દુનિયાના તમામ મચ્છર મરી જાય તો શું થાય? હકિકત સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે
વિશ્વમાં વર્ષે લાખો લોકોના મોત મચ્છરના કારણે થાય છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ ઘણા લોકોના જીવ લે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા ખતરનાક મચ્છર પણ દુનિયાના અસ્તિત્વ માટે જરૂરી છે.
વિશ્વમાં મચ્છરની લગભગ 3500 પ્રજાતિ જોવા મળે છે. આમાંના મોટાભાગના મચ્છરો માણસોને પરેશાન કરતા નથી. આ મચ્છરો છોડ અને ફળોના રસ પર જીવિત રહે છે.

આ મચ્છરોમાથી માત્ર છ ટકા માદા તેના ઇંડા વિકસાવવા માણસનું લોહી પીવે છે અને તેમાંથી પણ અડધા માદા મચ્છરો જ પોતાની અંદર રોગના વાયરસનું વહન કરે છે.
મચ્છરોની માત્ર 100 પ્રજાતિ મનુષ્ય માટે હાનિકારક છે. તેમ છતાં એકલા ભારતમાં આ મચ્છરોના કારણે એક વર્ષમાં 10 લાખ લોકોના મોત થયા છે. મલેરિયા, ડેન્ગ્યુ અને યલો ફીવર જેવા મચ્છરજન્ય રોગોને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામે છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે જો વિશ્વના તમામ જીવલેણ મચ્છરોનો નાશ કરવામાં આવે તો શું થશે? આ કેવી રીતે શક્ય છે અને તેનું પરિણામ શું આવશે?
સામાન્ય રીતે મચ્છરોને મારવા કેમિકલ વપરાય છે. આ રસાયણો માનવ સ્વાસ્થ્ય પર મચ્છરો કરતાં પણ ખરાબ અસર કરે છે. હવે વિજ્ઞાને પ્રગતિ કરી છે. કોઈપણ રસાયણો વિના મચ્છરોની વસ્તીને નાબૂદ કરી શકાય છે.
કેટલાક દેશોમાં, વૈજ્ઞાનિક પદ્ધતિઓએ પ્રદેશમાં 90 ટકાથી વધુ મચ્છરોની વસ્તીમાં ઘટાડો હાંસલ કર્યો છે. આમાં નર મચ્છરના જીન બદલીને જીનેટિકલી મોડિફાઈડ મચ્છર બનાવવામાં આવે છે.
મચ્છરોની નવી પેઢી તેના બચ્ચા પેદા કરે તે પહેલાં જ મૃત્યુ પામે છે. પેઢી દર પેઢી મચ્છરો નાબૂદ થાય છે. કેમેન ટાપુઓ પર 2009 અને 2010 વચ્ચે લગભગ ત્રણ મિલિયન આવા મચ્છરો છોડવામાં આવ્યા હતા. આ પ્રયોગથી મચ્છરોની વસ્તીમાં 96 ટકાનો ઘટાડો થયો છે. આ પ્રયોગ બ્રાઝિલમાં સફળ રહ્યો છે.
કેટલાક વૈજ્ઞાનીકો માને છે કે ત્રીસ પ્રકારના મચ્છરોનો નાશ કરીને 10 લાખ લોકોના જીવન બચાવી શકાય છે. આનાથી માત્ર એક ટકા મચ્છરોની પ્રજાતિઓ ખતમ થઈ જશે. અત્યાર સુધી જિનેટિકલી મોડિફાઈડ મચ્છરોના ઉપયોગથી કોઈ આડઅસર જોવા મળી નથી. આ મોટા પાયે કરવાથી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. મચ્છરોને સંપૂર્ણપણે નાબૂદ કરવાથી કુદરતી ફૂડ ચેઈન પર પણ અસર થાય છે.
મચ્છર છોડનો રસ પીવે ત્યારે છોડના પરાગ તેમના દ્વારા ફેલાય છે. જેના કારણે ફૂલો ફળોમાં વિકસે છે. મચ્છર ઘણા જીવો માટે ખોરાક છે. તેમના લાર્વા પણ પાણી અને જમીન બંનેના જીવો માટે ખોરાક બની જાય છે. માછલી, દેડકા, શલભ, કીડી, ગરોળી, ચામાચીડિયા અને અન્ય કેટલાક જંતુઓ અને પ્રાણીઓ પણ મચ્છર ખાય છે.
કેટલાક લોકો એવા છે જે કોઈપણ જાતિને નાબૂદ કરવાના સખત વિરોધમાં છે. તેમની દલીલ એવી છે કે માનવીને ધ્યાનમાં રાખીને ખતરનાક મચ્છરોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ જ તર્કને અનુસરીને માણસ પણ સમગ્ર પ્રકૃતિ માટે ખતરો છે, તો તેને પણ ખતમ કરી દેવો જોઈએ.












Click it and Unblock the Notifications
