Viral Video : પાકિસ્તાની વરરાજાએ મારી અંડરટેકર સ્ટાઇલની એન્ટ્રી

લગ્નમાં તમે વરરાજાની દમદાર એન્ટ્રીઓ તો ઘણી જોઇ હશે. પણ હાલ પાકિસ્તાની વરરાજાની એન્ટ્રીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તે વીડિયો જુઓ અહીં..

પોતાના લગ્નને લઇને દરેક લોકો ઉત્સુક હોય છે. વળી લગ્નમાં કંઇક હટકે કરવાની ચાહ પણ આજકાલના નવવધૂ અને વરરાજામાં ખાસ જોવા મળે છે. કોઇ લોકો ક્રેનથી એન્ટ્રી મારીને તેમના લગ્ન ખાસ બનાવે છે તો કોઇક રિવોલિંગ સ્ટેજ પર એન્ટ્રી લઇને કંઇક હટકે કરે છે. આમ લગ્નોમાં બધાથી હટકે કરવાનો ટ્રેન્ડ હાલ વધી રહ્યો છે. લગ્ન આજ કાલ બે લોકોના મધુર સંગમથી વધુ દેખાડો કરવાનું પ્લેટફોર્મ બનતું જાય છે. અને લોકો પણ ટ્રેન્ડ છે કહી તેમાં જોડાતા જાય છે. ત્યારે પાકિસ્તાનમાં એક વરરાજાએ પોતાના જ લગ્નમાં એવી તો એન્ટ્રી લીધી કે બધા કન્ફ્યૂઝ થઇ ગયા કે તે લોકો કોઇ લગ્નમાં આવ્યા છે કે પછી WWFની કોઇ મેચમાં.

Pakistan

પોતાના લગ્નને ખાસ બનાવવા માટે પાકિસ્તાનના એક વરરાજાએ વર્લ્ડ ફેમસ રેસલર "The Undertaker"ની સ્ટાઇલમાં પોતાના લગ્નમાં એન્ટ્રી લીધી. માથે કેપ પહેરી માથુ ઝુકાવી હાથમાં બેલ્ડ લઇને બ્લુ લાઇટનિંગ અને દમદાર મ્યુઝિક વચ્ચે કોઇ ફિલ્મના સેટની જેમ વરરાજાએ અંડરટેકર તરીકે એન્ટ્રી લીધી હતી. વધુમાં વચ્ચે વચ્ચે તે પોતાનો બેલ્ટ પણ ઉઠાવે રાખતો હતો. વધુમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર મૂકાતા તે ખૂબ જ પોપ્યુલર બન્યો છે. વરરાજાનો આ વીડિયો janu ji ki baatein નામે ફેસબુક પર નાખવામાં આવ્યો છે. જેને લાખોની સંખ્યામાં લોકો અત્યાર સુધી જોઇ ચૂક્યા છે. વળી અનેક લોકોએ તેને શેયર પણ કર્યો છે. તો તમે પણ જુઓ આ પાકિસ્તાની વરરાજાની અંડરટેકર સ્ટાઇલ એન્ટ્રીનો આ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X