ફિલ્મ સ્ટારની અપીલ...દેશની તકદીર અને તસવીર બદલો...પ્લીઝ વોટ આપો..

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

માત્ર 4 દિવસ બાદ લોકસભાની ચૂંટણીની લડાઇ શરૂ થઇ જશે. દરેક રાજકીય પક્ષે પોતાની પુરી તાકાત લગાવી દિધી છે મતદારોને રિઝવવા માટે તો મીડિયા તંત્ર પણ પુરી રીતે સક્રિય છે લોકોને વોટ પ્રત્યે જાગૃત કરવા માટે. કેટલાક ફિલ્મ સ્ટાર ચૂંટણીના મેદાનમાં છે તો કેટલાક સ્ટાર્સ ચૂંટણી પ્રચારનો ભાગ. પરંતુ કેટલીક હસ્તીઓએ લોકોને વોટ આપવાની અપીલ કરી છે.

ચૂંટણીને દેશનો સૌથી મોટો ટેલેન્ટ શો ગણાવનાર ફિલ્મ અને ટીવી સ્ટાર જોરશોરથી દેશની જનતાને અપીલ કરી રહ્યાં છે કે પ્લીઝ, પ્લીઝ વોટ કરો. અત્યાર સુધી ચૂંટણીમાં લોકોની પાસે વોટર્સ જ જતા હતા પરંતુ વર્ષ 2014ની આ લોકસભા ચૂંટણીને લઇને સામાન્ય વ્યક્તિથી માંડીને ખાસ વ્યક્તિ પણ જાગૃત જોવા મળી રહ્યો છે. તેમાં કોઇ શંકા નથી આ બધાની પાછળ સોશિયલ મીડિયાનો મોટો હાથ છે આજે લોકો ફેસબુક પર ટ્વિટર પર લોકસભા ચૂંટણીને લઇને ડિબેટ કરી રહ્યાં છે. પોતાની પસંદગી અને નાપસંદ વ્યક્ત કરી રહ્યાં છે.

તો બીજી તરફ ફિલ્મી સ્ટારનો ઉદ્દેશ્ય ભારતની જનતાને અહેસાસ કરાવવાનો છે કે તે દેશની તકદીર અને તસવીર બદલી શકે છે. જનતાનો નિર્ણય જ સર્વોપરી હોય છે. એટલા માટે દેશમાં પરિવર્તન જરૂરી છે તો ખાસકરીને દેશના યુવાનો, મહિલાઓ આગળ આવવું પડશે અને નિડર થઇને પોતાના મતનો ઉપયોગ કરવો પડશે. જેની અસર લોકો પર થોડી થોડી જોવા મળી રહી છે પરંતુ આ તો 16 મેના રોજ ખબર પડી જશે જે દિવસે ચૂંટણીના પરિણામો આવશે.

આમિર ખાન

આમિર ખાન

બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનને ચૂંટણી કમિશને પોતાના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. આમિર ખાન લોકોને અપીલ કરી રહ્યાં છે કે તે સમજી વિચારીને યોગ્ય વ્યક્તિને સત્તાની ખુરશી પર બેસાડે. પોતાના ટી શો 'સત્યમેવ જયતે 2'ના માધ્યમથી આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે આ વખતે ચૂંટણીમાં બધા અપરાધિક છબિવાળા કોઇ વ્યક્તિને વોટ ના આપે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે કહ્યું હતું કે 'જ્યાં સુધી યુવા એ વિચારશે નહી કે દેશનું નેતૃત્વ તે કોના હાથમાં આપવા માંગે છે, કોઇ પરિવર્તનની આશા બેમાની છે. રણબીરે (31) આગળ કહ્યું હતું કે દેશના યુવાનો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી પરિવર્તનની આંધી લાવી શકે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે ''જો આપણે મતદાન કરતા નથી તો ફરિયાદ પણ ન કરી શકીએ. એટલા માટે દરેકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. હું ઇચ્છીશ કે આ ચૂંટણીમાં બધા યુવાનો મતદાન કરે''

તોરલ રાસપુત્રા

તોરલ રાસપુત્રા

બાલિકા વધુની લીડ અભિનેત્રી આનંદી એટલે કે તોરલ રાસપુત્રા પણ ટીવી પર જનતાને ખાસકરીને મહિલાઓને અપીલ કરી રહી છે કે આ વખતે મતદાનમાં જોરશોરથી ભાગ લે.

કપિલ શર્મા

કપિલ શર્મા

કોમેડિયન કપિલ શર્માએ પણ ચૂંટણી કમિશને પોતાનો બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે જો કે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ અપીલ કરી રહ્યો છે.

દીપિકા સિંહ

દીપિકા સિંહ

દિયા ઔર બાતીની અભિનેત્રી દીપિકા સિંહ પણ કહી રહી છે કે નારીને પોતાનું સન્માન અને હક જોઇતો હોય તો પ્લીઝ વોટ કરો.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે કહ્યું હતું કે જો મહિલાઓને પોતાનો હક, સન્માન અને વિકાસ કરવો છે તો તેમણે અબળા નહી સબળા બનવું પડશે. એ વાત દિલમાંથી કાઢી નાખવી પડશે કે કોઇ તેમને સશક્ત કરશે. જો જનતા મતદાન કરશે તો ધીમે-ધીમે યોગ્ય પરિવર્તન આવશે.

English summary
Want Change and Development so Please Vote For India says Bollywood . Bollywood appeals to the country's youth to exercise their voting rights to bring about the desired changes in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X