For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અઠવાડિયે રજૂ થયેલા ગેજેટ્સ પર એક નજર

By Super
|
Google Oneindia Gujarati News

આ અઠવાડિયે ભારતીય ગેજેટ બજારમાં અનેક શાનદાર ડિવાઇસે દસ્તક આપી છે. જેમાં પીસી મોનિટર, સ્માર્ટફોન સાથે કેમેરા પર બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે. હાલ ભારતીય બજાર સ્માર્ટફોન અને કેમેરા માટે શાનદાર માર્કેટ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે મોટાભાગની કેમેરા અને સ્માર્ટફોન નિર્માણ કરતી કંપનીઓ દ્વારા એકાંતરે પોતાની નવી નવી પ્રોડક્ટને ભારતીય બજારમાં ઉતરાવામાં આવી રહી છે અને પોતાની પ્રોડક્ટ તરફ ભારતીય ગ્રાહકો ખાસ કરીને યુવાનોને આકર્ષવામાં આવી રહ્યાં છે.

ગેજેટ બજારમાં સ્પર્ધા વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા દરરોજ નીતનવા ગેજેટ્સ બજારમાં રજૂ કરવામાં આવે છે, જે પ્રતિસ્પર્ધી કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ગેજેટ કરતા ઉત્કૃષ્ઠ અને વધુ ફીચર્સ સાથે હોય તેનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. આ વખતે અમે આ અઠવાડિયે રજૂ કરવામાં આવેલા તમામ ગેજેટ્સની યાદી લઇને આવ્યા છીએ, જેથી ભારતીય બજારમાં આવનારા ગેજેટ્સ પર તમે નજર રાખી શકો. તો ચાલો તસવીરો થકી જોઇએ, આ અઠવાડિયે લોન્ચ થયેલા નવા ગેજેટ્સ અંગે.

સેલકોન

સેલકોન

સેલકોને આ અઠવાડિયે પોતાના ત્રણ મોબાઇલ હેન્ડસેટને બજારમાં ઉતાર્યા, મોનાલિસા એમએલ-5, સિગ્નેચર સ્વિફ્ટ એ112 અને કેમ્પસ એ10ને અનુક્રમે 10,999 રૂપિયા, 8799 રૂપિયા અને 42,99 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા.

નોકિયા 114

નોકિયા 114

નોકિયાએ આ અઠવાડિયે પોતાના ફીચર ફોન 114ને ભારતીય બજારમાં રજૂ કર્યો, જેમાં ઉર્દુ ભાષાને સપોર્ટ આપવામાં આવ્યો છે. નોકિયા 114ને 2579 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો.

આઇબોલ સ્લાઇડ

આઇબોલ સ્લાઇડ

આઇબોલે સ્લાઇડ નામના નવા 10.1 ઇંચ ટેબલેટને લોન્ચ કર્યું, જેમાં એન્ડ્રોઇડ 4.1 જેલી બીન ઓએસ આપવામાં આવી છે. જેને 30,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું.

બ્લેકબેરી 9720

બ્લેકબેરી 9720

આર્થિક સંકટનો સામનો કરી રહેલી બ્લેકબેરીએ 9720 સ્માર્ટફોનને 15,990 રૂપિયામાં લોન્ચ કર્યો, જેમાં 2.8 ઇન્ચની ટચ સ્ક્રિન સાથે ટ્રેકપેડ અને 5 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.

ઓલમ્પસ OM-D E-M1

ઓલમ્પસ OM-D E-M1

ઓલમ્પસ OM-D E-M1 કેમેરા હાઇઇંડ રેન્જ કેમેરા છે, જેને 1,05,000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો, જેમાં લાઇવ એમઓએસ સેન્સર આપવામાં આવ્યું છે.

નિકોન કુલપિક્સ S6600

નિકોન કુલપિક્સ S6600

નિકોન કુલપિક્સ S6600 પણ આ અઠવાડિયે બજારમાં લોન્ચ થયો, જેને 14,450 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો.

એઓસી 69 આઇડી મોનીટર

એઓસી 69 આઇડી મોનીટર

એઓસીએ ફુલ એચડી આઇપીએસ મોનીટર બજારમાં રજૂ કર્યું, મોનીટર 3 અલગ-અલગ સાઇજમાં લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 22, 23 અને 27 ઇંચની કિંમત અનુક્રમે 10,990 રૂપિયા, 13,590 રૂપિયા અને 20, 490 રૂપિયા રાખવામાં આવી છે.

પોટ્રોનિક્સ કાર ચાર્જર

પોટ્રોનિક્સ કાર ચાર્જર

પોટ્રોનિક્સ કાર ચાર્જ દેખાવે ભલે નાનું હોય પરંતુ ઘણી પાવરફૂલ ડિવાઇસ છે, તેમાં એક લિડ લાઇટ પણ લાગેલી છે, જે ચાર્જરને ચાર્જ કરતી વખતે ચાલું થાય છે.

English summary
new gadgets hit the indian market this week news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X