહિ, આજકાલ ઈન્ટરનેટ પર મફતમાં લવગુરુ, લવુ ડૉક્ટર અને લવ મેનેજર પણ મળી જશે, જે હુકઅપ અને બ્રેકઅપ એક્સપર્ટ હોય છે. એટલે કે સંબંધોથી મન ભરાઈ ગયુ હોય તો મોબાઈલ ફોન પર જ બ્રેક અપ અને પછી નવા હુક અપ માટે ગોઠવણ થઈ જાય છે.

પ્રેમમાં ખત્તા ખાધેલ લોકોનો ગેરેન્ટીવાળો ઈલાજ પણ ઈન્ટરનેટ પર હાજર

પ્રેમમાં ખત્તા ખાધેલ લોકોનો ગેરેન્ટીવાળો ઈલાજ પણ ઈન્ટરનેટ પર હાજર

ઈન્ટરનેટ પર પ્રેમમાં ખત્તા ખાધેલ લોકોના ગેરેન્ટી સાથે ઈલાજની પણ વ્યવસ્થા છે જેમાં ખુદને જસ્ટીફાઈ કરવા માટે વધુ માથાકૂટ કરવાની જરૂર નહિ પડે. એટલે કે કોર્ટ વગેરેથી પણ ફૂરસદ મળી જાય છે. કપલ્સ એકબીજાને જ દોષી ઠેરવીને સંબંધોથી છૂટકારો મેળવી રહ્યા છે. થોડા સમય અને પૈસાના રોકાણથી આ બધુ સંભવ બની ગયુ, પછી કેમ કોઈ સાત જન્મોના સંબંધમાં માથુ ખપાવશે. એક જ જન્મમાં સાત સમુદ્ર પાર ના કરી લે. અહીં શિખાઉ અને ગંભીર પ્રકારના લોકોને પણ સફળતા મળે છે જેઓ કામ, કરિયર, ઑફિસના કારણે પાર્ટનર શોધી ન શકતા હોય.

ઈન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયા પર પાર્ટનર શોધનારાની સંખ્યા વધી છે

ઈન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયા પર પાર્ટનર શોધનારાની સંખ્યા વધી છે

નિઃસંદેહ પ્રેમ માટે પ્રાથમિક જરૂરિયાત એક સાથીની હોય છે, જે પ્રેમના પ્રસ્તાવને સ્વીકારે અને પ્રેમના બદલામાં માત્ર પ્રેમ પિરસી શકે. જો કે આવો પ્રેમી શોધવો પહેલા બહુ અઘરુ કામ હતુ પરંતુ ઈન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયા પર આવા સાથીને શોધનારા વિપુલ પ્રમાણમાં છે, જે સાથી સંબંધો માટે નહિ પરંતુ કટકે કટકે શોધવા માટે રોજના 5-5 જીબી ડેટા લૂંટાવી રહ્યા છે. ઈન્ટરનેટમાં આવા અસંખ્ય લોકોની જમાતમાં સરળતાથી પરફેક્ટ મેચ શોધી શકાય છે. જો તમને વેલેન્ટાઈન ડે દિવસે એકલા હોવાનો ડર સતાવી રહ્યો હોય તો આજે જ ડેટિંગ સાઈટ પર પ્રોફાઈલ બનાવો અને એક્શનમાં આવી જાવ, સફળતા ઝખ મારીને તમારા પગમાં આવશે.

અતૂટ પારંપરિક પ્રેમ હવે પ્રેમીઓની પ્રાથમિકતામાં નથી રહ્યો

અતૂટ પારંપરિક પ્રેમ હવે પ્રેમીઓની પ્રાથમિકતામાં નથી રહ્યો

હાલમાં જ એક બુક આવી છે જેનુ નામ છે મૉર્ડન રોમાન્સ, લેખક છે અઝીઝ અંસારી. બુકના નિષ્કર્ષમાં કહેવામાં આવ્યુ છે કે વર્તમાન સમયમાં પારંપરિક પ્રેમ, અતૂટ પારંપરિક પ્રેમ હવે પ્રેમીઓની પ્રાથમિકતામાં નથી રહી ગયો. ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યુ છે કે આધુનિક યુગની ઝાકમઝોળમાં માનવીય સંવેદનાઓ મજાક બનીને રહી ગઈ છે. લેખકના શબ્દોમાં, ‘ઈઝ લવ લૂઝિંગ ઈટ્સ સોલ ઈન ડિજિટલ એજ?' એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટેકનોલોજીના જરૂરિયાત કરતા વધુ ઉપયોગથી મનુષ્ય ભાવના શૂન્ય થઈ રહી છે એટલા માટે આધુનિક યુગમાં પ્રેમ માત્ર બાયોલોજિકલ જરૂરિયાત સુધી સમેટાઈ ચૂક્યો છે.

