For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેબસાઇટ પપ્પુપીડિયા પર રાહુલ ગાંધીની ઉડી રહી છે મજાક!

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 10 ઓક્ટોબર: એમાં કોઇ શંકાને સ્થાન નથી કે લોકસભા ચૂંટણી 2014માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ થવાની છે. આ ચૂંટણી યુદ્ધમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની કેટલી મોટી ભૂમિકા હશે, એ વાતનો અંદાજો આપને રોજને રોજ રાજકીય નેતાઓ પર થઇ રહેલા ટ્વિટ્સ અને ફેસબુક અપલોડ્સ પરથી લગાવી શકાય છે. આવા જ પેતરામાં એક છે પપ્પુ પીડિયા ડોટ કોમ (http://www.pappupedia.com/). હા મિત્રો આ એ વેબસાઇટ છે, જેને રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધીઓએ બનાવડાવી છે.

સોશિયલ મીડિયામાં ઝડપથી શેર થઇ રહેલી આ વેબસાઇટની ડિઝાઇન આબેહુબ વીકિપીડિયા જેવી છે. વેબસાઇટ પર રાહુલ ગાંધીની ડિટેઇલ્સ આપવામાં આવી છે. પરંતુ તેમના નામના સ્થાને પપ્પુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેબસાઇટ પર સોનિયા ગાંધી, રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓના કાર્ટૂન મૂકવામાં આવ્યા છે. સાથે સાથે રાહુલ ગાંધીના કેટલાંક ભાષણોના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. દરેક જગ્યાએ યુપીએ સરકારને કોસવામાં આવી છે. સાથે સાથે યુપીએના નેતાઓ માટે અજબ-ગજબની ટિપ્પણીઓ કરવામાં આવી છે.

આ વેબસાઇટને જોયા બાદ કોઇપણ કહી શકે છે કે આ કરતૂત કોઇ કોંગ્રેસ વિરોધી રાજનૈતિક પાર્ટીની જ હોઇ શકે છે, કારણ કે સામાન્ય જનતાની પાસે એટલો સમય નથી અને કોંગ્રેસ અને તેના સહયોગી દળ આવું ક્યારેય કરશે નહીં. એમાં કોઇ શંકા નથી કે કેન્દ્ર સરકારના કાનો સુધી આ વેબસાઇટ અંગેની માહિતી પહોંચતા તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

ટોપ પર રાહુલનું કાર્ટૂન

ટોપ પર રાહુલનું કાર્ટૂન

વેબસાઇટના ટોપ પર રાહુલ ગાંધીનું કાર્ટૂન લાગેલું છે, જેનો અડધો ભાગ વીકિપીડિયાના લોગોથી લેવામાં આવ્યો છે.

યૂપીએની સેના

યૂપીએની સેના

કાર્ટૂનમાં અલીબાબા ચાલીસ ચોરનું એક ટાઇટલ આપીને કોંગ્રેસી સેનાઓનું એક કાર્ટુન બનાવવામાં આવ્યું છે.

ફેમિલી બેકગ્રાઉન્ડ

ફેમિલી બેકગ્રાઉન્ડ

વેબસાઇટમાં ફેમીલી બેકગ્રાઉન્ડમાં જવાબર લાલ નેહરુથી લઇને રાહુલ ગાંધી સુધીના તમામ પરિવારના સભ્યોની જાણકારી આપવામાં આવી છે.

પાંચવી પાસ

પાંચવી પાસ

આ કાર્ટૂનના માધ્યમથી રાહુલ ગાંધીની કાબેલિયત પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

દિગ્વિજય સિંહનું પણ કાર્ટૂન

દિગ્વિજય સિંહનું પણ કાર્ટૂન

આ વેબસાઇટ પર એક કાર્ટૂન બતાવવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહને ચિતરવામાં આવ્યા છે.

કૌભાંડોનો રાજા

કૌભાંડોનો રાજા

વેબસાઇટ બનાવનારે આ વેબસાઇટમાં રાહુલ ગાંધીને કૌભાંડો થકી ઉપજેલા રૂપિયાના સિંહાસન પર બેસાડ્યા છે.

English summary
Internet experts have been launched a website Pappupedia, similar to Wikipedia, in which they are defaming Congress vice president Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X