For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેકન્ડ હેંડ ગેજેટ ખરીદવા છે, તો અહીંથી ખરીદો

By Super
|
Google Oneindia Gujarati News

ગ્રે-માર્કેટનો ભારતીય ઇલેક્ટ્રોનિક માર્કેટમાં 50 ટકા હિસ્સો છે, જેમાં તમને લગભગ તમામ પ્રકારના ગેજેટ 25થી 50 ટકાની કિંમતમાં મળી જશે. ગ્રે માર્કેટ એટલે કે એવું બજાર જ્યાં તમે સેકન્ડ હેંડથી લઇને નવા ગેજેટ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. દરેક શહેરમાં આવું એક ગ્રે માર્કેટ હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે નવા ગેજેટ ગ્રે માર્કેટમાં ઓછી કિંમતમાં કેવી રીતે મળી શકે. તેની પાછળનું કારણ છે, સૌથી પહેલા અહીંથી તમે જે ગેજેટ ખરીદો છો, તેના પર કોઇ વેટ લાગતો નથી, કારણ કે ત્યાં ના તો સ્લીપ કે પછી ગેરન્ટ અને વોરન્ટી મળે છે.

ગ્રે માર્કેટમાં મોટાભાગના ગેજેટોની પેકિંગ તો સાચા જેવી જ હોય છે, પરંતુ જો તમે જાણકાર નથી તો નવા પેકિંગમાં જૂનો માલ મળી શકે છે. સીધા શબ્દોમાં કહીંએ તો ગ્રે માર્કેટથી તમે જે પણ ગેજેટ ખરીદો છો, એ કા તો ચોરીછૂપીથી લાવવામાં આવે છે અથવા તો જૂના ગેજેટ્સને ફરીથી રિપેર કરીને વેંચવામાં આવે છે, તેનો અર્થ એ નથી કે અહીંથી કોઇપણ મોબાઇલ, લેપટોફ અથવા તમામ ગેજેટ બેકાર હોય છે. પરંતુ જ્યારે પણ ગ્રે માર્કેટમાંથી કોઇ સામનની ખરીદી કરો તો સંપૂર્ણ તપાસ કરી લો. તો ચાલો તસવીરોમાં જોઇએ કે ભારતમાં ક્યાં ક્યાં ગ્રે માર્કેટ છે, જ્યાંથી તમે મોબાઇલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સ ખરીદી શકો છો.

દિલ્હી

દિલ્હી

દિલ્હીમાં નહેરુ પ્લેસ, લાજપત રાય માર્કેટ, પાલિકા બજાર પોપ્યુલર ગ્રે માર્કેટ છે, જ્યાં તમને તમામ ગેજેટ મળી જશે. તેમાંથી નેહરુ પ્લેસ ભારતનું સૌથી મોટું સોફ્ટવેર માર્કેટ છે. પાલિકા બજારમાં ઓછી કિંમતમાં પ્રોડક્ટ ખરીદી શકાય છે. આ તમામ માર્કેટ દિલ્હી શહેરની વચ્ચે છે. તાજેતરમાં જ દિલ્હીની ગ્રે માર્કેટમાં એપલનો આઇફોન 5 એસ 1 લાખ રૂપિયામાં ભારતમાં લોંચ થયો તે પહેલા મળી રહ્યો હતો.

બેંગ્લોર

બેંગ્લોર

બેંગ્લોરમાં નેશનલ માર્કેટ અહીંની સૌથી મોટી ગ્રે માર્કેટ છે, જ્યાં તમને દરેક પ્રકારની પાઇરેટેડ ડીવીડી અને બીજી એસેસરીઝ મળી જશે. આ બેંગ્લોરની એકમાત્ર ગ્રે માર્કેટ છે, જ્યાં તમને તમામ ગેજેટ મળી જશે, પરંતુ અહીં જતા પહેલા તમે કોઇ જાણકારને તમારી સાથે જરૂરથી લઇ જજો.

મુંબઇ

મુંબઇ

સ્વપ્ન નગરી મુંબઇના હીરા પન્ના શોપિંગ સેન્ટર, લેમિંગટન રોડ અન મનિષ માર્કેટ મોટી ગ્રે માર્કેટ છે,જ્યાં તમે થોડો ભાવતાલ કરાવો તો અનેક લેટેસ્ટ ગેજેટ ઓછી કિંમતમાં મળી જશે. હીરા પન્ના ગ્રે માર્કેટ હાજી અલીથી ઘણી નજીક આવેલું છે, જ્યાં સહેલાયથી પહોંચી શકાય છે.

ચેન્નાઇ

ચેન્નાઇ

ચેન્નાઇમાં બર્મા બજાર સૌથી પોપ્યુલર ગ્રે માર્કેટ છે, જ્યાં પર ઓછી કિંમતમાં ડીવીડી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સની સાથે ઘરેલુ હાઉસહોલ્ડ આઇટમ તમને મળી જશે. બર્મા ગ્રે માર્કેટ પેરી કોર્નર પાસે બનેલી છે.

કોલકતા

કોલકતા

કોલકતાનું ચાંદની ચોક મોટી ગ્રે માર્કેટ છે, જ્યાં ફોન, કેમેરા, હાર્ડવેર સાથે અને બીજા સોફ્ટવેર પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત મેટ્રોગલી પણ કોલકતામાં સેકન્ડ હેંડ ગેજેટનું મોટું માર્કેટ છે.

English summary
best place india buying second hand and new grey market gadgets news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X