For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષ પહેલા આ ફોન હતા લોકોની પહેલી પસંદ

|
Google Oneindia Gujarati News

જો તમે હાલ કોઇ સ્માર્ટફોન યૂઝરને સવાલ પૂછશો કે 10 વર્ષ પહેલા તે કયા ફોનનો યૂઝ કરતો હતો તો તેને ભાગ્યે જ યાદ હશે. તો ચાલો આજે આવા જ કેટલાક જૂના ફોન અને તેના મોડેલને યાદ કરીએ.

તમને યાદ છે મોટોરોલાનો ફ્લિપ ફોન જેમાં ફોન રિસિવ કરવા ફોન ખોલવો પડતો હતો અને નોકિયા 1110ને કેવી રીતે ભૂલાય! ત્યારે મોબાઇલ ફોન હોવો મોટી વાત ગણાતી અને SMSના સસ્તા દર અને પ્લાન વિષે લોકો ચર્ચા કરતા.

તો ચલો આજે આવા જ કેટલાક જૂના ફોનની જૂની યાદોને ફરી તાજા કરીએ.

Motorola Moto Razr V3

Motorola Moto Razr V3

મોટોરોલા મોટો રેજર વી 3 જેમાં ફોન અટેન્ડ કરવા પહેલા ફ્લિપ ખોલવી પડતી હતી. આ ફોન એક પ્રોફેશનલ લૂક આપતો હતો અને માટે જ બિઝનેસ કરતા લોકોની તે પહેલી પસંદ હતો વળી આ પહેલા તેવા ફોન હતો જે સ્લીક અને સુંદર લૂક આપતો હતો.

સોની એરિક્શન કે750

સોની એરિક્શન કે750

સોની એરિક્શન કે750એ કેમેરા ફોનની શરૂઆત કરી તેવું કહી શકાય. કારણ કે તેમાં હતો 2 મેગાપિક્સલ કેમેરો. જે તે સમયે 13 મેગાપિક્સલની બરાબર હતો.

નોકિયા એન 70

નોકિયા એન 70

આ ફોનને તમે કમ્યૂનિકેટર, પીડીએ પણ કહી શકો છો. આ ફોનને આજકાલના સ્માર્ટફોનનો બાપ કહીએ તો તેમાં કંઇ ખોટું નથી. તેમાં 2.1 ઇંચની મોટી સ્ક્રીન હતી. અને તે એડવાંસ 60 યૂઆઇ પર રન કરતો હતો.

બ્લેકબેરી 7100

બ્લેકબેરી 7100

2005 બ્લેકબેરી ફોન માટે એક ગોલ્ડન સમય હતો. બ્લેકબેરી 7100માં એડવાન્સ બીબી ઓએસ આપવામાં આવ્યું હતું જેથી તમે ઇમેલ પણ કરી શકતા હતા. તે સમયે ફોનથી ઇમેલ કરવું મોટી વાત હતી અને માટે જ આ ફોનને તે સમયે સારું વેચાણ કર્યું હતું.

નોકિયા 8800

નોકિયા 8800

સ્ટેનલેસ સ્ટીલ લુકની સાથે આ ફોન સ્લાઇડ ફોનની દુનિયાનો સૌથી સફળ મોડેલમાંથી એક હતો. જેમાં 1.7 ઇંચની સ્કીન હતી અને એસવીજી કેમેરા હતો. વધુમાં તેની સ્કીન 256 કલરને સપોર્ટ કરતી હતી.

મોટોરોલા ક્યૂ 8

મોટોરોલા ક્યૂ 8

મોટોરોલા કયૂ 8 તે સમયે સૌથી એડવાન્સ ફોન હતો જેમાં નેવિગેશન બટન હતા. આ ફોન બિઝનેસ યુઝર્સમાં સારો એવો પ્રોપ્યુલર હતો.

નોકિયા 1110

નોકિયા 1110

આ લિસ્ટ નોકિયા 1110નું નામ લીધા વગર અધુરું છે. નોકિયાનું બેસ્ટ મોડેલ અને શરત લગાવીને કહું કે તમારા માંથી મોટા ભાગના લોકોએ આ ફોન વાપર્યો જ હશે.

English summary
Ask teens these days what phones people used just 10 years ago, and you might find the answers are far from reality. Indeed, there’s been a profound change in technology, a gigantic leap forward that has completely overhauled the mobile phone landscapes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X