For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન શિવની આ 10 વાતોને બનાવો તમારા જીવનનો આધાર

|
Google Oneindia Gujarati News

ભૂતનાથ, નીલકંઠ, શિવજી, અર્ધ નરનારીશ્વર...જેવા અનેક નામોથી જાણીતા ભગવાન શંકર સૃષ્ટિના રચયતા છે. તેમને દેવોના દેવ કહેવાય છે. જ્યાં તે નાના બાળક જેવું ભોળપણ ધરાવે છે ત્યાં જ તેમના ક્રોધથી બધા ડરે છે. તે ઇચ્છે તો સર્જન કરી શકે છે અને તે ઇચ્છે તે તાંડવ દ્વારા વિનાશને પણ નોતરી શકે છે.

ત્યારે આજે અમે તમને શિવજીના વ્યક્તિત્વ અને તેમની વિશેષતાઓની આવી જ કેટલીક વાતો જણાવાના છીએ જેને તમારા મારા જેવા સામાન્ય લોકો તેમના જીવનમાં ઉતારી તેમના જીવનને પૂર્ણ કરી શકે છે. જીવનની સુખી અને સંપૂર્ણ પણે જીવવા માટે શિવજીના આ ગુણો લોકોએ પોતાના જીવનમાં પણ ઉતારવી જોઇએ. તો જાણો શિવજી સાથે જોડાયેલી કેટલીક તેવી વાતો જેનાથી તમે તમારા જીવનને વધુ સારુ બનાવી શકો છો....

અયોગ્ય, અધર્મને ક્યારે પણ સહન ના કરો

અયોગ્ય, અધર્મને ક્યારે પણ સહન ના કરો

ભગવાન શિવ ક્યારે પણ અધર્મ, અયોગ્ય કે અન્યાયને સહન નથી કરતા. તેમણે હંમેશા અન્યાયના પ્રતીક સમા રાક્ષસોનો નાશ કર્યો છે. તે રીતે આપણે પણ આપણી આસપાસ થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઇએ. ના અન્યાય કરવો જોઇએ, ના થવા દેવો જોઇએ!

આત્મનિયંત્રણ સફળતાની ચાવી

આત્મનિયંત્રણ સફળતાની ચાવી

અનિયંત્રિત મન અને મગજ તમને વિનાશની તરફ લઇ જાય છે. જ્યાં સુધી તમારું ધ્યાન ભટકતુ રહેશે તમે ક્યારે પણ જીત નહીં શકો. મનને શાંત રાખવું ધ્યાનમગ્ન રાખવું અને લક્ષ તરફ કેન્દ્રિત રાખવું ખુબ જ જરૂરી છે જે શિવજીથી શીખવું જોઇએ.

શાંતચિત્તે આગળ વધો

શાંતચિત્તે આગળ વધો

ભગવાન શિવને મહાયોગી કહેવાય છે કારણ કે તેમને કલાકો, વર્ષો અને યુગો સુધી આ બ્રહ્માંડને એક સુખી સ્થળ બનાવવા માટે તપ કર્યા છે. ભગવાનનો આ ગુણ પણ શીખવા યોગ્ય છે કે મન શાંત હશે તો તમે કોઇ પણ લડાઇ જીતી શકશો. અને કોઇ પણ સમસ્યાથી બહાર નીકળવા માટે એક યોગ્ય રણનીતિનું હોવું જરૂરી છે.

ભૌતિક વસ્તુઓ પાછળ ના ભાગો

ભૌતિક વસ્તુઓ પાછળ ના ભાગો

શિવજી હંમેશા ધન, વૈભવથી દૂર રહ્યા છે. તેમની પાસે પોતાનું કહેવાતું કંઇ હતું તો તે છે ત્રિશુળ અને ડમરું. જે તમને શીખવે છે ભૌતિક લાભો પાછળ ભાગવાના બદલે જે છે તેમાં સુખને શોધતા શીખો.

નકારાત્મકતાને હાવી ના થવા દો

નકારાત્મકતાને હાવી ના થવા દો

ભગવાન શિવને વિષનું પાન કરી નીલકંઠ બન્યા. તેમણે વિષને પોતાની ગળાની અંદર પણ ના ઉતરવા દીધુ અને બહાર પણ ના નીકળવા દીધું. આ વીષ એક પ્રકારની નકારાત્મકતા જ છે. અને આપણે પણ આપણા જીવનની નકારાત્મકના આપણા મનની અંદર નથી ઉતરવા દેવાની તેને બહાર જ રાખવાની છે.

જનૂન વિનાશને નોતરે છે.

જનૂન વિનાશને નોતરે છે.

જ્યારે પણ આપણે જનૂનથી કોઇ વસ્તુ કરી છે ત્યારે ક્યારેક ક્યારેક આપણું જનૂન જ વિનાશ નોતરે છે. દરેક વસ્તુ માટે સરખો ભાવ રાખો. મળે તે માટે પ્રયાસ કરતા રહો પણ તેને જ પોતાનું સર્વસ્વ ના બનાવી દો કે જેના બાદ તમે જીવી જ ના શકો.

પત્નીનું સન્માન

પત્નીનું સન્માન

શિવજીને અર્ધ નરનારીશ્વર કહેવાય છે. તેમણે પતિ તરીકે એક પુરુષે પત્નીને કેમ સાચવવી જોઇએ, તેનું કેવી રીતે સન્માન કરવું જોઇએ તે શીખ આપી છે. તેમણે હંમેશા પોતાને અને પોતાની પત્નીને એક સ્થાન આપ્યું છે.

ધમંડને કાબુમાં રાખો

ધમંડને કાબુમાં રાખો

ક્યારેક આપણું ધમંડ આપણને આપણા લક્ષથી દૂર કરી દે છે. માટે ધમંડને પણ સાચવવો ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે શિવજી હંમેશા ત્રિશૂળ લઇને ચાલતા જેથી તે પોતાના ધમંડને કાબુમાં રાખી શકે. તે કદી પોતાના ધમંડને પોતાની પર હાવી નહતા થવા દેતા ના જ કોઇને ધમંડને સહન કરતા હતા.

દરેક વસ્તુ થોડીક ક્ષણ માટે છે

દરેક વસ્તુ થોડીક ક્ષણ માટે છે

ભગવાન શિવ મહાયોગી છે. તે કદી મોહમાયામાં નહતા પડતા. જે બતાવે છે કે દરેક વસ્તુ ક્ષણ ભર છે. પરિવર્તન સંસારનો નિયમ છે અહીં કંઇ પણ સદાકાળ માટે નથી રહેવાનું. માટે જ સમય સાથે આવતા બદલાવોને સ્વીકારો. અને ક્ષણિક ભોગવાદથી ઉપર ઉઠો.

નૃત્યુકળા

નૃત્યુકળા

શિવજી ખાલી ગુસ્સે થતા ત્યારે જ તાંડવ નહતા કરતા તે જ્યારે ખુશ થતા ત્યારે પણ નૃત્યુ દ્વારા પોતાની ભાવનાઓની અભિવ્યક્તિ કરતા હતા. શિવજીને નૃત્યસમ્રાટ કહેવાય છે. અને નૃત્યુ તમને અનેક રીતે પ્રશ્નો, દુખોથી મુક્ત કરે છે. તો સંગીત અને નૃત્યુને પણ પોતાના જીવનમાં ઉમેરો અને ખુશીઓને અવસર આપતા રહો.

English summary
Look at those 10 things you can learn from Lord Shiva.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X