For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરોધીઓને માત આપવા હોન્ડાએ લોન્ચ કરી સીબી ટ્રિગર

|
Google Oneindia Gujarati News

જાપાનીઝ ટૂ વ્હીલર નિર્માતા કંપની હોન્ડાએ આજે બેંગ્લોરમાં પોતાની શાનદાર બાઇક સીબી ટ્રિગર 150ને લોન્ચ કરી છે. તમને જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા જ કંપનીએ આ બાકને દિલ્હીના બજારમાં રજૂ કરી હતી. હોન્ડાએ પોતાની આ બાઇકના કુલ ત્રણ વેરિએન્ટ સ્ટાન્ડર્ડ, ડિલક્સ અને સીબીએસ રજૂ કર્યાં છે. બેંગ્લોરમાં આ બાઇકની પ્રારંભિક કિંમત 70,733 નક્કી કરી છે.

આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજ્જ નવી હોન્ડી સીબી ટ્રિગર અનેક બાબતે ખાસ છે. કંપનીએ પોતાની આ નવી સીબી ટ્રિગરમાં 150 સીસીની ક્ષમતા સિંગલ સિલેન્ડર 4 સ્ટ્રોક એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે બાઇકને 14.14 પીએસ, 8500 આરપીએમની શક્તિ પ્રદાન કરે છે. હેવી સીસીની એન્જીન ક્ષમતા હોવા છતાં કંપનીએ આ બાઇકના માઇલેજને શાનદાર રાખ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમતી જોઇએ શું ખાસ છે આ બાઇકમાં.

હાન્ડાની શાનદાર સીબી ટ્રિગર

હાન્ડાની શાનદાર સીબી ટ્રિગર

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જૂઓ હોન્ડાની આ શાનદાર બાઇકને.

ટ્યૂબલેસ ટાયર

ટ્યૂબલેસ ટાયર

બાઇકના સફરને વધુ શાનદાર બનાવવા માટે આ બાઇકમાં કંપનીએ ટ્યૂબલેસ ટાયરનો ઉપયોગ કર્યો છે, જે કોઇપણ આપાત સ્થિતિમાં વ્હીલને પંચર થતું બચાવે છે.

વિસ્કોસ એર ફિલ્ટર

વિસ્કોસ એર ફિલ્ટર

નવી સીબી ટ્રિગરમાં કંપનીએ મેન્ટેનેન્શ ફ્રી બેટરી અને વિસ્કોસ એર ફિલ્ટર સામેલ કર્યા છે. જેમાં તમારે બેટરીના મેન્ટેનેન્શની ચિંતા નહીં રહે.

હોન્ડા સીબી ટ્રિગરની એવરેજ

હોન્ડા સીબી ટ્રિગરની એવરેજ

કંપનીએ દાવો કર્યો છે કે નવી સીબી ટ્રિગર એક લીટરમાં 60 કિમીની એવરેજ આપવા સક્ષમ છે.

યૂનિકોર્નની ઝલક

યૂનિકોર્નની ઝલક

કંપનીએ આ બાઇકને તેની લોકપ્રિય યુનિકોર્નની તર્જ પર તૈયાર કરી છે.

આકર્ષક લુક

આકર્ષક લુક

હોન્ડાએ આ બાઇકને ઘણો આકર્ષક લુક પ્રદાન કર્યો છે. નવી સીબી ટ્રિગરમાં કંપનીએ 5-સ્પીડ ગિયર બોક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

સીબીએસ બ્રેકિંગ સિસ્ટમ

સીબીએસ બ્રેકિંગ સિસ્ટમ

આ ઉપરાંત આ બાઇકમાં એક ખાસ વાત એ છે કે પહેલીવાર દેશમાં આ સેગ્મેટની બાઇકમાં કંપનીએ સીબીએસ બ્રેકિંગ સિસ્ટમ એટલે કે કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમનો પ્રયોગ કર્યો છે.

ડિસ્ક બ્રેક સાથે કરે છે કાર્ય

ડિસ્ક બ્રેક સાથે કરે છે કાર્ય

કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ આગળ અને પાછળ બન્ને વ્હીલમાં લાગેલી ડિસ્ક બ્રેક સાથે કાર્ય કરે છે.

વધુ ફીચર

વધુ ફીચર

આ બાઇકમાં કંપનીએ મોનો શોક, એલઇડી ટેલ લાઇટ, ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલનો પ્રયોગ કર્યો છે.

English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd, has launches it's 150 cc bike CB Trigger in Bangalore with the starting price at Rs. 70,733. Check out, Honda CB Trigger 150 in pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X