મહિલાઓને ગમે છે દાઢીવાળા પુરુષો, ક્લીન શેવવાળાનો સમય સમાપ્ત- સ્ટડી
મહિલાઓને ગમે છે દાઢીવાળા પુરુષો
જી હાં, આજનો જમાનો ક્લીન શેવ વાળા પુરુષોનો નહીં પરંતુ દાઢી ધારી યુવાનોનો છે. ’જર્નલ ઓફ ઈવોલ્યુશનરી બાયોલોજી’ના રિસર્સમાં દાવો કરાયો છે કે આજકાલ મહિલાઓને દાઢીવાળા યુવતાનો જ વધુ હેન્ડસમ અને સ્માર્ટ લાગે છે. તમને જણાવી દઈએ કે આ રિસર્ચમાં 8500 મહિલાઓએને દાઢી વાળા કે ક્લીન શેવ પુરુષોને રેટિંગ આપવાનું કહેવાયું હતું. તેમાં કેટલાક પુરુષોના ફોટા શેવિંગના 5 દિવસ બાદના હતા, કેટલાકના બે દિવસ બાદના અને કેટલાક પુરુષોના ફોટા 4 સપ્તાહ બાદના હતા.

મહિલાઓએ દાઢીધારી પુરુષોને આપી પ્રાથમિક્તા
આ તમામ ફોટાઓ જોઈને મહિલાઓએ દાઢીધારી પુરુષોને પ્રાથમિક્તા આપી, મોટાભાગની મહિલાઓએ 10 દિવસ બાદ વાળી તસવીરોને પસંદ કરી, જેમાં પુરુષોની દાઢી વધુ હતી. સ્ટડીમાં એ વાત સાબિત કરાઈ છે કે મહિલાઓ ક્લીન શેવને મહત્વ નથી આપતી.

દાઢીધારી પુરુષો આડંબરમાં નથી માનતા
આ મુદ્દે દિલ્હીની યુવતીઓએ પણ પોતાનો મત જણાવ્યો છે. તેમણએ કહ્યું છે કે દાઢીવાળા પુરુષોને પસંદ કરવાનું કારણ એ છે કે તેઓ રફ ટફ હોય છે. અને ભૌતિક ચીજો તેમના માટે મહત્વની નથી હોતી. શક્ય છે કે મહિલાઓને લાગતું હોય કે આવા પુરુષો શારિરીક સુંદરતાને પસંદ નથી કરતા અને ગંભીર વિચારો ધરાવતા હોય છે.

દાઢી દર્શાવે છે પૌરુષત્વ
આવા લોકો પોતાની દુનિયામાં જ ખોવાયેલા હોય છે, તેમને બહારની ચીજવસ્તુઓથી ફરક નથી પડતો, કોઈ પણ રિલેશનશીપમાં ગંભીરતા મહત્વની હોય છે. આ સ્ટડી એવું પણ કહે છે કે પુરુષોની દાઢીને મહિલાઓ ઉંમર અને પૌરુષત્વ સાથે જોડીને પણ જુએ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
