For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WhatsAppએ એક નવું ફિચર રજૂ કર્યું, હવે 7 દિવસ બાદ પણ તમે ડિલિટ કરી શકશો મેસેજ

WhatsApp યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે iOS અને Android બંને પ્લેટફોર્મ પર સમયાંતરે અપડેટ્સ રિલીઝ કરવાનું ચાલુ રાખે છે. હવે, કંપનીએ તમારા હાઇડ થઈ ગયેલા સંદેશાઓને નિયંત્રિત કરવા માટે વધુ વિકલ્પો ઉમેર્યા છે.

|
Google Oneindia Gujarati News

WhatsApp યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે iOS અને Android બંને પ્લેટફોર્મ પર સમયાંતરે અપડેટ્સ રિલીઝ કરવાનું ચાલુ રાખે છે. હવે, કંપનીએ તમારા હાઇડ થઈ ગયેલા સંદેશાઓને નિયંત્રિત કરવા માટે વધુ વિકલ્પો ઉમેર્યા છે. એપ હવે યુઝર્સને તમામ નવી ચેટ્સ માટે ડિફોલ્ટ રૂપે અદ્રશ્ય થઈ ગયેલા સંદેશાઓને ચાલુ કરવાની મંજૂરી આપશે અને સંદેશાને કેટલા સમય સુધી અદૃશ્ય થવાનો વિકલ્પ પણ આપી રહી છે.

WhatsApp

હવે યુઝર્સ 7 દિવસ બાદ પણ પોતાનો મેસેજ ડિલીટ કરી શકશે

આમ હવે યુઝર્સને નવા સેટિંગમાં 4 વિકલ્પો મળશે, જે મુજબ તેઓ તેમના મેસેજને અદ્રશ્ય કરવા માટે અમલમાં મૂકી શકશે. આમ હવે WhatsApp યુઝર્સને 3 અલગ-અલગ વિકલ્પો આપે છે. જેમાં 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો સમાવેશ થાય છે. આ રીતે હવે યુઝર્સ 7 દિવસ બાદ પણ પોતાનો મેસેજ ડિલીટ કરી શકશે.

WhatsApp પર અલગ-અલગ હાઇડ ટાઇમ કેવી રીતે સેટ કરવો?

સ્ટેપ 1 : સૌ પ્રથમ, તમારે Google Play Store અથવા Apple App Store પરથી WhatsApp એપ અપડેટ કરવાની જરૂર પડશે.

સ્ટેપ 2 : જે બાદ WhatsApp ખોલો અને ઉપરના જમણા ખૂણામાં સ્થિત હેમબર્ગર આઇકોન પર ટેપ કરો.

સ્ટેપ 3 : હવે તમારે સેટિંગ્સ વિકલ્પ પર ટેપ કરવું પડશે અને પછી 'એકાઉન્ટ' ટેબ ખોલો.

સ્ટેપ 4 : હવે 'પ્રાઇવસી' ટેબ પર ટેપ કરો અને 'ડિફોલ્ટ મેસેજ ટાઈમર' પસંદ કરો.

સ્ટેપ 5 : અહીં તમારે તમારા અનુસાર સમય પસંદ કરવો પડશે, મોટે ભાગે અમને લાગે છે કે, 7 દિવસની સુવિધા પસંદ કરવી યોગ્ય છે. કારણ કે, 90 દિવસ બહુ વધારે છે.

આમ જો તમે 7 દિવસનો સમય પસંદ કરો છો, જો તમે 7 દિવસ પહેલા કોઈ મેસેજને ડિલીટ કરશો, તો સામેના યુઝરના ફોનમાંથી પણ મેસેજ ડિલીટ થઈ જશે. તમને યાદ અપાવી દઈએ કે, WhatsApp એ નવેમ્બર, 2020 માં તેના Disappearing Messages થઈ રહેલા સંદેશાઓ માટે સુવિધા શરૂ કરી હતી. અને હવે તેમાં અલગ અલગ સમય સેટ કરવાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.

આ સાથે જ, થોડા મહિનાઓ પહેલા WhatsApp એ વ્યૂ વન્સનું ફિચર પણ એડ કર્યું હતું, જેમાં વીડિયો અને ફોટો ખોલ્યા બાદ ગાયબ થઈ જાય છે.

English summary
WhatsApp has introduced a new feature, now even after 7 days you can hide the message.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X