For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફિસ પ્રેશરના કારણે પુરુષોની તુલનામાં મહિલાઓનુ વધી જાય છે વજન

હાલમાં જ થયેલા એક સંશોધન મુજબ કામના વધતા બોજના કારણે છોકરાઓની સરખામણીમાં છોકરીઓનુ વજન વધુ વધવા લાગે છે.

|
Google Oneindia Gujarati News

નોકરિયાત લોકોનો મોટાભાગનો સમય ઓફિસમાં જ પસાર થઈ જાય છે. વધતા વર્કલોડના કારણે ઘણીવાર વર્કિંગ લોકો કસરત અને હેલ્ધી લાઈફ સ્ટાઈલથી દૂર થવા લાગે છે. જેના કારણે માનસિક અને શારીરિક પ્રભાવ પડવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે સારા કામની અસર છોકરા અને છોકરીઓ બંને પર અલગ અલગ પડે છે. હાલમાં જ થયેલા એક સંશોધન મુજબ કામના વધતા બોજના કારણે છોકરાઓની સરખામણીમાં છોકરીઓનુ વજન વધુ વધવા લાગે છે.

શું કહે છે શોધ

શું કહે છે શોધ

ગોથનબર્ગ વિશ્વવિદ્યાલયમાં જીવનશૈલી પર થયેલા આ સંશોધનમાં સામે આવ્યુ છે કે કામના ચક્કરમાં છોકરાઓના મુકાબલે છોકરીઓમાં વજન વધુ વધવા લાગે છે. સંશોધનકર્તા સોફિયા ક્લિનબર્ગ કરે છે કે અમે સંશોધનમાં જોયુ કે પોતાના કામ લગનથી કરતી છોકરીઓમાં છોકરાઓની સરખામણીએ વધુ વજન વધે છે.

લાંબા સમય સુધી કામ કરવુ

લગભગ 3,872 લોકો પર 20 કલાક સુધી થયેલા આ સંશોધનમાં ઘણી બધી રોચક માહિતી સામે આવી છે. જેવી કે લાંબા સમય સુધી પૂરી લગનથી કામ કરવાના કારણે છોકરીઓમાં વજન વધે છે. એટલુ જ નહિ લગભગ 50 ટકા છોકરીઓ એવી છે જેમનુ કામ અને તેના માટેના તણાવના કારણે વજન સતત વધતુ રહે છે. સાથે ઓછા તણાવ સાથે કામ કરતી છોકરીઓની સરખામણીમાં તેમનુ વજન 20 ટકા વધુ વધ્યુ છે.

કેમ વધે છે વજન

કેમ વધે છે વજન

ઘરની જવાબદારીઓ સાથે ઓફિસના કામને પણ લગન સાથે કરવુ જ છોકરીઓમાં વજન વધવાનુ મુખ્ય કારણ છે. સોફિયા ક્લિનબર્ગની માનીએ તો જ્યારે વાત ઓફિસમાં જવાબદારી સાથે કામ કરવાની આવે છે તો માત્ર છોકરીઓ વધુ પ્રભાવિત થાય છે. બીજી તરફ પરિવારની જવાબદારી પણ સારી રીતે નિભાવે છે. બંને કામો વચ્ચે ખુદના માટે સમય ઓછો મળે છે એવામાં તે કસરત કે હેલ્ધી લાઈફ સ્ટાઈલથી દૂર થવા લાગે છે. આ કારણે તેનુ વજન વધવા લાગે છે.

કામ પર કંટ્રોલ

આ સંશોધનમાં બીજુ એક રોચક તથ્ય સામે આવ્યુ છે કે જે લોકોના કામ પર કંટ્રોલ ઓછો હોય તેમનુ વજન પણ સરળતાથી વધી જાય છે. સાથે આ લોકોને ઘણુ શીખવા મળે છે જેના કારણે તે આગળ નથી વધી શકતા. સાથે આ લોકો ઓફિસમાં કામ માટે વધુ સક્રિય નથી રહેતા.

આ પણ વાંચોઃ ધર્મેન્દ્રની પૂર્વ પત્ની અને બાળકો વિશે પહેલી વાર બોલ્યા હેમા માલિનીઆ પણ વાંચોઃ ધર્મેન્દ્રની પૂર્વ પત્ની અને બાળકો વિશે પહેલી વાર બોલ્યા હેમા માલિની

તણાવમુક્ત હોવુ છે જરૂરી

તણાવમુક્ત હોવુ છે જરૂરી

તો શું ઓફિસમાં તણાવના કારણે વજન માપવાની કોઈ રીત છે સૌથી પહેલા તો આ પરિસ્થિતિમાં ઓફિસ બદલી દેવી બિલકુલ સારો વિકલ્પ નથી. પરંતુ તમે ઓફિસમાં જ તણાવ ઓછો કરતી એક્ટિવિટીમાં ભાગ લઈ શકો છો. જેમ કે મોકો મળતા જ કામ વચ્ચે ઉંડા શ્વાસ લેવા, સાથે થોડો બ્રેક મળતા થોડી વાર માટે બ્રિસ્ક વૉક કરીને આવવુ. એટલુ જ નહિ તમે ઈચ્છો તો તમારી ખુરશી પર બેસીને જ નાની નાની સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરી શકો છો.

English summary
women are more vulnerable to gain weight as compared to men when they have a demanding job.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X