For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ હુમલાખોર હેલિકોપ્ટરથી ખૌફ ખાય છે વિરોધીઓ

|
Google Oneindia Gujarati News

પોતાના દેશને વિરોધી દેશના હુમલાથી બચાવવા માટે દરેક દેશમાં એકથી એક ચઢિયાતા હથિયારો અને સામગ્રી રાખવામાં આવતી હોય છે. દરેક દેશની આર્મીને ત્રણેય પાંખ શક્તિશાળી સામગ્રીઓ પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી જ્યારે પણ અન્ય દેશ સાથે યુદ્ધનો માહોલ સર્જાય અથવા તો યુદ્ધ થાય ત્યારે તેમનો દેશ સુરક્ષિત રહી શકે. આવી યાદીઓમાં હેલિકોપ્ટર્સે પણ ખાસી એવી ભૂમિકા અદા કરી છે.

હાલ દેશના ઉત્તરાખંડમાં ભારે તારાજી સર્જાઇ અને તેમાં પણ આપણી સેનાના હેલિકોપ્ટર્સનો ખાસો એવો ઉપયોગ કરીને પૂર પીડિતોને કપરી સ્થિતિમાંથી આપણા જવાનોએ બહાર કાઢ્યાં છે. ત્યારે આ વખતે અમે અહીં એવા જ કેટલાક હેલિકોપ્ટર અંગે આછેરી માહિતી આપી રહ્યાં છે કે, જે વિશ્વના અનેક દેશોમાં પોતાની સેવા બજાવી રહ્યાં છે અને જેમને વિશ્વના સૌથી ખતરનાક હુમલાખોર હેલિકોપ્ટર તરીકે સંબોધવામાં આવે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આ યાદીમાં કયા કયા હેલિકોપ્ટરનો સમાવેશ કરાયો છે.

એએચ-64ડી અપાચે લોંગ બોઉ

એએચ-64ડી અપાચે લોંગ બોઉ

બોઇંગ એચ-64 અપાચે એટેક હેલિકોપ્ટર ગોલ્ફ વોરમાં તેની શક્તિશાળી અન્ટી આર્મર વેપન સિસ્ટમ માટે જાણીતું બન્યું હતું.

કામોવ કેએ-50 અને કેએ 52

કામોવ કેએ-50 અને કેએ 52

કામોવ કેએ ને બ્લેક શાર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ એક સિંગલ સીટ રશિયન હેલિકોપ્ટર છે. જેમાં કામોવ ડિઝાઇન બ્યૂરોના ડિસ્ટિન્ક્ટિવ કોએક્સિઅલ રોટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને 1980માં ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને તેને રશિયન આર્મીમાં સેવા અર્થે 1995માં આપવામાં આવ્યું હતું.

એમઆઇ-28એચ હાવોક

એમઆઇ-28એચ હાવોક

એમઆઇ-28 એચ હાવોક રશિયન ઓલ વેધર, ડે નાઇટ, મિલેટ્રી ટેન્ડેમ, ટુ સીટ અન્ટી આર્મર એટેક હેલિકોપ્ટર છે.

યુરોકોપ્ટેર ટાઇગર

યુરોકોપ્ટેર ટાઇગર

યુરોકોપ્ટેર ટાઇગર એક એટેક હેલિકોપ્ટર છે જેને યુરોકોપ્ટેર દ્વાર મેન્યુફેક્ચર્ડ કરવામાં આવ્યું છે. જર્મનીમાં તેને ટાઇગરના નામથી ઓળખવામાં આવે છે અને ફ્રાન્સ અને સ્પેનમાં તેને ટાઇગ્રે તરીકે ઓળખવામાં આવે છે.

એએચ-1ઝેડ વાઇપેર

એએચ-1ઝેડ વાઇપેર

આ એટેક હેલિકોપ્ટર કેપેબલ, ફ્લેક્સિબલ અને મલ્ટિ મિશન છે.

 એ-129/ટી-129

એ-129/ટી-129

અગસ્ટા એ129 માંગુસ્તા હેલિકોપ્ટરને અગ્સતા દ્વારા ઇટલીમાં ડિઝાઇન અને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ પહેલું એટેક હેલિકોપ્ટર છે કે જેનું ડિઝાઇન અને પ્રોડ્યુસ્ડ વેસ્ટર્ન યુરોપ દ્વારા કરવામાં આવ્યું છે. ધ ટાઇ અને અગસ્ટા વેસ્ટલેન્ડ ટી-129 એટીએકના ડેવલોપમેન્ટની જવાબદારી તુર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી અને એગસ્ટા વેસ્ટલેન્ડના સંયુક્ત સાહસે સોંપવામાં આવી હતી.

AH-1W સુપર કોબરા

AH-1W સુપર કોબરા

બેલ એએચ 1ડબલ્યુ સુપર કોબરા ટ્વિ એન્જીન એટેક હેલિકોપ્ટર છે જે યુએસ આર્મીમાં છે.

AH-2 રૂઇવોક

AH-2 રૂઇવોક

આ હેલિકોપ્ટરને દક્ષિણ આફ્રિકાના ડેનેલ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકન એરફોર્સ દ્વારા માત્ર 12 ડેનેલ એચ 2 રૂઇવોક હેલિકોપ્ટરને ઓપરેટ કરવામાં આવે છે.

 MI-24 હિન્દ

MI-24 હિન્દ

એમઆઇ 24 હિન્દ એક લાંબુ ગનશિપ હેલિકોપ્ટર અને એટેકર હેલિકોપ્ટર છે, તેમજ તે આઠ પેસેન્જરનું વહન પણ કરી શકે છે. રશિયન એરફોર્સમાં આવેલું આ પહેલું હેલિકોપ્ટર હતું કે જે ગનશીપ અને ટ્રાન્સપોર્ટ કરી શકતું હતું.

z-10 એટેકર હેલિકોપ્ટર

z-10 એટેકર હેલિકોપ્ટર

z-10 હેલિકોપ્ટરનો સમાવેશ ચાઇનિઝ આર્મીમાં 2008-09માં કરવામાં આવ્યો હતો. આ હેલિકોપ્ટરમાં આગળ અને પાઇલોટ પાસે ગનર સીટ રાખવામાં આવી છે. જેમાં 30 એમએમ કેનન, એચજે 9 અન્ટી ટેન્ક ગાઇડેટ મિસાઇલ, એચ જે 10 અન્ટી ટેન્ક્ડ મિસાઇલ અને ટીવાય 90 એર ટૂ એર મિસાઇલ્સ વિગેરે હથિયારનો સમાવેશ કરાયો છે. તદઉપરાંત તે અનઓપરેટેડ રોકેટ પોડ્સનું પણ વહન કરી શકે છે.

English summary
here is the list of World's Best Attack Helicopters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X