ક્યાં વેચાઈ છે દુનિયાની સૌથી મોંઘી જમીન? કિંમત જાણીનો મોઢુ ઉઘાડુ રહી જશે
દુનિયાભરમાં જમીનના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આ વધતા ભાવ વચ્ચે તમને જાણીને નવાઈ લાગશે કે જમીનના ભાવ આજકાલ નહીં પણ સદીઓથી વધતા રહ્યા છે.
જણાવી દઈએ કે, દુનિયાની જમીન આજકાલ નહીં પરંતુ સદીઓ પહેલા વેચાઈ હતી. આ સોદો જમીનનો અત્યારસુધીનો સૌથી મોંઘો સોદો માનવામાં આવે છે.

સમય સાથે જમીનના ભાવ વધી રહ્યા છે. વિશ્વ ઇતિહાસમાં વેચાયેલી સૌથી મોંઘી જમીનની કિંમત સાંભળીને તમે વિચારતા રહી જવાના છો. તમને લાગતુ હશે કે આ જમીન અમેરિકા, બ્રિટન અથવા ઇટાલી જેવા યુરોપિયન દેશોમાં હશે. જો કે એવુ નથી.
અહેવાલો અનુસાર, સૌથી મોંઘી જમીન તરીકે ઉલ્લેખિત જમીન વર્ષ 1705માં વેચાઈ હતી. આ જમીનનો એક ટુકડો તત્કાલીન ધનિક ઉદ્યોગપતિ શેઠ ટોડરમલે સરહિંદ પ્રદેશના મુઘલ ગવર્નર વઝીર ખાન પાસેથી ખરીદ્યો હતો. માત્ર 4 ચોરસ મીટરનો આ ટુકડો તે સમયે 78 હજાર સોનાના સિક્કા ચૂકવીને ખરીદવામાં આવ્યો હતો.
શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહ વિશે બધા જાણે છે. તેમના બે નાના પુત્રો બાબા ફતેહ સિંહ અને બાબા જોરાવર સિંહની વઝીર ખાન નામના ક્રૂર મુઘલે સરહિંદ કિલ્લામાં હત્યા કરી હતી. તે સમયના એક ધનિક વેપારી દિવાન ટોડરમલ ગુરુ ગોવિંદ સિંહના અનુયાયી હતા અને તેમણે વઝીર ખાન પાસેથી એ જ જમીન માંગી જ્યાં બંને સાહિબજાદાઓની હત્યા કરવામાં આવી હતી.
આ સમયે તેમણે એક વિચિત્ર શરત મૂકી. અંતિમ સંસ્કાર માટે આપવામાં આવતી આ 4 ચોરસ મીટર જમીન માટે વઝીર ખાને જમીનને આવરી લે તેટલી સોનાની મોહરની માંગણી કરી. આ માટે તેને સોનાની મોહરોને ઉભી રાખી, જેથી વધુમાં વધુ વસૂલ કરી શકાય.
સાહિબજાદાઓના અંતિમ સંસ્કાર માટે શેઠ ટોડર મલે જમીનની રકમ જેટલી મોહર રાખી અને આ 78 હજાર મોહર હતી. આમ તેમણે જમીનનો એક નાનો ટુકડો ખરીદ્યો.
ઈતિહાસમાં આ જમીનનો ઉલ્લેખ સૌથી મોંઘો જમીન તરીકે થયો છે. કહેવાય છે કે આ માટે શેઠ ટોડર મલેની આખી તિજોરી ખાલી કરી દીધી. તેમની મિલકત પણ વેચી દેવાઈ
તે સમયે 78 હજાર મોહરની કિંમતની ગણતરી કરીએ તો તેનું વજન 7.8 ટન હતુ. એક અંદાજ મુજબ તે સમયે તેની કિંમત 2.5 અબજ રૂપિયા હશે. આજની તારીખે આ કિંમત હજારો અરબ રૂપિયા સુધી જાય.












Click it and Unblock the Notifications
