For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2022: આ વર્ષે ડેટિંગ માટે આ શબ્દો થયા લોકપ્રિય

ઑનલાઈન ડેટિંગ માટે અલગ-અલગ શબ્દોનો ઉપયોગ થતો હોય છે. આવો જાણીએ વર્ષ 2022માં ડેટિંગ માટે લોકપ્રિય થયેલા શબ્દો અને તેના અર્થ.

By Desk
|
Google Oneindia Gujarati News

Words for Dating: ડેટિંગ કરવા માટેની એક ભાષા હોય છે. તેના અલગ-અલગ તબક્કાઓ માટેના નિયમો અને શબ્દાવલી હોય છે. જેનાથી અપડેટેડ રહેવુ આજના જમાનાની ડિમાન્ડ છે. શું તમને ક્યારેય કોઈના ઈન્સ્ટાગ્રામ પર સૉફ્ટ લૉન્ચ કે બ્રેડક્રંબ કરવામાં આવ્યા છે. જેનો અર્થ તમને એ વિશ્વાસ અપાવવા માટે છે કે કોઈ તમને પસંદ કરે છે? જો તમને આ વાત હજુ સમજમાં ન આવી હોય તો વર્ષ 2022માં ડેટિંગની ભાષાને જાણવા માટે આ લેખ વાંચો.

સૉફ્ટ લૉન્ચિંગ

સૉફ્ટ લૉન્ચિંગ

સૉફ્ટ લૉન્ચ એક વેબ શબ્દ છે જેનો અર્થ સ્ટેપ્સમાં એક નવી વેબસાઈટ લૉન્ચ કરવાનો છે. પરંતુ ડેટિંગ સ્લેંગમાં આ એક નવા સંબંધના લૉન્ચને રિફર કરે છે. સોશિયલ મીડિયા પર નાના સંકેતનો પોસ્ટ કરવાનો આ ટ્રેન્ડને દર્શાવે છે કે તમે કોઈને ડેટ કરી રહ્યા છો. જેમ કે પોતાનો ચહેરો બતાવ્યા વિના પોતાનો હાથ પકડેલા બતાવવુ. અથવા માત્ર એકબીજાનો ફોટો શેર કરીને તમે આનો ઑફિશિયલ બનાવી શકો છો.

બ્રેડક્રંબિંગ

બ્રેડક્રંબિંગ

જો કોઈ તમને ડોમિનેટ કરી રહ્યુ હોય તો તેને બ્રેડક્રંબ કહે છે. ક્યારેક-ક્યારેક ચેટ અને વાતચીતમાં આ વસ્તુને સામેલ કરવામાં આવે છે. તમારી સાથે ફ્લર્ટ કરતા હોય પરંતુ ક્યારેય સંબંધને આગળ વધારવાનો ઈરાદો ના રાખતા હોય. જો તમે એવા વ્યક્તિ હોય જેણે બ્રેડ ક્રંબિંગનો સામનો કર્યો હોય તો સૌથી સારુ એ રહેશે કે તમે આનો બંધ કરો અને એ વ્યક્તિનો સામનો કરો.

ધ હે-ટેર

ધ હે-ટેર

જો તમે એક સાધારણ 'હે'થી શરુ થી વાતચીતને નજરઅંદાજ કરતા હોય તો તમે ચોક્કસપણે 'હે-ટેર' છો. ઑનલાઈન ડેટિંગ માટે સૌથી ખરાબ વાતચીતની શરુઆત એક સાધારણ 'હે' છે. જો તમે કોઈની સાથે વાત કરવા માટે 'હાય' કે 'હે'નો ઉપયોગ કરતા હોય તો વાતચીત શરુ થતા પહેલા જ ખતમ થઈ જાય છે.

ઝોંબી-આઈએનજી

ઝોંબી-આઈએનજી

આ પહેલા ઘોસ્ટીંગનુ ચલણ હતુ, જ્યારે વ્યક્તિ કોઈ એક્સપ્લેનેશન વિના અચાનક સંપર્ક ખતમ કરી દે છે. ઝોંબી એક એવો વ્યક્તિ છે જે તમને ભૂતિયા બનાવે છે પરંતુ ક્યાંય પણ ગયા બાદ તમારી પાસે જ પાછો આવે છે. જેમ કે કંઈ થયુ જ ના હોય. એવામાં તમારા માટે એક રેડ ફ્લેગ છે. આ રીતના સંકેત મળ્યા બાદ તમારે ત્યાંથી ભાગી જવુ જોઈએ, જેમ કે તમે ખરેખર કોઈ ઝોંબીને જોઈને ભાગવાનુ પસંદ કરો છો.

વૉકફિસિંગ

વૉકફિસિંગ

વૉકફિસિંગ શબ્દ કેટફિશિંગ બાદ બનાવવામાં આવ્યો છે. જે ત્યારે થાય છે જ્યારે કોઈ સોશિયલ મીડિયા પર ખોટી ઓળક કે વ્યક્તિત્વ બનાવવાની કોશિશ કરે છે. વૉકફિશિંગ ત્યારે થાય છે જ્યારે કોઈ ખુદને વાસ્તવમાં તેનાથી વધુ પ્રગતિશીલ તરીકે બતાવવાની કોશિશ કરે છે. આ વસ્તુ બીજાને પ્રભાવિત કરવા માટે કરવામાં આવે છે.

English summary
Year Ender 2022: Many new words started trending in online dating. Some dating words that became popular in the year 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X