કરિયર અને આત્મનિર્ભરતાની અફડાતફડીએ છીનવી લીધી સંબંધોમાંથી વફાદારી

કરિયર અને આત્મનિર્ભરતાની અફડાતફડીએ છીનવી લીધી સંબંધોમાંથી વફાદારી

બાયોલોજિકલ જરૂરિયાત એટલા માટે કારણકે લોકોની પ્રાથમિકતાઓમાં હવે સંતાન ઉત્પતિ પણ નથી રહી ગઈ. એટલે કે કામ, કરિયર અને અફડાતફડીએ પહેલા સંબંધોમાંથી વફાદારી છીનવી લીધી અને હવે કપલ્સ લગ્નની જવાબદારીથી દૂર ભાગવા લાગ્યા અને પરિણીત લોકો હવે સંતાનની જવાબદારીઓથી પણ કતરાવા લાગ્યા છે. આ જ કારણ છે કે ઈટલી જેવા યુરોપીય દેશોમાં લગ્ન અને સંતાન ઉત્પત્તિમાં કપલ્સ રુચિ ન લેવાના કારણે જનસંખ્યા ઘટતી જઈ રહી છે. ક્યારેક સોવિયેત સંઘનો હિસ્સો રહેલ સર્બિયા પણ ઝડપથી ઘટી રહેલ જનસંખ્યાના ઘટાડા સામે ઝઝૂમવા લાગ્યુ છે.

ટેકનિકલ સંવાદ પર જ સંબંધો નક્કી થઈ રહ્યા, જ્યાં પ્રેમ પાંગરી જ નથી શકતો

ટેકનિકલ સંવાદ પર જ સંબંધો નક્કી થઈ રહ્યા, જ્યાં પ્રેમ પાંગરી જ નથી શકતો

સમાજશાસ્ત્રી કહે છે કે ટેકનોલોજીએ સંવાદની શાસ્ત્રીય શૈલી, કલાને ખતમ કરી દીધી છે. ટેક્સ્ટિંગમાં ખોખલાપણુ, દેખાડો વધુ છે. તે અંતરંગ વાતો, સુખદાયક સરસ સંવાદ લુપ્ત થઈ રહ્યો છે. ઘણી વાર બહુ ઓછા ટેકનિકલ સંવાદ પર જ સંબંધો નક્કી થઈ જાય છે જ્યાં પ્રેમ પાંગરી નથી શકતો જેના પરિણામ ઘાતક થઈ ગયા છે. સંબંધો દૈહિક, ભૌતિક સુધી સમેટાઈ ગયા છે. યૌનિક ઉદ્વેગ ભાવનાત્મક નથી રહી ગયા. યુવક અને યુવતીઓ ઉપરછલ્લા રંગરુપ, બનાવટ, અદા, ચાલ-ઢાલના આધારે સંબંધોમાં જોડાય છે અને નજીક આવવાના થોડા સમય બાદ છૂટવા માટે ભાગે છે.

આધુનિક જીવનશૈલીમાં યુવાનોની પ્રેમ માટેની પ્રાથમિકતાઓ બદલાઈ

આધુનિક જીવનશૈલીમાં યુવાનોની પ્રેમ માટેની પ્રાથમિકતાઓ બદલાઈ

પ્રેમ સર્વકાલીન તેમજ સ્થાયી છે. તેનુ સ્વરૂપ અને સ્વભાવ સમય સાથે બદલાય છે કારણકે જીવનશૈલી અને તેની સાથે જોડાયેલી પ્રાથમિકતાઓ વ્યક્તિને બદલી દે છે. પારંપરિક પ્રેમમાં પ્રેમી-પ્રેમિકાને મળવામાં અડચણો આવતી હતી પરંતુ એક વાર મિલન થઈ જાય તો તે જન્મ-જન્માંતરની સફર ખેડવા બંધાઈ જતા પરંતુ આધુનિક પ્રેમમાં પ્રેમી-પ્રેમિકાને મળવામાં અડચણો કોઈ જ નથી પરંતુ આવા સંબંધોની ભાવનાઓ અને ઉંમર બંને નાની હોય છે, જેમાં ફેરફાર માટે બદલાયેલી જીવનશૈલી અને બદલાયેલો સમાજ જવાબદાર છે, જે વર્તમાનમાં માર્કેટ કેન્દ્રીત થઈ ગયો છે.

રોમિયો-જૂલિયટ, લૈલા-મજનૂ, હીર-રાંઝા અને ઢોલા-મારુ નથી રહ્યા આદર્શ

રોમિયો-જૂલિયટ, લૈલા-મજનૂ, હીર-રાંઝા અને ઢોલા-મારુ નથી રહ્યા આદર્શ

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે પર હાથમાં ફૂલ લઈને પ્રપોઝલ લેવા અને આપવા માટે હજારો યુવક અને યુવતીઓ રાહ જોઈ રહ્યા છે, જે નાના અને મોટા શહેરોના હિસાબથી આજે ખુદને રોમિયો-જૂલિયટ, લૈલા-મજનૂ, હીર-રાંઝા અને ઢોલા-મારુથી ઉપરનો આશિક સાબિત કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જશે પરંતુ આવા કપલ્સના સંબંધોની ઉડાન વધુ દૂર સુધી નથી જઈ શકતી કારણકે આજના યુગની જીવનશૈલી અને મનોદશા તેમને આદર્શ નથી માનતી.

આ પણ વાંચોઃ વેલેન્ટાઈન્સ ડે પહેલા વૈજ્ઞાનિકોએ ચેતવ્યા, Kiss અને હગ કરવાથી બચોઆ પણ વાંચોઃ વેલેન્ટાઈન્સ ડે પહેલા વૈજ્ઞાનિકોએ ચેતવ્યા, Kiss અને હગ કરવાથી બચો

English summary
valentiens day special: p for love has become ole era is now crazy for f for love
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X