ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ કેમ બનાવાયા? મોટાભાગના લોકો આનો જવાબ નથી જાણતા?
ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. ભારતમાં પ્રદેશ પ્રમાણે રાજ્યોનું વિભાજન થયુ છે પરંતુ મોટાભાગના લોકોને નથી ખબર કે કેન્દ્રશાસિત પ્રદેશ કેમ બનાવવામાં આવે છે. અમે આજે તમને આ બાબતનો વિગતે જવાબ આપીશું.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે મોટુ અંતર છે. બંધારણ અનુસાર, આઝાદી સમયે આ કેન્દ્રશાસિત પ્રદેશો કાં તો ભારતનો ભાગ નહોતા અથવા એટલા નાના હતા કે તેમને રાજ્યો ન બનાવી શકાયા.

1956 માં રાજ્યોના પુનર્ગઠન પંચે આ વિસ્તારો માટે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખાતી એક અલગ શ્રેણી બનાવવાની ભલામણ કરી હતી. તે સમયે આ વિસ્તારો આર્થિક રીતે અસંતુલિત, આર્થિક રીતે નબળા, વહીવટી અને રાજકીય રીતે અસ્થિર હતા.
તે અલગ વહીવટી એકમો તરીકે ટકી શકે તેમ નહોતા અને કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેવું જરૂરી હતું. બસ આ જ કારણથી કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરાઈ. ભારત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશો ભારતીય પ્રજાસત્તાકના બંધારણનો ભાગ બન્યા. જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશોનું વહીવટી શાસન સીધું કેન્દ્ર સરકારને આધિન છે અને તેનું કેન્દ્ર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી હતું.
માત્ર આ એક જ કારણ નથી. આ સિવાય દિલ્હી અને ચંદીગઢને રાજકીય અને વહીવટી બાબતો માટે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે. સાંસ્કૃતિક ઓળખ જાળવવા, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા.
વ્યૂહાત્મક મહત્વના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. પછાત અને આદિવાસી લોકોની વિશેષ સંભાળ માટે, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો. જો તે તેને પાછળથી રાજ્ય બનાવી દેવાયા.
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને રાજ્યોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવી દીધા છે, તેની પાછળનું મુખ્ય કારણ ત્યાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનું છે, જે રાજ્ય સરકાર કરવામાં અસમર્થ હતી. આ માહિતી અમિત શાહે સંસદમાં 370નું સંશોધન બિલ રજૂ કરતી વખતે આપી હતી.












Click it and Unblock the Notifications
