For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંટરનેટ વગર આ રીતે જુઓ યૂટ્યૂબમાં વીડિયો..

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] જો આપ રોજ ટીવી પ્રોગ્રામ જોતા હોવ તો એ પ્રોગ્રામ્સની વચ્ચે આવનારી જાહેરાતથી વાકેફ તો હશો. આજકાલ આવી જ જાહેરાત ઓનલાઇન યૂટ્યૂબમાં પણ જોવા મળે છે. આ જાહેરાત દ્વારા યૂટ્યૂબની નિર્માતા કંપની ગૂગલએ હાલમાં જ એક નવું ફીચર લોંચ કર્યું છે જેની મદદથી આપ ઓફલાઇન પણ યૂટ્યૂબ વીડિયો જોઇ શકશો.

જો આપ ધીમે નેટ કનેક્શનના કારણે વધારે ઓનલાઇન વીડિયો ના જોઇ શકતા હોવ તો આ ફીચર અંગે આપે જાણવું જરૂરી છે. આવો એક નજર કરીએ યૂટ્યૂબના આ ઓફલાઇન ફીચર પર જે આપના માટે તે સમયે ઘણું ઉપયોગી નીવડી શકે છે જ્યારે આપની પાસે ઇંટરનેટ કનેક્ટિવિટી ના હોય.

આ રીતે જુઓ ઇંટરનેટ વગર યૂટ્યૂબમાં વીડિયો..

યૂટ્યૂબ એપ ઇન્સ્ટોલ/અપડેટ કરો

યૂટ્યૂબ એપ ઇન્સ્ટોલ/અપડેટ કરો

જો આપની પાસે એંડ્રોઇડ ફોન છે તો આપના ફોનમાં યૂટ્યૂબની એપ પહેલાથી જ ઇંસ્ટોલ હશે જો આપના ફોનમાં આ એપ પહેલાથી જ છે તો તેને અપડેટ કરો અને જો અપડેટ ના થાય તો તેને ઇંસ્ટોલ કરો.

કન્ફર્મ કરો

કન્ફર્મ કરો

એકવાર આ એપ ડાઉનલોડ થઇ જાય કે અપડેટ થઇ જાય પછી આપના ફોનમાં તેને ઓપન કરીને તેના મેનૂમાં જોઇ શકો છો કે ઓફલાઇન વીડિયોનું એક ઓપ્શન હશે. જો આ ઓપ્શન નથી તો આપે ફરીથી એપ ઇંસ્ટોલ કરવી પડશે અથવા અપડેટ કરવી પડશે, અને આ ઓપ્શન દેખાય છે તો આગળના ઓપ્શન ફોલો કરો.

વીડિયો સર્ચ કરો

વીડિયો સર્ચ કરો

હવે આપની એપમાં આપને ઓફલાઇન વીડિયોઝ ડાઉનલોડ કરવાની સુવિધા આપવા માટે સક્ષમ છે, તો આપને જે પણ વીડિયો ઇંટરનેટ વગર જોવો હોય તો વીડિયોને સર્ચ કરીને ઓપન કરો જો વીડિયો ઓફલાઇન ઉપલબ્ધ હશે તો તેમાં ડાઉનલોડ ઓફલાઇનનું એક બટન આવશે જેનાથી જેને દબાવવાથી વીડિયો આપના ફોનમાં ડાઉનલોડ થઇ જશે અને આપ ક્યાંયથી પણ તે વીડિયોને ઇંટરનેટ વગર જોઇ શકશો.

યૂટ્યૂબ એપમાં વીડિયોનો આનંદ લો

યૂટ્યૂબ એપમાં વીડિયોનો આનંદ લો

હા, એકવાર ડાઉનલોડ ખતમ થઇ જાય ત્યારબાદ આપ ઇંટરનેટ વગર યૂટ્યૂબ એપ મેનૂમાં જઇને ઓફલાઇન વીડિયોઝ પર ક્લિક કરો અને આપના ફોનના તમામ ઓફલાઇન વીડિયોઝ આપ અત્રે કોઇપણ ઇંટરનેટ કનેક્શન વગર જોઇ શકશો. આ તમામ વીડિયોઝ આપના ફોનમાં જ સ્ટોર થશે અને ફોન મેમરીમાં જગ્યા પણ રોકશે એટલે ઘણા બધા વીડિયોઝ ડાઉનલોડ કરતા પહેલા વિચારવું.

પીસીમાં ના જોઇ શકો આ વીડિયો

પીસીમાં ના જોઇ શકો આ વીડિયો

જોકે આ વીડિયો આપના ફોનમાં જ છે, આપ આ વીડિયોને આપના ફોનના વીડિયો પ્લેયરથી નહીં જોઇ શકો, કારણ કે જે ફોર્મેટમાં આ વીડિયો સ્ટોર થાય છે તે માત્ર યૂટ્યૂબ એપમાં જ આપ જોઇ શકશો.

માત્ર એંડ્રોઇડ ફોન માટે છે સુવિધા

માત્ર એંડ્રોઇડ ફોન માટે છે સુવિધા

આ સુવિધા માત્ર એંડ્રોઇડ ફોન ધરાવતા લોકોને જ મળી શકશે. કારણ કે યૂટ્યૂબની એપ્લિકેશન માત્ર એંડ્રોઇડ ફોનમાં જ ઇંસ્ટોલ થઇ શકશે.

English summary
Recently YouTube announced the start of the India roll-out of the new offline feature that allows users to download videos to their Android smartphone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X