વિશ્વના 10 સૌથી શાનદાર સ્માર્ટફોન

આ વર્ષ પૂર્ણ થવાને હવે બહુ દિવસો બાકી નથી. એપલ, સેમસંગ, એલજી, ગુગલ, નોકિયા અને સોની સહિતની મોબાઇલ નિર્માણ કંપનીઓ દ્વારા અનેક સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ દિવાળી પહેલાં એલજી અને સેમસંગે પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા, તો મોટોરોલા ટૂંક સમયમાં પોતાનો બીજો ફોન મોટો જી લોન્ચ કરવાની છે.

માર્કેટમાં સતત એકથી એક ચઢિયાતા અને નીતનવા ફીચર સાથે મોબાઇલ તેમા પણ ખાસ કરીને સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે મોબાઇલ ધારકો માટે સૌથી મોટો પ્રશ્ન બજારમાં મળી રહેલા સારા ફીચર ધરાવતા મોબાઇલમાંથી એક શ્રેષ્ઠ મોબાઇલ પસંદગીનો ઉભો થાય છે. તેથી આજે અમે આ પ્રશ્નનો હલ લાવવા માટે વિશ્વના 10 શ્રેષ્ઠ સ્માર્ટફોન લાવ્યા છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આઇફોન 5 એસ

આઇફોન 5 એસ

આઇફોનનો 5 એસ વિશ્વના સૌથી શ્રેષ્ઠ સ્માર્ટફોનમાં નંબર વન પર છે, જો કે તેની ડિઝાઇન પોતાના ગયા મોડલને ઘણી મળતી આવે છે, પરંતુ 5 એસમાં આપવામાં આવેલા ફિંગરપ્રિન્ટ સેંસર અને પાસવર્ડ વગર ફોનને અનલોક કરવાનો ફીચર યુનિક છે.

એચટીસી વન ગુગલ એડીશન

એચટીસી વન ગુગલ એડીશન

સેમસંગની જેમ એચટીસીએ પણ ગુગુલ સાથે કરાર કરીને એચટીસી વનની ગુગલ એડીશનને લોન્ચ કરીછે, જેને શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ફોન કહીં શકાય છે. તેમાં એચટીસી વનના તમામ સોફ્ટવેર આપવામાં આવ્યા છે, સાથે જ એન્ડ્રોઇડનું ક્લીન વર્ઝન તેને એકસ્ટ્રા ફીચર પ્રોવાઇડ કરે છે.

એચટીસી વન

એચટીસી વન

જો તમે એક એવો એન્ડ્રોઇડ ફોન ઇચ્છો છો જે કોંટ્રેક્ટની સાથે મળે તો એચટીસી વન એ બાબતે શ્રેષ્ઠ છે, તેની મેટલ ડિઝાઇન તેને દેખાવમાં સુંદર અને મજબૂત બનાવે છે.

મોટોરોલા મોટો એક્સ

મોટોરોલા મોટો એક્સ

મોટો એક્સ સ્માર્ટફોનની રેંજમાં એક શ્રેષ્ઠ ફોન છે, જેમાં એન્ડ્રોઇડનું ક્લીન વર્ઝન આપવામાં આવ્યું છે, સાથે જ લોક વગર સ્ક્રીન ઓપન કરીને તમે તમારા નોટિફિકેશનને ચેક કરી શકો છો.

સેમસંગ ગેલેક્સી એસ 4 ગુગલ એડીશન

સેમસંગ ગેલેક્સી એસ 4 ગુગલ એડીશન

સેમસંગે ગુગલની સાથે મળીને ગેલેક્સી એસ 4 એડીશન લોન્ચ કરી હતી, જેમાં સેમસંગના કેટલાક એક્સ્ટ્રા સોફ્ટવેર સપોર્ટ આપવામાં આવ્યા હતા.

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4 પણ વિશ્વ ભરમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની બોડી સસ્તા પ્લાસ્ટિકની બનેલી છે, જે કેટલાકને લોકોને પસંદ આવી નથી, પરંતુ ફીચર્સના મામલે આ ઘણો સારો ફોન છે.

આઇફોન 5સી

આઇફોન 5સી

આઇફોન 5સી એપલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા બે મોડલ્સમાનું એક છે, આઇફોન 5 બાદ લોન્ચ કરવામાં આવેલા 5સીમાં અનેક સારા કલર ઓપ્શન મળશે, જે પહેલીવાર એપલે પોતાના ફોનમાં આપ્યા છે.

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગનો ગેલેક્સી નોટ 3 પોપ્યુલર ફેબલેટ છે, જે આજે પણ ઘણો પસંદ કરવામાં આવે છે. તેમાં 5.7 ઇંચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે, આ ઉપરાંત તે વજનમાં હળવો છે, ફોનની સાથે એક સ્ટાયલસ પણ આપવામાં આવ્યું છે.

એલજી જી2

એલજી જી2

એલજીનો જી 2 તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 5.2 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, ફોનના બેકમાં વોલ્યુમ બટન આપવામાં આવ્યું છે, જે અનેક બીજા કમાન્ડ પણ આપી શકે છે.

નોકિયા લુમિયા 925

નોકિયા લુમિયા 925

નોકિયા લુમિયા 925 શ્રેષ્ઠ વિન્ડો સ્માર્ટફોન છે, જેમાં શાનદાર કેમેરા આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X