હાર્વે બૉલ, જેમના લીધે મનાવવામાં આવે છે World Smile Day, સ્માઈલી ફેસ પણ તેમનુ જ યોગદાન
'વર્લ્ડ સ્માઈલ ડે' દર વર્ષે ઓક્ટોબરના પહેલા શુક્રવારે ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે 7 ઓક્ટોબરે આવે છે.
Happy World Smile Day 2022: 'વર્લ્ડ સ્માઈલ ડે' દર વર્ષે ઓક્ટોબરના પહેલા શુક્રવારે ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે 7 ઓક્ટોબરે આવે છે. તેને વિશ્વ સ્મિત દિવસ પણ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આજે 7 ઓક્ટોબરના રોજ વિશ્વ સ્મિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ સ્મિત દિવસ 1999થી સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જીવન માટે ખુશ રહેવુ અને હસતાં રહેવુ કેટલુ જરુરી છે તેનુ મહત્વ સમજવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં લોકો વિશ્વ સ્મિત દિવસની ઉજવણી અનોખી રીતે કરે છે.

કોના લીધે મનાવવામાં આવે છે વર્લ્ડ સ્માઈલ ડે
અમેરિકન કલાકાર હાર્વે બૉલે વિશ્વ સ્મિત દિવસની ઉજવણીનો સૌ પ્રથમ પ્રસ્તાવ મૂક્યો હતો. 1963 માં હાર્વે બૉલે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા સ્માઈલી ચહેરાની શોધ કરી. જ્યારે હાર્વેએ હસતો ચહેરો શોધ્યો ત્યારે તેમણે થોડા વર્ષો પછી નોંધ્યુ કે 'ઓવર-કમર્શિયલાઇઝેશન'ને કારણે તે સમય જતા તેનુ મૂળ મહત્વ ગુમાવી રહ્યુ છે.

સ્માઈલી ફેસ ગ્રાફિક ડિઝાઇનર તરીકે જાણીતા
હાર્વે બૉલનુ પૂરુ નામ હાર્વે રોસ બૉલ છે. તેમનો જન્મ 10 જુલાઈ 1921ના રોજ થયો હતો. તે અમેરિકન કલાકાર હતા. વિશ્વભરના લોકો હાર્વે બૉલને સ્માઈલી ફેસ ગ્રાફિક ડિઝાઇનર તરીકે જાણે છે. હાર્વે બૉલના પિતાનુ નામ અર્નેસ્ટ જી. બૉલ અને માતાનુ નામ કિટ્ટી રૉલ બલ હતુ. હાર્વે બૉલને પાંચ ભાઈ-બહેન હતા. હાર્વે બૉલે વર્સેસ્ટર આર્ટ મ્યૂઝિયમ સ્કૂલમાંથી કલાના ક્ષેત્રમાં ડિગ્રી મેળવી. જે પછી તેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યા બાદ 1963માં સ્માઈલી ફેસની શોધ કરી. અગાઉ તેનો ઉપયોગ બિઝનેસ પ્રમોશન માટે થતો હતો.

વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશનની સ્થાપના
હાર્વે બૉલનુ 2001માં અવસાન થયુ હતુ. હાર્વે બૉલનુ 12 એપ્રિલ 2001ના રોજ 79 વર્ષની વયે અવસાન થયુ. તેઓ તેમની પાછળ 64 વર્ષની પત્ની અને ચાર બાળકો છોડી ગયા છે. હાર્વે બૉલના મૃત્યુ પછી વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશન બાળકોને મદદ કરે છે. ફાઉન્ડેશન વર્લ્ડ સ્માઈલ ડે પર ઘણા કાર્યક્રમોનુ પણ આયોજન કરે છે. 1970ના દાયકામાં સ્માઈલી ફેસને રાજકીય રીતે, તેમજ ફિલ્મો, કાર્ટૂન અને કૉમિક પુસ્તકોમાં ઉપયોગમાં લેવાનુ શરૂ થયુ. પ્રારંભિક ઈન્ટરનેટ યુગમાં સ્માઈલી ફેસ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો હતો અને તે 1990ના દાયકામાં લોકપ્રિય બન્યો હતો.












Click it and Unblock the Notifications
