Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2022: Swiggy પર એક મિનિટમાં થયા 137 બિરયાની ઑર્ડર, જુઓ આખુ લિસ્ટ

સ્વિગી પર વર્ષ 2022 દરમિયાન કયા ખાદ્ય પદાર્થના સૌથી વધુ ઑર્ડર આવ્યા. તે અંગે સ્વિગીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે.

ભારતમાં લોકો ખાવાના ખૂબ શોખીન છે. વર્ષ 2022 પૂરુ થવાને હવે થોડાક જ દિવસો બાકી છે. સ્વિગીએ વર્ષ 2022 માટે તેનો વર્ષનો ટ્રેન્ડ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સ્વિગી દ્વારા બતાવવામાં આવ્યુ છે કે આ વર્ષે લોકોએ ખાવામાં સૌથી વધુ કઈ વસ્તુઓનો ઑર્ડર આપ્યો છે. વર્ષ 2022માં પણ લોકોએ બિરયાની અને મસાલા ઢોસા માટે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો.

biryani-dosa

બિરયાની અને મસાલા ડોસા બંને આ વર્ષે પણ સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર કરાયેલા ખાદ્ય પદાર્થોમાં સામેલ થયા હતા. બિરયાની સતત સાતમા વર્ષે સ્વિગી પર તેનુ સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. આ વર્ષે પણ સ્વિગી પર સૌથી વધુ લોકોએ બિરયાની ઑનલાઈન ઓર્ડર કરી હતી. સ્વિગી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ એક મિનિટમાં 137 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો.

તેના અહેવાલમાં માહિતી આપતા સ્વિગીએ કહ્યુ કે આ વર્ષે પણ બિરયાનીએ એક સેકન્ડમાં 2.28 બિરયાની ઓર્ડર સાથે નવા રેકોર્ડ બનાવ્યા છે. ભારતના ફૂડીઝે ઇટાલિયન અને કોરિયા લોકપ્રિય વિકલ્પો તરીકે ઉભરી આવવા સાથે પણ વિદેશી ફ્લેવરને પણ પસંદ કર્યુ છે. લોકોએ ચાથી લઈને ડિનર સુધીની ડિલિવરી માટે સ્વિગી ઈન્સ્ટામાર્ટનો ઉપયોગ કર્યો છે.

વર્ષ 2022માં સ્વિગી પર ઑર્ડર કરાયેલ ફૂડની યાદી

સ્વિગી પર સૌથી વધુ ઑર્ડર કરાયેલા દેશી ફૂડ

1. ચિકન બિરિયાની 2. મસાલા ઢોસા 3. ચિકન ફ્રાઈડ રાઇસ 4. પનીર બટર મસાલા 5. બટર નાન 6. વેજ ફ્રાઈડ રાઇસ 7. વેજ બિરિયાની 8. તંદૂરી ચિકન

સૌથી વધુ ઓર્ડર કરાયેલ વિદેશી ખોરાક

1. ઇટાલિયન પાસ્તા 2. પિઝા 3. મેક્સિકન બાઉલ 4. મસાલેદાર રેમન 5. સુશી

સ્વિગી પર ઓર્ડર કરેલા ટોપ 8 સ્નેક્સ

1. સમોસા 2. પોપકૉર્ન 3. પાવ ભાજી 4. ફ્રેન્ચ ફ્રાઈસ 5. ગાર્લિક બ્રેડ સ્ટિક 6. હૉટ વિંગ્સ 7. ટેકો 8. ક્લાસિક સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ

સૌથી વધુ ઓર્ડર કરાયેલ ટોપ 10 મીઠાઈઓ

1. ગુલાબજાંબુ 2. રસમલાઈ 3. ચોકો લાવા કેક 4. રસગુલ્લા 5. ચોકોચિપ્સ આઈસ્ક્રીમ 6. આલ્ફોન્સો મેંગો આઈસ્ક્રીમ 7. કાજુકતરી 8. ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ 9. ડેથ બાય ચોકલેટ 10. હૉટ ચોકલેટ ફઝ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X