For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્તો સ્માર્ટફોન ખરીદવા જઇ રહ્યા હોવ તો આ 5 બાબત જરૂર જાણી લો

|
Google Oneindia Gujarati News

[ગેેજેટ] જો આપ આંખો બંધ કરીને રૂપિયા ખર્ચી શકતા હોવ તો માત્ર આપની પસંદગીનો સ્માર્ટફોન આપે સિલેક્ટ કરવાનો છે, પરંતુ જો રૂપિયા અને ખુબીઓ બંને જોવાની હોય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો રૂપિયા ખર્ચ કરાયા બાદ પણ આપને આપની પસંદગીના ફિચર અને મોડેલ ના મળે તો દિલમાં હંમેશા એક કચવાટ રહી જાય છે. જોકે આજકાલ ઓછી કિંમતમાં પણ આપને ઘણા બધા મોબાઇલ મળી જશે.

બજેટ સ્માર્ટફોન ખરીદતી વખતે આ પાંચ વાતો ચોક્કસ ધ્યાનમાં રાખો...

મોંઘા ફોન સાથે સરખામણી કરવી નહી

મોંઘા ફોન સાથે સરખામણી કરવી નહી

આપ જે પણ ફોન ખરીદવા જઇ રહ્યા હોવ તેની સરખામણી મોંઘા સ્માર્ટફોન સાથે બિલકૂલ ના કરો નહિંતર આપ ખુદને કંન્ફ્યૂઝ કરી દેશો. જો આપ આપના ફોનને કમ્પેર કરવા માંગતા હોવ તો તે જ કિંમતના બીજા ફોન સાથે કરવી જેથી આપને ખબર પડે કે કયા ફોનમાં કેટલી રેંજમાં કેવા ફીચર્સ મળી રહ્યા છે.

ફીચર્સ ચેક કરી લો

ફીચર્સ ચેક કરી લો

બજેટ ફોન લેતા પહેલા તેની કિંમત ઉપરાંત કેટલાંક જરૂરી ફીચર્સ ચેક કરી લો જેમકે આપના ફોનમાં 4 જીબી મેમોરી છે તો તેમાંથી આ માત્ર 2 જીબી જ વાપરી શકો છો, કારણ કે 2 જીબી સિસ્ટમમાં રન કરનારી એપ્સમાં યૂઝ થશે. આ જ પ્રકારે ફોનમાં કનેક્ટીવિટી ફીચર્સ તો બધા હશે પરંતુ શું એનએફસી, વાઇફાઇ ડાયરેક્ટ અને બ્લૂટૂથનું 4.0 વર્ઝન હશે.

બહારના ફીચર્સ કરતા વધારે હાર્ડવેર પર ધ્યાન આપો

બહારના ફીચર્સ કરતા વધારે હાર્ડવેર પર ધ્યાન આપો

જો આપ બજેટ સ્માર્ટફોન ખરીદી રહ્યા હોવ તો તેનો અર્થ એ નથી કે તેમાં ઓછું પાવરફુલ પ્રોસેસર હશે અથવા તો ઓછી રેમ હશે, બજારમાં વધતી પ્રતિસ્પર્ધાના પગલે ઓછી કિંમતમાં 2 જીબી રેમ અને વધારે ઇંટરનલ મેમરીવાળા ફોન આપને મળી જશે.

ફોનમાં આપવામાં આવેલ ઓએસને ચેક કરો

ફોનમાં આપવામાં આવેલ ઓએસને ચેક કરો

માર્કેટમાં આપને ઘણા એવા મોડેલ મળી જશે જે જૂના ઓએસ પર રન કરતા હશે, જ્યારે લેટેસ્ટ લોલીપોપ ઓએસમાં પણ મોટો ઇ જેવા સ્માર્ટફોન મળી જશે. એટલા માટે આપ જો સ્માર્ટફોન લેવા આવ્યા હોવ તો એ ચેક કરી લો કે તેમાં કયા વર્ઝનનું ઓએસ આપવામાં આવ્યું છે સાથે જ એ ચેક કરી લો કે તેમાં કોઇ અપગ્રેડ મળશે કે નહીં.

સેલ્ફ સપોર્ટ

સેલ્ફ સપોર્ટ

મોટાભાગના સ્માર્ટફોનમાં આફ્ટર સેલ્સ સર્વિસની પ્રોબ્લેમ આવે છે એટલે કે ફોન ખરીદ્યા બાદ જો તેમાં જો કોઇ ગડબડ છે તો તેને બરાબર કરવા માટે આપને આપના શહેરમાં સર્વિસ સેંટર મળશે કે નહીં.

English summary
The budget smartphone segment has grown by leaps and bound. You no longer need to empty your wallet to get a good phone with all the bells and whistles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X