For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંબંધોને ખુશીઓથી ભરવા માંગો છો? તો છોડી દો આ ચાર આદતો

વર્ષ 2021 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 25 ડિસેમ્બરથી દરેક વ્યક્તિ ફક્ત પાર્ટી કરવાના મૂડમાં હશે અને નવા વર્ષની મજા માણશે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2021 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 25 ડિસેમ્બરથી દરેક વ્યક્તિ ફક્ત પાર્ટી કરવાના મૂડમાં હશે અને નવા વર્ષની મજા માણશે. આ સાથે દરેક નવા વર્ષની રાહ જોશે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે ઘણા લોકો કેટલાક સંકલ્પ લે છે. જેથી તે આવતા વર્ષને પાછલા વર્ષ કરતા વધુ સારું બનાવી શકે.

કરિયરની જેમ તમારા સંબંધમાં પણ કેટલાક ગોલ નક્કી કરવા જરૂરી છે. જેથી આવનારા વર્ષમાં તમે તમારા જીવનસાથી સાથે સુખી જીવન જીવી શકો. આ માટે કેટલીક આદતો છોડવી જરૂરી છે. જો તમને પણ આ આદતો છે, તો તેને જૂના વર્ષની સાથે સાથે તેને પણ અલવિદા કહી દો. જેથી આગળનું જીવન ખુશીથી જીવી શકાય. તો ચાલો જાણીએ કઈ એવી ચાર આદતો છે, જેને કોઈપણ સંજોગોમાં છોડી દેવી જોઈએ.

ન કરો જીવનસાથીની અવગણના

ન કરો જીવનસાથીની અવગણના

જો તમને હજૂ પણ તમારી પત્નીને અવગણવાની આદત છે. તો નવા વર્ષની સાથે જ તેને બદલો. કારણ કે, પાર્ટનરને પણ તમારી તરફથી વધુ કાળજી અને અટેન્શનનીઆશા હોય છે. તેને ખાસ જતાવવાથી સંબંધો હંમેશા તરોતાજા રહેશે.

વાત કરવાનું ટાળશો નહીં

વાત કરવાનું ટાળશો નહીં

જો તમે કોઈ મુદ્દા વિશે માત્ર એટલા માટે વાત કરવા માંગતા નથી કે, તમને ગુસ્સો આવશે, અને એ કારણે સંબંધોમાં કડવાશ વધશે. તેથી સતત વસ્તુઓને અધવચ્ચેછોડીને અને અધૂરી બાબતોને ધ્યાનમાં રાખવાથી પાર્ટનર વચ્ચે ગેરસમજ વધવા લાગે છે.

તેથી તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાની ટેવ પાડવી અને પાર્ટનરની વાતધીરજથી સાંભળવી જરૂરી છે. જેથી બંને વચ્ચે કોઈ ગેરસમજ ન થાય.

જીવનસાથીના પરિવાર વિશે ન કરો નકારાત્મક વાતો

જીવનસાથીના પરિવાર વિશે ન કરો નકારાત્મક વાતો

જો તમને દરેક બાબતમાં તમારા પાર્ટનરના પરિવારના સભ્યો સામે નકારાત્મક વાત કરવાની આદત હોય તો, તેને તરત જ બદલી નાંખજો. આવું સતત કરવાથીપાર્ટનરના મનમાં તમારા માટે આદરની લાગણી ખતમ થવા લાગે છે.

ન કરો અન્ય સાથે સરખામણી

ન કરો અન્ય સાથે સરખામણી

જો અત્યાર સુધી તમને તમારા પાર્ટનરની સરખામણી અન્ય લોકો સાથે કરવાની આદત છે. નવા વર્ષના સંકલ્પમાં આ આદતને દૂર કરવાનો વિચાર કરો. કારણ કે, આમકરવાથી પાર્ટનરના મન પર નકારાત્મક ઈમેજ બને છે.

તમારા પાર્ટનરનું સન્માન કરો અને તેના કામની ખુલ્લેઆમ પ્રશંસા કરો. જેથી તેઓ જીવનમાં વધુ સારું કરી શકે.આ ચાર આદતોમાં બદલાવ આવવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે.

English summary
Want to fill a relationship with happiness? So give up these four habits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X